જામનગર ઉપરાંત દ્વારકા, પોરબંદર, મોરબી અને રાજકોટ જિલ્લાના દર્દીનો સમાવેશ
જામનગર તા.14:
જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે બપોરે 12 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમ્યાન 45 દર્દીના મૃત્યું થયાનું જાણવા મળે છે. ત્રણ દિવસ બાદ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસમાં 400થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યું થઇ ચુકયા છે અને તેમાંય ખાસ કરીને શનિવારથી મંગળવાર સુધીમાં 200 દર્દીઓના મૃત્યું થયા હતા. આમ છતા 1200 બેડની હોસ્પિટલમાં વધારો કરાયો છતા પણ 1650 જેટલા દર્દીઓ દાખલ હોય બેડી ખુટી પડયા છે.
ગઇકાલના બપોરે 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીના 24 કલાક દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલા વધુ 37 દર્દીના મૃતદેહ આદર્શ સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ માટે પહોંચી ચુકયા છે. જયારે આઠ દર્દીના મૃતદેહોને તેમના પરિજનોની ઇચ્છાથી મોરબી-રાજકોટ જિલ્લામાં તેમના ગામ રવાના કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જે મૃતકોની અંતિમવિધિ આદર્શ સ્મશાનગૃહ ખાતે થઇ ચુકી છે. તેમાં બંસીધરભાઇ ભઠ્ઠર (મોરબી), મંજુલાબેન મનહરભાઇ (મોરબી), ગીતાબેન જગદીશભાઇ ચાવડા (ઢીંચડા-જામનગર), સંજયકુમાર હરીપ્રસાદ સોમાણી (જામનગર), લાભુબેન કાથડભાઇ (હરિયાણા), ગોવિંદભાઇ મેઘજીભાઇ (મોરબી), જયાબેન જેરામભાઇ દેત્રોજા (જામનગર), લાભુબેન નાનજીભાઇ આઘારા (મોરબી), છબીબેન બાબુભાઇ ભાકાસણા (ધરમપુર-મોરબી), હરિભાઇ ભવાનભાઇ કણઝારીયા (મોરબી), જીશાબેન ભરતભાઇ ભુત (રાજકોટ), વ્રજલાલ વીરજીભાઇ અજુડીયા (રાજકોટ), મનસુખભાઇ ઓધવજીભાઇ (મોરબી), ભુપતભાઇ ચમનભાઇ દાવડા (લાલપુર-જામનગર), ભરતભાઇ મનસુખભાઇ ઓઝા (જામનગર), મનસુખભાઇ ચુનીલાલ દેવાયતકા (મોરબી), વિજયકુમાર બુધ્ધદેવ (જામનગર), શાંતાબેન જગીદશભાઇ રાઠોડ (જામનગર), રૂડીબેન ચૈહાણ (જામનગર), વસંતરાય હિમ્મતલાલ પંડીત (જામનગર) અને રામા મેરજી કેશવાલા (પોરબંદર)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જામનગર જિલ્લા સિવાયના મોરબી અને રાજકોટ તથા અન્ય જિલ્લાના વધુ આઠ દર્દીઓની ડેડ બોડી તેમના પરિવારજનોના ઇચ્છાથી તેમના ગામ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ આજે બપોર સુધીના છેલ્લા 24 કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં 45 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા. જામનગરની કોવિડ હોસ્પિટલમાં મોતનો સીલસીલો સતત ચાલુ છે. પરંતુ આગલા ત્રણ દિવસની સરખામણીયે આજે મૃત્યુંઆંકમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
Comments
Post a Comment