Skip to main content

જિયો પ્લેટફોર્મ્સનો વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદીમાં સમાવેશ

વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝીને રજૂ કરેલી યાદીમાં બે ભારતીય કંપનીઓ



મુંબઈ, 28 એપ્રિલ

ટાઇમ મેગેઝીન દ્વારા વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની જારી કરવામાં આવેલી યાદીમાં રિલાયન્સ જૂથના ડિજિટલ સાહસ જિયો પ્લેટફોર્મ્સને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું છે. આ યાદીમાં અન્ય એક ભારતીય કંપની બૈજુને પણ સ્થાન મળ્યું છે. ટાઇમ મેગેઝીને તેની વેબસાઇટ પર જારી કરેલી યાદીમાં જણાવ્યું છે કે, પહેલીવાર જારી કરાયેલી ટાઇમ100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ કંપનીઝની યાદીના કેન્દ્રમાં એવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરે છે.

આ યાદી તૈયાર કરવા માટે ટાઇમ દ્વારા સ્વાસ્થ સંભાળ, મનોરંજન, વાહનવ્યવહાર, ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોની કંપનીઓનું આવેદન આવકાર્યું હતું અને તેમની સુસંગતતા, તેમની અસરો, નાવિન્ય, નેતૃત્વ, મહત્વાકાંક્ષાઓ અને સફળતાઓ સહિતના પરિમાણો પર ચકાસણી કરવામાં આવી હતી. "પરિણામોમાં 100 સંસ્થાનોનું વૈવિધ્ય જોઈ શકાય છે, રિસાયકલ કરવાની ચાતુર્યપૂર્ણ ટેક્નોલોજી વિકસાવનારા સ્ટાર્ટઅપથી લઈને નાણાંનું ભવિષ્ય તૈયાર કરનારી ક્રિપ્ટોકરન્સીથી (આજને) આવતીકાલ માટે વેક્સિન શોધનારી ફાર્મા કંપનીઓનો આ યાદીમાં સમાવેશ થયો છે. આ વ્યવસાયો સાથે મળીને - તેમનું નેતૃત્વ કરનારા ભવિષ્યની કેડી કંડારવામાં મોટી મદદ કરી રહ્યા છે," તેમ મેગેઝીને જણાવ્યું હતું.

આ યાદીમાં જિયોનો સમાવેશ ઝૂમ, એડિદાસ, ટીકટોક, આઇકિયા, મોડર્ના અને નેટફ્લિક્સ જેવી નાવિન્યપૂર્ણ કંપનીઓ સાથે કરવામાં આવ્યો છે. "છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ સ્થિત ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતનું સૌથી મોટું 4G નેટવર્ક સ્થાપ્યું છે જે વિશ્વમાં સૌથી ઓછા (એક જીબી ડેટા માટે 5 સેન્ટ કરતાં પણ ઓછા) દરે સેવા પૂરી પાડે છે. "તેના 410 મિલિયન ગ્રાહકો સુધી પહોંચવા માટે - હાલ અગ્રણી રોકાણકારો જિયો પ્લેટફોર્મ્સ - જે રિલાયન્સના ડિજિટલ બિઝનેસનું સંચાલન કરે છે તેના તરફ વળી રહ્યા છે," તેમ મેગેઝીને જણાવ્યું હતું.

આ રોકાણકારોમાં વોટ્સએપ આધારિત ઇ-કોમર્સ પ્લેટફોર્મ વિકસાવનાર ફેસબૂક અને સસ્તા 5G સ્માર્ટફોન્સ લાવવાની તૈયારી કરનાર ગૂગલનો સમાવેશ થાય છે. ગત વર્ષે જિયોએ 20 બિલિયન યુએસ ડોલરની મૂડી ઊભી કરી હતી, જે તેની ઝડપથી વધી રહેલી લોકપ્રિયતા અને મૂલ્યની ગવાહી આપે છે. બૈજુનો સમાવેશ ટેસ્લા, હુવેઈ, શોપિફાય, એરબીએનબી અને ડીડી ચુક્સિંગ જેવી કંપનીઓ સાથે કરવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.