Skip to main content

જામનગરની કોવિડ હોસ્પિટલ ભરચક: જિલ્લા બહારના દર્દીઓને રોકવા બે ચેકપોસ્ટ કાર્યરત



જામનગર તા.16:

જામનગરમાં જી.જી. હોસ્પીટલ સહિતની કોવિડ હોસ્પીટલોમાં કોરોનાનાં દર્દીઓમાં ખુબજ વધારો થવાનાં કારણે તમામ બેડ ફુલ થયા છે. જિલ્લામાં પણ કોરોનાનાં દર્દીઓમાં ખુબ વધારો થઇ રહ્યો છે. આથી દર્દીઓને પણ હોસ્પીટલોમાં જગ્યા મળી શકે એમ ન હોવાની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે અન્ય જિલ્લાઓ રાજકોટ અને મોરબી તેમજ અન્ય જગ્યાએથી પણ દર્દીઓ મોટા પ્રમાણમાં જામનગર આવી રહ્યા છે. કોવિડ હોસ્પીટલોમાં જગ્યા નથી. જિલ્લાનાં દર્દીઓને અન્યત્ર મોકલવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

ત્યારે તંત્ર દ્વારા ધ્રોલનાં ત્રીકોણબાગ ખાતે અને લતિપુર ખાતે પોલીસ ચેકપોસ્ટો ઉભી કરીને બહારગામથી જામનગર દાખલ થવા આવતા કોરોનાનાં દર્દીઓને અન્ય જગ્યાએ જવા સમજાવીને પરત કરાઇ રહ્યા છે. માત્ર વધુ ગંભીર દર્દીઓને જ આવવા દેવાઇ રહ્યા છે. હાલનાં સમયમાં કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે. આવા સંજોગોમાં જામનગરની જી.જી. હોસ્પીટલ અને અન્ય કોવિડ હોસ્પીટલો પણ કોરોનાનાં દર્દીઓથી ફુલ થઇ ગઇ છે. દર્દીઓને બેડ મળી શકે તેવી શક્યતા નથી. જામનગર જિલ્લામાં પણ કોરોનાનાં વધુ પ્રમાણમાં દર્દીઓ સામે આવી રહ્યા છે.

આવા સંજોગોમાં મોરબી, રાજકોટ અને અન્ય બહારગામોથી વધુ સારવાર અને દાખલ થવા માટે કોરોનાનાં દર્દીઓ સરકારી તેમજ ખાનગી વાહનોમાં મોટા પ્રમાણમાં જામનગર આવી રહ્યા છે. જિલ્લાનાં દર્દીઓને અન્ય જગ્યાએ મોકલવા પડે તેવા સંજોગો ઉભા થયા છે. આથી તંત્ર દ્વારા ધ્રોલનાં ત્રીકોણબાગ અને લતિપુર ખાતે ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. બહારગામથી આવતા દર્દીઓને સમજાવી પરત મોકલાઇ રહ્યા છે.

જોકે, માત્ર વધુ ગંભીર કે જેને ઓક્સીજનની કે અન્ય સારવારની તાત્કાલીક જરુરીયાત હોય તેવા દર્દીઓને જ જામનગર જવા દેવાઇ રહ્યા છે. ખાનગી વાહનોમાં આવતા અને ગંભીર ન હોય તેમજ અન્યત્ર સારવાર થઇ શકે તેવા દર્દીઓને સમજાવીને પરત કરાઇ રહ્યા છે. આથી જામનગર જિલ્લા સિવાયનાં દર્દીઓને બીજી જગ્યાએ વ્યવસ્થિત સારવાર મળી શકે અને સમય પણ બચી જાય. જામનગરમાં કોવિડ હોસ્પીટલોમાં તમામ બેડ ફુલ થઇ જતા તંત્ર દ્વારા આ પગલા લેવાઇ રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.