જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ શુક્ર, શનિ અને રવિવારે 3 દિવસ માટે બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન 70 ટકા જેટલુ જોવા મળ્યું હતું. આ ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પુરૂ થયા બાદ આજે સવારથી બજારો રાબેતા મુજબ રીતે ખુલ્લી જતા શહેર ફરી ધબકતું જોવા મળ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ ફેકટરી ઓનર્સ એસોશિએશન, ધી સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોશિએશન, જામનગર વેપારી મહામાંડળ, જામનગર ઇલેકટ્રીક કોન્ટ્રાકટરર્સ એન્ડ ડીલર્સ એસોશિએશન, એફ.એમ.સી.જી. મર્ચન્ટ એસો. અને ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ સહિતની આઠ-નવ વેપારી સંસ્થાઓ સ્વૈચ્છિક લોકડાઉનની હિમાયત કરી હતી.
ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.
Comments
Post a Comment