જામનગરમાં જી.જી.કોવિડ હોસ્પિટલની બહારે સામેની સાઇડ ઉપર આવેલી મેડીકલ સ્ટોર સિવાયની તમામ દુકાનો કોવિડ ગાઇડલાઇનના ભંગ સબબ તા.30 એપ્રિલ સુધી બંધ કરાવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ પોલીસને સાથે રાખી આજે બપોરે 12:00 વાગ્યે આ કાર્યવાહી શરૂ કરી હતી. અનેક સુચનાઓ છતાં આ રોડ ઉપર ખાસ કરીને ખાણીપીણીની દુકાનો પાસે ટોળાં ભેગા થવાનું બંધ ન થતાં તંત્રને આ પગલું લેવાની ફરજ પડી હતી.
ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.
Comments
Post a Comment