Skip to main content

Posts

Showing posts with the label News

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરના ખેડૂતની જમીન પ્રૌઢે પચાવી પાડયાની પોલીસ ફરિયાદ

વિરપરમાં આવેલી આઠ વીઘા જમીન ઉપર અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્જો : લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા કલેકટરમાં અરજી : પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી  જામનગર શહેરમાં સુમેર કલબ રોડ પરના વિસ્તારમાં રહેતાં ખેડૂત પ્રૌઢની માલિકીની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી આઠ વીઘા ખેતીની જમીન જામનગરના જ શખ્સે છેલ્લાં અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી. પ્રૌઢ દ્વારા અવાર-નવાર જમીન ખાલી કરવા માટે કહેતા ધમકી આપવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે એક શખ્સ વિરુધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગરમાં સુમેર કલબ રોડ પર હાથી કોલોની શેરી નં.1 માં રહેતાં રામજીભાઈ આંબાભાઈ ગઢીયા નામના પટેલ પ્રૌઢની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી 1.29.70 હે.આ. રે. (આઠ વીઘા) ખેતીની જમીન છેલ્લાં અઢી વર્ષથી જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા રસિક ખીમજી ઉર્ફે ખીમા ધાડિયા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી પચાવી પાડી હતી. આ જમીન ખા...

વિજપોલ કામગીરીમાં કેનેડી ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ

અડચણરૂપ થતા શખ્સોએ નુકસાન પહોંચાડયું : પોલીસ દ્વારા કાર્યવાહી ખંભાળિયા  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટકોના વીજપોલ ઉભા કરવાનું કામ સંભાળતી કંપનીની કામગીરીમાં અડચણરૂપ બનતા જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોના શખ્સો સામે નિયમ મુજબ અવિરત રીતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલ્યાણપુર પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લાના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા એલએન્ડટી કંપનીના પ્રોજેક્ટ મેનેજર પ્રભાકરન લક્ષ્મન પિલ્લાઈ (ઉ.વ. 31) દ્વારા કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પરેશ રણમલ ડાભી, હરીશ શામજી ડાભી અને ફોગા રામજી ડાભી નામના ત્રણ શખ્સો સામે નોંધાવવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી પરેશ રણમલની કબજા ભોગવટાની માલિકીની કેનેડી ગામમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 70 વાળી જમીનમાં જેટકો કંપનીની 400 કે.વી. ડી.સી. વિજલાઈનનો ટાવર આવતો હોવાથી તેને સરકારના નિયમ મુજબનું વળતર નહીં સ્વીકારીને ગેરકાયદેસર રીતે વધુ વળતરની માગણી કરી, આ ત્રણેય આરોપીઓએ વીજ કંપનીના દ્વારા ટાવર ઉભો ન કરી શકે તે માટે ઇરાદાપૂર્વક ઊભા કરેલા વીજટાવરના પાયાના સપોર્ટ માટે બાંધેલા તાણીયા છોડી ન...

જામનગર શહેરમાં હોળી પર્વ પહેલાં એકાએક મોસમે મીજાજ બદલ્યો

જામનગર તા.16 જામનગર શહેરમાં આજે એકાએક હવામાનમાં ફરીથી પલટો આવ્યો છે, અને હોળી ધૂળેટીના તહેવાર પહેલાં મોસમે ફરીથી કરવટ બદલી છે. વહેલી સવારે ઝાકળ ભીની સવારના કારણે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતાં વહેલી સવારે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, અને માર્ગોપર પાણી ના રેલા ઉતર્યા હતા. સાથોસાથ એકાએક પવનની તીવ્રતામાં વધારો થયો છે, અને પ્રતિ કલાકના 5.8 કિ.મી.ની ઝડપે બર્ફીલો ઠંડો પવન ફુંકાયો હોવાથી ઠંડી-ગરમી સહિતનું ફરીથી મિશ્ર વાતાવરણ બન્યું છે.  જામનગરમાં ગઈકાલે સાંજે સાત વાગ્યાથી એકાએક હવામાન પલટાયું હતું, અને સૂસવાટા મારતો પવન શરૂ થઈ ગયો હતો. તેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મોડી સાંજે પવનની સ્પીડ વધીને પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે થઈ ગઈ હતી, એટલું જ માત્ર નહીં રાત્રિના નવ વાગ્યા પછી એકાએક ભેજનું પ્રમાણ વધી ગયું હતું, અને રાત્રિના સમયે ભેજના કારણે માર્ગો પરથી પાણી ના રેલા ઉતર્યા હતા. આજે વહેલી સવારે ઝાકળ ભીની સવાર થઈ હતી, અને ગાઢ ધુમ્મસ ની ચાદર છવાઇ હોવાથી વાહનચાલકોને ફરીથી લાઈટ ચાલુ રાખીને તેમજ વાઇપર શરૂ કરીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત માર્ગો પર ઝાકળના કારણે પાણીના રેલા ઉત...

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે. 

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...

ઉપલેટાની સ્કૂલમાં અભ્યાસ કરવા માટે બસમાં અપડાઉન કરતા 34 વિદ્યાર્થીઓ પૈકી 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

જામજોધપુર થી ઉપલેટા ખાનગી શાળામાં અભ્યાસ કરવા જતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે દોડધામ: એક વિદ્યાર્થીનીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી જામજોધપુરથી જતા 34 વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટ કરાવાયા: પરિવારના ચાર સહિત કુલ 17ના પોઝિટિવ રિપોર્ટ: જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત મોડી સાંજે પોઝીટીવ જાહેર થયેલ વિદ્યાર્થીના અન્ય ચાર પરિવારજનોને પણ હોમ આઇસિલેશનમાં મુકાયા: અન્ય વિદ્યાર્થીના પરિવારજનો ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી સહિતના લોકોના પણ કોવિડ ટેસ્ટની કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરાઇ: હજુ પણ સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા દર્શાવતું તંત્ર જામનગર તા.4 જામનગર જિલ્લાના જામજોધપુર રહેતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ અને પરિવાર ચાર સભ્યો સહિત 17 લોકો કોરોના સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે હડકંપ મચી ગયો છે, અને તમામ વિદ્યાર્થીઓને તથા પોઝીટીવ આવેલ ચાર પરિવારજનને હોમ આઇશોલેશનમાં મૂકી દેવાયા છે. સાથોસાથ અન્ય વિદ્યાર્થીઓના પરિવારજનો તથા તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમના પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. ઉપલેટાની મધ...

જામનગર માર્કેટ યાર્ડમાં કપાસનો વિક્રમજનક ભાવ બોલાયો

જામનગર તા.30 જામનગર માર્કેટીંગ યાર્ડમાં વિક્રમજનક કપાસના ભાવ  રૂ. 2111  પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપાસના ભાવ આજે જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં બોલાતા ખેડૂતો અને વેપારીઓ માં ખુશી ફેલાય હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર માર્કેટીંગ યાર્ડનું નામ ખેડૂતોને તેની જણસીઓના ઉંચા ભાવ મળવામાં મોખરે જઇ રહ્યું છે ત્યારે આજે હાપા યાર્ડ ખાતે કપાસનો વિક્રમજનક ભાવ   નોંધાયો હતો. એક મણ કપાસનો ભાવ રૂ.2111  ખેડૂતોને  મળ્યા હતાં.જેથી વેપારીઓ અને જગતના તાતમા આનંદની લાગણી ફેલાઇ હતી. જામનગર માર્કટિગ યાર્ડ હાપામા  ગઈકાલે  કપાસની આવક 4932 મણ ની રહી હતી.ત્યારે કપાસનો એક મણ નો ભાવ રૂ.1400થી રૂ. 1930  રહ્યો હતો.જે આજે ખૂલતી બજારે રૂ. 2111ની વિક્રમ સપાટી સુધી ઉચકાયો હતો. ત્યારે અન્ય જુદી જુદી જણસીઓના ભાવ જોઈએ તો અજમો રૂ.1855 થી રૂ.3105 જીરું રૂ 2100 થી રૂ 2985 તલી રૂ.1995 થી રૂ2170 રહ્યો હતો.આમ યાર્ડ ખાતે કુલ 19797 મણ જણસીની આવક નોંધાઇ હતી.ત્યારે યાર્ડના સેકેટરી હિતેષ પટેલ એ જણાવ્યું હતું કે કપાસના ભાવ આજે સીઝનમાં સૌથી ઉંચા  એટલે કે રૂ 2111 નોંધાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

બોટાદ જિલ્લાની અભ્યાસમાં તેજસ્વી યુવતીને ગોંધી રાખી ગેંગરેપ ગુજારતા બંધુ સહિત ત્રણ શખ્સો

જામનગર તા.30 બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને વાડીએ ગોંધી રાખી ત્રણ નરાધમોએ દારૂ પાઈને સપ્તાહ સુધી ગેંગ રેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓની ચુંગાલમાંથી છટકી જામનગર આવેલ યુવતીના સબંધીઓએ તેણીના પિતાને જાણ કરી હતી. હાલ યુવતી જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. આ કિસ્સાની ફરિયાદ નોંધી રાણપુર પોલીસે નરાધમોની શોધખોળ શરુ કરી છે. સભ્ય સમાજની આંખ ઉઘાડનારો કિસ્સો બોટાદ જીલ્લામાંથી સામે આવ્યો છે. કોઈ પણ માતાપિતા તેના સંતાનોને અભ્યાસ કરાવતી વખતે કે પૂર્ણ કરી લીધા પછી તેના અભ્યાસની  સાથે તેની સંગત અને વ્યવહાર અંગે પણ ચોક્કસ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે કારણ કે જે કિસ્સો સામે આવ્યો છે તે આંખ ઉઘાડનારો છે. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના એક ગામડામા રહેતી અને ભણતરમાં ખુબ જ તેજસ્વી એવી યુવતીએ સાયન્સ સાથે ધોરણ બાર પાસ કરી નીટની પરીક્ષા પણ પાસ કરી છે. હાલ તે પોતાના માદરે વતનમાં પરિવાર સાથે રહેતી હતી. નવ માસ પૂર્વે તેને મોટાભાઈના અવસાન બાદ તેને દારૂ પીવાની લત લાગી હતી. દારૂ પીધા વગર ચેન પડતું ન હતું. દારૂ માટે તેણીએ ગામના જ અમુક સખ્સોનો સંપર્ક કર્યો અને નિયમિત દાર...

રાજ્યના સૌ પ્રથમ એવા ઓમિક્રોન વેરિયન્ટના દર્દીની 17 દિવસ બાદ ઘરવાપસી

રાજ્યની સાથોસાથ જામનગરના પણ પ્રથમ કેસ ગણાતા ઝીમ્બાબ્વેથી આવેલા 72 વર્ષિય વૃધ્ધનો ઓમિક્રોન માટેનો રિપોર્ટ બે વખત પોઝીટીવ આવ્યા બાદ ત્રીજી વખત નેગેટીવ આવ્યો: આ દર્દી ઉપરાંત તેના પત્ની અને સાળાના પણ ઓમિક્રોન રિપોર્ટ નેગેટીવ આવતાં ત્રણેયને હોસ્પિટલમાંથી રજા અપાઇ: તકેદારી રૂપે ત્રણેય દર્દીઓને સાત થી દશ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની અપાઇ સુચના: ડેન્ટલ હોસ્પિટલમાં શરૂ કરાયેલા ઓમીક્રોન વેરિએન્ટમાં ત્રણેય દર્દીઓને રજા આપી દેવાતાં સમગ્ર વોર્ડ ખાલી: ક્ધટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર થયેલો રહેણાંક વિસ્તાર પણ મુક્ત કરાયો: ઓમિક્રોન વેરિયન્ટના દર્દીમાં કોઇ વિશેષ લક્ષણ જણાયા ન હોવા છતાં રિપોર્ટ આવ્યો હતો પોઝીટીવ: હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન કે વેન્ટીલેટર જેવી કોઇ જરૂરિયાત પડી ન હતી અને રૂમ એર ઉપર જ રહ્યાં હતાં જામનગર તા.17 જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ જીમ્બાબ્વે નો પ્રવાસ કરીને જામનગર આવ્યા પછી તેઓ ઓમીક્રોન વેરિયન્ટના પ્રથમ દર્દી બન્યા હોવા નો રિપોર્ટ આવ્યો હતો, અને ત્યાર પછી દર્દીના પત્ની અને સાળા નવા ઓમીક્રોન વેરિયન્ટ ના શિકાર બન્યા હોવાથી ત્રણેયને સારવાર માટે ડેન્ટલ કોવિડ કેર સેન્...

જામનગરમાં કોરોનાએ ફરી માથું ઉંચકયું

શહેરમાં ગઇકાલે નવા 6 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ: જિલ્લામાં બે સપ્તાહ બાદ કોરોનાનો કેસ નોંધાયો જામનગર તા.15: જામનગર શહેરમાં કોરોના ના મામલેની શાંતિ માત્ર ચોવીસ કલાક પૂરતી જ જળવાયેલી રહી છે, ત્યારે  ફરીથી શહેરી વિસ્તારના એકીસાથે છ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્રની ચિંતા વધી છે, અને ફરીથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેર ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ફેલાયો છે, અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ની એન્ટ્રી થઈ રહી છે.  જામનગર શહેરમાં ગત સપ્તાહ દરમિયાન કોરોનાએ કહેર મચાવ્યો હતો, અને 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી ગયા પછી ઉઘડતા અઠવાડિયે એટલે કે ગઈકાલે સોમવારે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જે શાંતિ માત્ર ચોવીસ કલાક પૂરતી જ રહી હતી, અને જામનગર શહેરના આજે મંગળવારે એકીસાથે વધુ છ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર ચિંતામા મુકાયું છે, અને ફરીથી આરોગ્ય વિષયક પગલાં ભરવાનું ચાલુ રાખ્યું છે.  ઉપરાંત નવા આવેલા છ કોરોના પોઝિટિવ કેસ મામલે તેઓના સંપર્કમાં આવનારા લોકોની પણ મા...

એશિયાના સૌથી વધુ પ્રચલિત પીરોટન ટાપુ ઉપરનો પ્રતિબંધ દૂર

જામનગર તા.15: જામનગરથી 9 નવ નોટીકલ માઈલ દુર આવેલા અને પ્રાકૃતિક શિક્ષણ માટે જાણીતા મરીન નેશનલ પાર્કના પીરોટન ટાપુ પર જવા પર છેલ્લા ચાર વર્ષથી લાગેલો પ્રતિબંધ રાજ્યના વન વિભાગે તા.13ન રોજ દુર કરતાં પ્રકૃતિ પ્રેમીઓ માટે દરિયાઈ જીવ સૃષ્ટીના અભ્યાસની પ્રવૃતિ ફરી શરુ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.   જામનગરથી 9 નોટીકલ માઈલ દુરના પીરોટન ટાપુ પર માનવ વસાહત નથી. દરિયાઈ સરહદી દ્રષ્ટીએ વ્યુહાત્મક મહત્વ ધરાવતા આ ટાપુ પર નેવી દ્વારા ઉભા કરાયેલા બે-ત્રણ કોટેજો, એક દીવાદાંડી, એક શિવ મંદિર અને બે-ત્રણ દરગાહો છે. આ ટાપુ પર રાત્રી રોકાણની મનાઈ છે. ચાર વર્ષ પહેલા એક ધર્મસ્થાન નજીક સરકારી તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફનવિધિ કરવાનો મામલો હિન્દુ સેનાએ ઉજાગર કર્યા બાદ એજન્સીઓ દોડતી થઈ હતી.  બાદમાં વન વિભાગે ત્યાં જવા માટે પ્રતિબંધ મુક્યો હતો. બાદમાં ગઈ કાલે રાજ્યના ચીફ વાઈડલાઈફ વોર્ડન દ્વારા ટાપુ પરનો પ્રતિબંધ હટાવતો પરિપત્ર કર્યો હતો. તેથી હવે લોકો હવે મરીન લાઈફ એજ્યુકેશન માટે તેમજ પ્રવાસ માટે આગામી દિવસોમાં પીરોટન ટાપુની મુલાકાત લઈ શકશે.  જો કે, આ માટે ગાઈડલાઈન બની રહી હોવાનું વન વિભાગ...

જામનગરના જે ઘરમાં ઓમિક્રોન કોરોનાનો કેસ નોંધાયો ત્યાં બે દિવસ સુધી ચાલુ હતાં ટ્યુશન ક્લાસ

જામનગર તા.6: જામનગરમાં ચાર દિવસ પહેલાં એક એનઆરઆઇ વૃધ્ધમાં ઓમીક્રોન કોરોના વેરિયન્ટના લક્ષણ હોવાની પુષ્ટિ મળ્યા બાદ આ વૃધ્ધ જ્યાં ઉતર્યો છે. તેના ઘરમાં રહેતાં સાળા તથા વૃધ્ધના પત્ની પણ કોરોના પોઝીટીવ જાહેર થયાં છે. તા.28ના રોજ એનઆરઆઇ વૃધ્ધ ઝીમ્બાબ્વેથી જામનગર પહોંચ્યા બાદ જે ઘરમાં ઉતર્યા છે ત્યાં બે દિવસ સુધી ઘરમાં બાળકોનું ટ્યુશન ચાલતું હતું તેવી આ વિસ્તારના કોર્પોરેટરને મળેલી ફરિયાદ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ અહીં ટ્યુશન માટે આવતા નવ બાળકોને ઓળખી કાઢ્યા છે અને આરોગ્ય વિષયક જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ ઘટના ક્રમને જોતા જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધે તેવી પુરી શક્યતા જણાય છે.  ગત તા.28મી નવેમ્બરના રોજ ઝીમ્બાબ્વેથી વાયા દુબઈ થઇ અમદાવાદ આવેલ મૂળ નિવાસી ભારતીય એવા વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેઓ નવા વેરિયંટ ઓમીક્રોનનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈને રાજ્યભરમાં જામનગર ચર્ચાનો વિષય બની ગયું હતું, શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પરની સેટેલાઈટ સીટી સોસાયટીમાં રહેતા પરિવારની શેરી ક્ધટેઈન્મેન્ટ જોન જાહેર કરી દેવામાં આવી છે. ત...

જામનગર શહેરમાં પણ રોઝડાના આંટાફેરા...!!

જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટને જાણ કરાયા પછી નીલ ગાયને જંગલ વિસ્તારમાં મોકલી દેવાઇ જામનગર તા.19 જામનગરમાં શહેરી વિસ્તારમાં ગઇકાલે રાત્રે એકાએક નીલગાય (રોજડું ) દેખાતાં લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું, અને કેટલાક વાહનચાલકો માં પણ તેની દોડાદોડીને લઈને અફડા-તફડી મચી ગઇ હતી. જાગૃત નાગરિકની જાણકારી પછી ફોરેસ્ટ વિભાગે   નીલગાયને જંગલ વિસ્તારમાં મોકલી આપી હતી. આ બનાવની વિગત એવી છે કે જામનગરના જોગર્સ પાર્ક સહિતના આસપાસના વિસ્તારમાં ગઇકાલે સાંજે આઠેક વાગ્યાના અરસામાં એક નીલગાય જોવા મળી હતી. એકાએક શહેરી વિસ્તારમાં નીલગાય (રોજડા) ને જોઇને લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું. જે નવા પ્રાણી ને જોઈને આસપાસના વિસ્તારના કૂતરાઓ પણ ભસવા લાગ્યા હતા. જેથી નિલ ગાયએ પણ દોડાદોડી કરી હતી.જેને લઇને કેટલાક વાહનચાલકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.  આ બનાવ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ વાળા નિખિલભાઇ ભટ્ટનું તેના પર ધ્યાન પડતા તેણે સૌપ્રથમ શહેરી વિસ્તારમાં ફરી રહેલા નીલગાય રોજડા નો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો, ત્યાર પછી ફોરેસ્ટ વિભાગને જાણકારી આપી હતી. જેથી ફોરેસ્ટ શાખાની ટુકડી...

કમોસમી વરસાદની આગાહી વચ્ચે તૈયાર પાક બચાવવા ખેડૂતોમાં ભાગદોડ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા: કપાસની પણ લણણી બાકી છે ત્યારે કમોસમી વરસાદથી મોઢે આવેલો કોળિયો ઝુંટવાય તેવી દહેશત: ખેડૂતોના પેટમાં ફાળ: પાક બચાવવા ખેડૂતો દિવસ રાત એક કરીને કામે લાગ્યા જામનગર તા.18 કમોસમી વરસાદ અંગેની હવામાન વિભાગની આગાહીને પગલે જામનગર જિલ્લામાં ધાબળીયા વાતાવરણ વચ્ચે અનેક સ્થળે હળવા છાંટા પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. એક તરફ મગફળી,કપાસ સહિતના ખેતી પાકના ખેતરોમાં પાથરા પડ્યા છે. આવા સમયે માવઠાએ મોકાણ સર્જતાં પાકમાં મોટે પાયે નુક્સાનીની ભીતિ સેવાઇ રહી છે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ જાય તેવી હાલત સર્જાતા ધરતીપુત્રોના પેટમાં ફાળ પડ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા જામનગર સહિત રાજયભરમાં કમોસમી વરસાદ ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. આગાહી વચ્ચે અમુક સ્થળોએ તો હળવા છાંટા પડ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જ્યારે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો ચોમાસુ સિઝનનો પાક તૈયાર થયો છે. જેથી લાલપુર, ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર સહિત જિલ્લાભરના મોટાભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યાં છે. તો અમુક ખેતરોમાં થ્...

ખંભાળિયા નજીકથી કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

વાડીનાર-આરાધનાધામ વચ્ચેથી પૂર્વ બાતમીના આધારે એટીએસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે પરપ્રાંતિય જણાતા શખ્સને 15 કિલો માદક પદાર્થ સાથે ઝડપી લીધો: સપ્લાયર અને રીસીવર્સ સહિતના શખ્સોના નેટવર્ક અંગે આરોપીની ચાલતી ઘનિષ્ઠ પૂછપરછ જામનગર તા.10 હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને એટીએસ દ્વારા  પૂર્વ બાતમીને આધારે વાડીનાર નજીકથી રૂા.70 કરોડની કિંમતના માદક દ્રવ્યનો જથ્થો ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં માદક દ્રવ્ય (ડ્રગ્સ)નો વધુ જથ્થો પકડાવાની સંભાવના છે. આ અંગેની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા સુનિલ જોષીની સુચનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર પેટ્રોલીંગ શરૂ કર્યું હતું. આ પેટ્રોલીંગ દરમિયાન વાડીનાર-આરાધનાધામ વચ્ચે એક પરપ્રાંતિય જેવો દેખાતો શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા એટીએસ અને સ્થાનિક પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. જવાબ આપવામાં ગેંગેફેફે થતા આ શખ્સના કબ્જામાં રહેલ થેલાની તલાશી લેતા તેમાંથી માદક દ્રવ્ય (ડ્રગ્સ)નો આશરે 14 થી 15 કિલો જેટલો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી....

જામનગરમાં રખડતા ઢોરે ઢીંક મારતા વૃધ્ધનું મોત

જામનગર તા.4 જામનગરમાં છેલ્લા કેટલાંય સમયથી રખડતા ઢોરનો ત્રાસ પ્રજાજનો ભોગવી રહ્યાં છે. ક્યારેક શેરી-મહોલ્લાઓમાં તો ક્યારેક ઘરમાં ઘુસી રખડતા ઢોરે પ્રજાજનોને ભયમાં મુક્યાં છે છતાં પણ મહાનગરપાલિકાએ કોઇ ગંભીરતા નહીં દાખવતા અને બેદરકારીભર્યા નિર્ણયો કરતા રખડતા ઢોરની ઢીંકે ચડેલા વધુ એક નાગરિકનું મૃત્યું થયું છે. મહાનગરપાલિકાએ તો પ્રજાજનોનો રોષ ઠારવા માટે પ્રજાના પૈસાનો વ્યય કરી જાહેરમાર્ગો પર 30 રોજમદારો રોકી પૈસાનું પાણી કરી નાંખ્યું પરંતુ શહેરની સ્થિતિ ‘જૈસે થે’ રહેવા પામી છે. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસનો છેલ્લા કેટલાંય સમયથી નિર્દોષ પ્રજા ભોગવી રહી છે. એમાંય વયોવૃધ્ધ અને બાળકો આસાનીથી હિંસક ઢોરનો ભોગ બનતા આવ્યા છે. છેલ્લા બે માસમાં આ રખડતા ઢોર શેરી અને ઘરમાં ઘુસી હિંસકનું વાતાવરણ ઉભું કર્યું હતું. પ્રજારોષ વધતાં મહાનગરપાલિકા સફાળી જાગી હતી અને તાત્કાલિક ધોરણે સુચારૂં આયોજન કરવાના બદલે પ્રજાનો રોષ ઠારવા માટે મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને ઉભેલાં રખડતા ઢોરને અન્ય જગ્યાએ ખદેડવા માટે રોજમદારો નીમી દીધા હતાં. પરંતુ સમસ્યા ઉકેલાવાના બદલે વધુ પેચીદી બની હતી કારણ કે મુખ્ય માર્ગો પરથી રોજમદારો આ ...