Skip to main content

જામનગરમાં કોરોનાની દૈનિક એવરેજ 300 ની થઇ

જામનગર શહેરમાં 2444 લોકોના ટેસ્ટમાંથી 188 અને ગ્રામ્ય વિસ્તારમાં 1689 લોકોના ટેસ્ટમાંથી 121 વ્યક્તિ કોરોના સંક્રમિત નોંધાઇ: 212 દર્દીઓ સ્વસ્થ થયા



જામનગર તા.16

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારને ધમરોળવાનું સતત ચાલુ રાખ્યું હોય તેમ કોરોનાના કેસની સંખ્યા ગઇકાલે પણ ત્રેવડી સદી નોંધાઇ હતી. ગઇકાલે પણ કોરોનાના 309 કેસ નોંધાયા હતાં. જ્યારે 212 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. 

જામનગરમાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટી-20 મેચની માફક પ્રસરી રહ્યો છે. જામનગર શહેરની વાત કરીએ તો ગઇકાલે 2444 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટીંગ વધવાની સાથે કોરોનાએ પણ તેનો કલર બતાવ્યો હતો અને ગઇકાલે પોઝીટીવ કેસનો આંક બેવડી સદી નજીક 188 થયો હતો. આટલી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ જાહેર થવાની બીજી તરફ ગઇકાલે જામનગર શહેરના માત્ર 88 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલ સુધીમાં જામનગર શહેરમાં 2,80,806 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.

જામનગર ગ્રામ્યમાં ગઇકાલે સર્જાયેલી સ્થિતિને પગલે આરોગ્ય તંત્રમાં તેમજ ગ્રામ્ય પ્રજામાં પણ કોરોનાના કહેર સામે ભયની લાગણી ઉભી થઇ છે. ગઇકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં 1689 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હોવા છતાં આ પૈકી 121 દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ સામે ગ્રામ્ય વિસ્તારના 124 દર્દીઓ ગઇકાલે સ્વસ્થ બનીને ડિસ્ચાર્જ મેળવી શક્યા હતાં.

આમ ગઇકાલે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 4133 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી ગઇકાલે કુલ 309 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે કોરોનાગ્રસ્ત 212 દર્દી  ગઇકાલે સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થયા હતાં.

જામનગર શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,03,843 ટેસ્ટ થયા છે. જેમાં જામનગર શહેરમાં 2,80,806 અને જામનગર ગ્રામ્યમાં 2,23,037 ટેસ્ટનો સમાવેશ થાય છે. ગઇકાલ સુધીમાં જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 15000 થી વધુ પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યાં છે અને 1550 થી વધુ લોકોના કોવિડ હોસ્પિટલમાં મૃત્યું થઇ ચુક્યાં છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.