જામનગર તા.15:
જામનગર શહેર અને જેલ્લામાં કોરોના સંક્રમણના લીધે કોરોના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન, જામનગર સિડઝ ગ્રેઇન મરચન્ટ એસોસિયેશન, જામનગર વેપારી મહામંડળ, જામનગર ગુડ્ઝ ટાન્સપોર્ટ અને કમિશન એજન્ટ એસોસિએશન અને જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ સહિત જે જુદી જુદી સંસ્થાઓ દ્રારા કોરોનાની ચેઇન તોડવવા તા. 16/17/18 એપ્રિલ ત્રણ દિવસના સ્વૈચ્છિક સ્વયંભુ બંધના એલાન અને અપીલને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિહ જાડેજા(હકુભા) આવકાર્તા તમામ એસોસિએશનના હોદેદારો તેમજ સભ્યોને અભિનંદન આપ્યા છે.
રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ કોરોના મહામારીને કાબુમાં લેવા માટે સંસ્થાઓ દ્રારા અપાયેલ સ્વંયભુ બંધમાં તમામ શહેરીજનોએ જોડાઈને સહકાર આપવા હદયપૂર્વકની અપીલ કરી છે, બંધમાં જોડાઈ લોકોએ ઘરમાં રહેવા વિનંતી કરી છે. આ સાથે કોરોનાની સૂચના મુજબ મોઢા ઉપર માસ્ક પહેરી તેમજ સોશ્યલ ડિન્સન્ટ જાળવવા, કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અને 45 વર્ષથી વધુ ભાઈઓ- બહેનોને વેક્સીનના ડોઝ લેવા વિનતી કરી છે. જામનગરના શહેરીજનો કોરોના ને હરાવવવા માટે સજ્જડ સ્વયંભૂ બંધ રાખશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરેલ છે. કોરોનાને નાથવા માટે જામનગરવાસીઓ સહકાર આપે તેવી હદયપૂર્વક વિનતી કરેલ છે ત્યારે આપણે કોરોના નવા કેસો ન વધે તે માટે જામનગર શહેર સ્વયંભૂ ત્રણ દિવસના બંધ પાડી અનેરું ઉદાહરણ બનશે તેવો મને જામનગરના શહેરીજનો ઉપર આત્મવિશ્વાસ છે ચાલો શુક્રવાર. શનિવાર. રવિવારના બંધમાં સહકાર આપી જોડાઈએ. આ બંધ દરમિયાન લોકો બિનજરૂરી અવરજવર ટાળે અને ઘરમાં જ રહે તે જરૂરી છે. મારો સૌ નાગરિકોને અનુરોધ કરેલ છે કે, આ ત્રણ દિવસ બંધ પાળે અને ઘરમાં રહે, તે જ આ દૈત્યને નાથવાનો ઈલાજ છે.
Comments
Post a Comment