Skip to main content

જામનગર ‘ભગવાન ભરોસે’: હોસ્પિટલની બહાર જ 10 દર્દીઓએ દમ તોડ્યો

જી.જી.કોવિડ હોસ્પિટલ બહાર આજે સવારે પણ 50 થી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં દર્દીઓનું વેઇટીંગ: હૈયાત સુવિધાની સામે બે થી ત્રણ ગણી માત્રામાં કોરોનાનું સંક્રમણ થતું હોવાથી સ્થિતિ કાબુ બહાર: ગઇકાલે બપોરે બે વૃધ્ધ મહિલા દર્દીઓએ એમ્બ્યુલન્સ અને ઓટો રીક્ષામાં જીવ ગુમાવ્યો: રાત્રે 11 થી સવારના 8 સુધીમાં અન્ય 7 દર્દીઓએ વેઇટીંગમાં જ જીવ ગુમાવતા પરિવારજનોને પોતાના પ્રિયજનના મૃત્તદેહને લઇને જવાની નોબત આવી: હાઇપ્રોફાઇલ લાગવગવાળા દર્દીઓને આડેથી હોસ્પિટલમાં દાખલ કરાતા હોવાનું પણ એક દર્દીના સગાનો ચોંકાવનારો આક્ષેપ




જામનગર તા.22:

જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 1000થી વધુ દર્દીઓના મૃત્યું નિપજ્યા છે. પરિણામે કોરોનાની પ્રથમ લહેરમાં ચીનના વુહાનની જે સ્થિતિ હતી તેથી પણ વધુ ગંભીર સ્થિતિ જામનગરની જોવા મળે છે. બે દિવસ દરમ્યાન હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી વેઇટીંગમાં રહેલા 10 દર્દીઓએ પ્રાણ ગુમાવવા પડયા છે.

જામનગરમાં કોરોનાનો દાવાનળ દરરોજ અનેકને દઝાડી રહ્યો છે અને ભરખી રહ્યો છે. મંગળવારે 483 અને ગઇકાલે બુધવારે 509 પોઝીટીવ કેસ જિલ્લાના નોંધાયા છે. કોરોનાનો દાવાનળ આટલી મોટી સંખ્યામાં લોકોને દઝાડી રહ્યો છે. પોઝીટીવ કેસની સંખ્યા દરરોજ આગલા દિવસના આંક કરતા વધુ નોંધાઇ રહી છે. પરિણામે કોરોનાની ચેન હવે લોકડાઉન સિવાય તોડવી મુશ્કેલ બની છે છતા સરકારના પેટનું પાણી હલતું નથી.

મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ નોંધાવાની સાથે કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના ટપોટપ મોત થઇ રહ્યા છે. દર 15-20 મિનિટે એક દર્દી ફાની દુનિયા છોડી રહ્યો છે.

મંગળવારે 14 વર્ષની એક તરૂણીનું કોવિડ હોસ્પિટલની બહાર વેઇટીંગમાં જ મૃત્યું નિપજ્યું હતું. કુદરતની ક્રૃરતા ગઇકાલે ફરી આગળ વધી હતી. ગઇકાલે બપોરે અઢી વાગ્યા આસપાસ વધુ બે કરૂણ ઘટના બની હતી. જેમાં પણ હોસ્પિટલમાં બેડ ન મળવાથી વેઇટીંગમાં કતારમાં ઉભેલ બે દર્દીએ વાહનમાં જ દમ તોડી દિધો હતો.

દર્દીઓને સમયસર હવે 108 કે ખાનગી એમ્બ્યુલન્સ પણ મળતી ન હોવાથી જે વાહન મળે તે લઇને તેના સગા જી.જી.કોવિડ હોસ્પિટલ પહોંચે છે. પરંતુ કમનશીબે દરેક દર્દીને તાત્કાલિક બેડ પણ મળતો નથી એટલે 108ના સ્ટાફ તેમજ હોસ્પિટલનો સ્ટાફ બહાર આવીને દર્દીની સારવાર કરી રહ્યો છે પરંતુ ખાનગી એમ્બ્યુલન્સ કે અન્ય વાહનોમાં વેન્ટીલેટર જેવી સુવિધા ન હોવાથી જીવ ગુમાવવા પડી રહ્યો છે. 1232 બેડની સામે 2000 જેટલા દર્દીઓ હોસ્પિટલની અંદર સારવાર લઇ રહ્યા છે એટલુ જ નહીં પરંતુ ગઇકાલે રાતથી આજે સવાર સુધી હોસ્પિટલ પરિસરમાં જ સરકારી અને ખાનગી વાહનોમાં 60થી વધુ દર્દીઓ વેઇટીંગમાં જોવા મળ્યા હતા.

ગઇકાલે બપોરે બેડની અછતને લીધે હોસ્પિટલ પરિસરમાં વેઇટીંગમાં ઉભેલ ધ્રોલ પંથકના દર્દી નયનાબા હરપ્રિતસિંહ ગોહિલ નામના 78 વર્ષના વૃધ્ધાનું 108 એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર ચાલુ હતી તે વેળાએ જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

આવી જ રીતે અન્ય એક ઘટનામાં ઓટો રીક્ષામાં જી.જી.હોસ્પિટલ પહોંચેલ જામનગર તાલુકાના શેખપાટ ગામના 60 વર્ષના વૃધ્ધા રાધાબેન કાનજીભાઇ કણજારીયા નામના મહિલા દર્દીનું પણ કમનસીબે તેણીનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મૃત્યું નિપજ્યું હતું.

કુદરતની ક્રુરતા આ પછી પણ અટકી ન હતી અને આખી રાત્રી દરમ્યાન પણ આ ઘટનાનું રિપીટેશન ચાલુ રહ્યું હતું. કાલાવડ તાલુકાના પિયર ગામનો એક યુવાન તેના નાનાભાઇને કોરોનાની સારવાર કરાવવા જામનગર જી.જી.હોસ્પિટલમાં ગઇકાલે સાંજે આવ્યો હતો. જેને આજે સવાર સુધી હોસ્પિટલમાં એડમીશન મળેલ નથી પરંતુ એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ઉપર રાખવામાં આવેલ છે.

આ યુવાને ગમગીન સ્થિતિમાં લાચારીનું વર્ણન કર્યુ હતું. જે સાંભળીને ભલભલાના રૂવાડા ઉભા થઇ જાય તેવી સ્થિતિ તેમના કહેવા મુજબ તે આખી રાત પોતાના ભાઇનું ધ્યાન રાખવા જાગતો હતો. રાત્રી દરમ્યાન 6 થી 7 દર્દીઓએ હોસ્પિટલમાં બેડ ન મળવાથી વેઇટીંગમાં જ એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનમાં પ્રાણ ગુમાવી દિધા છે અને જો સરકાર જરૂરી વ્યવસ્થા તાકિદે નહી કરે તો આ કમકમાટીભરી ઘટનાઓ દરરોજ બનશે.

આ યુવાને એવો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે વગદાર લોકોને આડેથી હોસ્પિટલમાં દાખલ કરાવાઇ રહ્યા હોવાથી સામાન્ય લોકો મોતને ભેટવા લાગ્યા છે. આ અંગે સરકારે માનવતાના ચશ્મા પહેરવાની અને લાગવગશાહીના ચશ્મા ઉતારવાની જરૂર છે.

Comments

Popular posts from this blog

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ