Skip to main content

જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા આક્સિજનની માંગ 50 હજાર લીટરે પહોંચી

કોરોનાના દર્દીઓને ઓક્સિજનની દૈનિક 10 લીટરથી લઇને વધુની જરૂરીયાત ઉભી થઇ



જામનગર તા.21:

જામનગરમાં કોરોનાનું દિવસેને દિવસે સંક્રમણ વધતુ જાય છે અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના શ્ર્વાસ ખુટી રહ્યા છે. દૈનિક 50થી વધુ લોકો મૃત્યુંને ભેટી રહ્યા છે. રેકર્ડબ્રેક 484થી વધુ કેસ જામનગરમાં નોંધાઇ રહ્યા છે અને મોટાભાગના દર્દીઓને ઓક્સિજની જ કમી સર્જાતી હોય છે ત્યારે દૈનિક 50 હજાર લીટરથી વધુની જરૂરીયાત ઉભી થઇ છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાના પ્રકોપથી સૌરાષ્ટ્રભરના દર્દીઓએ જામનગર તરફ દોટ મૂકતા જી.જી. હોસ્પિટલની હાલત કફોડી બની છે. 1235ની ક્ષમતાવાળી હોસ્પિટલમાં 2000 જેટલા દર્દીઓ દાખલ થઈ ગયા છે જેમાં 40 ટકા જેટલા જામનગર સિવાયના જિલ્લાઓના છે ત્યારે દૈનિક ઓક્સિજનની જરૂરીયાતમાં દિન-પ્રતિદિન વધારો થઇને દર્દીઓની સંખ્યા વધતા હવે ઓક્સિજનની જરૂરીયાત 50 હજાર લીટરે પહોંચી છે.

હજુ ગત 8-4ના રોજ જી.જી. હોસ્પિટલને ઓક્સિજનની ફક્ત 16000 લીટરની જરૂરત દૈનિક રહેતી હતી, દર્દીઓના ધસારાથી હવે આ જરૂરિયાત 50000 લીટર દૈનિક પર પહોંચી છે. હોસ્પિટલ સ્ટાફના 20 લોકો સતત 24 કલાક ઓક્સિજન પૂરું પાડવાની કપરી કામગીરી બજાવી રહ્યા છે. ઓક્સિજનની વ્યવસ્થા કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવે છે. તંત્ર હજુ પણ ઓક્સિજનની માત્રા વધારવામાં લાગ્યું છે જેના માટે હજુ થોડા દિવસનો સમય લાગશે.

જી.જી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વધતા તેમજ ઓક્સિજનની માંગ પણ વધતા તંત્ર દ્વારા તાબડતોબ જી.જી. હોસ્પિટલમાં નવી ટેન્ક ઉભી કરવામાં આવી રહી છે જેની ક્ષમતા 10 કિલો લીટરની છે. આ ઉપરાંત ડેન્ટલ હોસ્પિટલમાં પણ 6 કિલો લીટરની ટેન્ક બનાવવામાં આવી રહી છે. તેમજ આયુર્વેદ હોસ્પિટલમાં પણ ટેન્કનું નિર્માણ કામ ચાલી રહ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.