જામનગર શહેરમાં પણ કોરોના 400 ને કુદાવી ગયો: ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના 300 ને પાર: કુલ 721 કેસ સામે 615 દર્દી સ્વસ્થ થયાં: 24 કલાકનો સત્તાવાર કોવિડ મૃત્યુંઆંક 17 જામનગર તા.28: જામનગરમાં કોરોનાના કેસે પાછલા તમામ રેકર્ડ તોડીને ગઇકાલે 700 ની સપાટી કુદાવી હતી. જામનગર શહેરમાં 407 તથા જામનગર ગ્રામ્યમાં 314 નવા કેસ નોંધાયા હતાં. 721 કેસ સામે શહેરના 353 અને ગ્રામ્યના 262 મળીને કુલ 615 દર્દીઓ ગઇકાલે કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં. જામનગર જિલ્લામાં કોરોનાના મૃત્યુના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર 10 મિનિટે 1 વ્યક્તિ કોરોનાની સારવારમાં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. જામનગર શહેરમાં કોરોનાનાં કેસનો આંકડો ગઇકાલે ચારસોને પાર થયો હતો અને 407 કેસ નોંધાયા હતાં. તેમજ ગ્રામ્યનો આંકડો ગઇકાલે પ્રથમ વખત 300 ને વટાવી રેકોર્ડ બ્રેક 314 પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં 5,67,579 જેટલા કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર શહેરમા