Skip to main content

જામનગર બન્યું સૌરાષ્ટ્રનું વુહાન: પોઝીટીવ કેસનો આંક 700 ને પાર

જામનગર શહેરમાં પણ કોરોના 400 ને કુદાવી ગયો: ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના 300 ને પાર: કુલ 721 કેસ સામે 615 દર્દી સ્વસ્થ થયાં: 24 કલાકનો સત્તાવાર કોવિડ મૃત્યુંઆંક 17



જામનગર તા.28:

જામનગરમાં કોરોનાના કેસે પાછલા તમામ રેકર્ડ તોડીને ગઇકાલે 700 ની સપાટી કુદાવી હતી. જામનગર શહેરમાં 407 તથા જામનગર ગ્રામ્યમાં 314 નવા કેસ નોંધાયા હતાં. 721 કેસ સામે શહેરના 353 અને ગ્રામ્યના 262 મળીને કુલ 615 દર્દીઓ ગઇકાલે કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં.

જામનગર જિલ્લામાં કોરોનાના મૃત્યુના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર 10 મિનિટે 1 વ્યક્તિ કોરોનાની સારવારમાં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. જામનગર શહેરમાં કોરોનાનાં કેસનો આંકડો ગઇકાલે ચારસોને પાર થયો હતો અને 407 કેસ નોંધાયા હતાં. તેમજ ગ્રામ્યનો આંકડો ગઇકાલે  પ્રથમ વખત 300 ને વટાવી રેકોર્ડ બ્રેક 314 પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

 જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં 5,67,579 જેટલા કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર શહેરમાં ગઇકાલે 3878 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે શહેરમાં થયેલ કુલ ટેસ્ટનો આંક વધીને 3,21,914એ પહોંચ્યો હતો. જામનગરમાં ગઇકાલે 24 કલાકના સૌથી વધુ કહી શકાય તેટલા 407 કેસ નોંધાયા હતા. પરંતુ તેની સામે 353 દર્દીઓ સ્વસ્થ થયા હતા. ગઇકાલે  શહેરના 9 દર્દીઓના મૃત્યું કોરોનાથી થયાનું જાહેર કરાયું હતું. આ સાથે શહેરનો સત્તાવાર કોવિડ મૃત્તકઆંક વધીને 77 એ પહોંચ્યો હતો.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે 1677 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી 314 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ગ્રામ્યમાં કુલ ટેસ્ટનો આંક 245665 એ પહોંચ્યો હતો. જામનગર ગ્રામ્યમાં પણ 24 કલાના સૌથી વધુ પોઝીટીવ કેસ ગઇકાલે નોંધાયા હતાં. ગ્રામ્યમાં ગઇકાલે 262 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. જ્યારે ગ્રામ્યના 8 દર્દીના મૃત્યું નિપજ્યાંનું જાહેર કરાયું હતું. તેથી ગ્રામ્યનો કોવિડ મૃત્યુંઆંક 58 એ પહોંચ્યો હતો.

સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 21,000 થી વધુનો થયો છે કુલ 21,183 લોકો કોરોના સંક્રમિત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે 2,600 થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 253 અને ગ્રામ્યના 262 મળી 615 દર્દીઓને રજા આપવામાં આવી છે.

ગઇકાલે કોરોનાના પોઝીટીવ કેસનો આંક રેકર્ડબ્રેક હતો પરંતુ એક મોટી બાબત કે જે તંત્ર માટે અને લોકો માટે રાહતરૂપ કહી શકાય તેવી એ હતી કે 615 દર્દીઓ સાજા થઇને ગઇકાલે ડિસ્ચાર્જ થયા હતાં.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

જામનગર બન્યું ‘જમનગર’: 24 કલાકમાં 127 દર્દીના મોતથી હાહાકાર

જી.જી.કોવિડ હોસ્પિટોલની બહાર બેડ મળે તે પહેલાં એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં આજે સવાર સુધીમાં 10 દર્દીઓએ મોતની સોડ તાણી લેતા સર્જાયા હૃદયદ્રાવક દ્રષ્યો: 108 અને હોસ્પિટલનો સ્ટાફ શક્ય તેટલી મહેનત કરવા છતાં દરેક ગંભીર દર્દીના પ્રાણ બચાવવા અસમર્થ: હાઇકોર્ટની ફટકાર છતાં અકળ કારણસર સરકાર લોકડાઉનથી ભાગી રહી હોવાથી સ્થિતિ કાબુ બહાર:  24 કલાકમાં 509 કેસ નોંધાયા: જામનગર શહેરમાં 3,664 લોકોનો ટેસ્ટ કરાતા 307 અને ગ્રામ્યમાં 2158 લોકોનો કોરોના ટેસ્ટ કરાતા 202 લોકો પોઝીટીવ હોવાનું જાહેર થયું: શહેરના 131 અને ગ્રામ્યના 130 દર્દી સ્વસ્થ થયા: જામનગર ગ્રામ્યમાં બે દર્દીના મૃત્યું કોરોનાના કારણે થયા હોવાનું જાહેર કરાયું જામનગર તા.22: જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચે કોરોનાના કેસ મામલે જાણે હુંસાતુસી ચાલતી હોય તેમ ગઇકાલે શહેરમાં સતત બીજા દિવસે 300થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા હતા તો ગ્રામ્યમાં પણ પોઝીટીવ કેસની સૌ પ્રથમ વખત બેવડી સદી નોંધાઇ હતી. આમ ગઇકાલે 509 પોઝીટીવ કેસ નોંધાવાની સામે 261 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આ ઉપરાંત 24 કલાકમાં કોવિડ હોસ્પિટલ પરિસરમાં 127 દર્દીઓના મૃત્યું નિપજ્યાં હતાં. પરિણામે જા...