માણસ જિંદગી દરમિયાન રાશન-પાણી, સ્કૂલ એડમીશન, નોકરી-રોજગાર, બેકીંગ સેવા સહિત અનેક તબક્કે લાઇનમાં ઉભા રહે છે પરંતુ કોરોનાની મહામારીએ માણસને મર્યા બાદ પણ લાઇનમાં રહેવાની ફરજ પાડી છે. ગઇકાલે 90 દર્દીઓના કોવિડ હોસ્પિટલમાં મૃત્યું થયા હતાં. જેથી એમ્બ્યુલન્સ મારફત સ્મશાનગૃહે સતત મૃત્તદેહો આવતા હતાં. આ ઉપરાંત કોરોના સિવાયના રૂટીનમાં આવતા મૃત્તકો પણ આવતા હતાં. પરિણામે અંતિમ સંસ્કાર માટે પણ બે દિવસથી મૃત્તદેહ સાથે ડાઘુઓની લાઇન લાગે છે. (તસ્વીર: હિતેશ મકવાણા)
ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.
Comments
Post a Comment