Skip to main content

કોવિડ હોસ્પિટલ ફૂલ, પાંચ દિવસ સુધી નવી બેડ નહી મળે



જામનગર તા.14:

જામનગરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. આજે કોરોનાની સીઝનનો સૌથી ઘાતક દિવસ હોય તેમ 308 દર્દીઓ નવા નોંધાતા હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ 24 કલાકના ગાળા દરમ્યાન 55 દર્દીઓના મૃત્યું સામે આવતા સ્થિતિ કેટલી ખરાબ છે તેનો ચિતાર મળી શકે છે. આવી સ્થિતિ વચ્ચે સતત દર્દીઓ જી.જી.હોસ્પિટલ તરફ ખેંચાઇ  રહ્યા છે. સતત વધતા જતા દર્દીઓના પ્રવાહ વચ્ચે આજે તંત્રએ હાથ ઉંચા કરી દીધા છે. કલેકટરના જણાવ્યા અનુસાર  હાલ જી.જી.હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે. નવા બેડની વ્યવસ્થા માટે સતત પ્રયાસો ચાલુ છે પરંતુ આગામી પાંચ દિવસ સુધી નવા બેડ મળી શકે એવી કોઇ શક્યતા ન હોવાનું ઉમેર્યુ છે.

જામનગરમાં કોરોના કાળ દરમ્યાન લોકડાઉન, અનલોક અને ત્યારપાછીના હળવા નિયંત્રણોમાં પણ કોવિડ હોસ્પિટલ કોવિડ દર્દીઓનું આવગમન રહ્યું છે. દરમ્યાન છેલ્લા એક મહિનાથી કોરોનાનો જે બીજો રાઉન્ડ શરૂ થયો છે તે વધુ ઘાતક પૂરવાર થઇ રહ્યો છે. છેલ્લા પખવાડીયાના વાત કરવામાં આવે તો કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલ દર્દીઓ પૈકીના 350 દર્દીઓ ઉપરાંત મૃત્યું થઇ ચુકયા છે. જયારે સતત નવા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ જતા છેલ્લા ત્રણ દિવસથી કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. તંત્ર દ્વારા નવી 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પણ ગઇકાલે સાંજે ફૂલ થઇ જતા આજે કલેકટર દ્વારા સતત સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જે મુજબ હાલ જામનગરમાં કોઇ નવા દર્દીઓ માટે બેડની વ્યવસ્થા નથી. અમે નવા બેડની વ્યવસ્થા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ આગામી પાંચ દિવસ સુધી નવા બેડ મળી શકે તેવી કોઇ શકયતા જણાતી નથી. કલેકટરના આ કથન પાછળનો નિર્દેશ કદાચ એવો હોય શકે કે, અન્ય જિલ્લાઓમાંથી જે દર્દીઓ અહીં આવી રહ્યા છે તેઓને ધક્કો ન થાય. જો કે કોરોના સંબંધીત સારવારની વ્યવસ્થા કરવામાં તંત્ર કયાંકને કયાંક ઉણુ ઉતર્યુ હોય તેમ તાજેતરની પરિસ્થિતિ દર્શાવી રહી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.