Skip to main content

રિલાયન્સ કોવિડ સામે ઝઝૂમતા રાજ્યોને દરરોજ 700 ટનથી વધુ ઓક્સિજન પૂરો પાડી રહ્યું છે

 રિલાયન્સ જામનગર દ્વારા ગુજરાતને દરરોજ 400 ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવે છેઃ ધનરાજ નથવાણી

- કંપનીએ મેડિકલ ગ્રેડના ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારી

- આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 1000 ટન પ્રતિ દિવસ કરાશે



 

નવી દિલ્હી20 એપ્રિલ

 

અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોવિડ-19 મહામારી સામે ઝઝૂમતા રાજ્યો માટે તબીબી ઉપયોગ માટેના ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 700 ટન પ્રતિ દિવસ કરી દીધું છેતેમ સૂત્રોએ જણાવ્યું હતું. કંપનીની ગુજરાતમાં આવેલી જામનગર સ્થિત રિફાઇનરી શરૂઆતમાં દરરોજ 100 ટન મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતી હતીઆ ઉત્પાદન ક્ષમતાને તાત્કાલિક વધારીને 700 ટન પ્રતિ દિવસ સુધી લઈ જવાનું શરૂ કરી દેવામાં આવ્યું છેતેમ આ મામલે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું. ઓક્સિજનનો આ પુરવઠો ગુજરાતમહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ગંભીર રીતે બીમાર 70,000થી વધુ લોકોને રાહત આપશે. આવનારા દિવસોમાં કંપની મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન પ્રતિ દિન 1000 ટન સુધી લઈ જવાનું આયોજન કરી રહી છે.

 

ક્રૂડ ઓઇલમાંથી ડીઝલપેટ્રોલ અને જેટ ફ્યૂઅલ જેવા ઈંધણનું ઉત્પાદન કરતી જામનગર રિફાઇનરી મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતી નહોતીપરંતુ કોરોના વાઇરસના કેસમાં અસાધારણ ઉછાળો આવતાં રિલાયન્સે ખાસ ઉપકરણો ઇન્સ્ટોલ કરીને મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન અને સપ્લાય શરૂ કર્યો છે. ઔદ્યોગિક જરૂરિયાત માટેના ઓક્સિજનને મેડિકલ-ગ્રેડના ઓક્સિજનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. "સમગ્ર દેશમાં રાજ્યોને દરરોજ 700 ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આટલો પુરવઠો દરરોજ 70,000 ગંભીર રીતે બીમાર લોકોને રાહત પહોંચાડશે," તેમ આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. માઇનસ 183 ડિગ્રી તાપમાન પર ખાસ ટેન્કરમાં ઓક્સિજન પૂરો પાડવાની સમગ્ર કામગીરી પાછળ રાજ્ય સરકારોએ કોઈ ખર્ચ કરવાનો થતો નથીતેમ જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કેઆ કામગીરી કંપનીની કોર્પોરેટ સોશિયલ રિપ્સોન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે કરવામાં આવી રહી છે. ઓઇલ રિફાઇનરીઓ નાઇટ્રોજનનું ઉત્પાદન કરવા માટેના તેમના એર-સેપરેશન પ્લાન્ટ્સમાં મર્યાદિત ક્ષમતામાં ઔદ્યોગિક જરૂરિયાત માટેના ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા અન્ય ગેસના સ્ક્રબિંગથી તબીબી ઉપયોગ માટેના 99.9 ટકા પ્યોરિટી ધરાવતા ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય છે.

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ મંગળવારે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "રિલાયન્સ જામનગર દ્વારા દરરોજ ગુજરાતને 400 ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આ કાર્ય ગુજરાત માટેના અમારા સમર્પણને દર્શાવે છે." રિલાયન્સ ગુજરાતમાં જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ધરાવે છે. સૂત્રોએ કહ્યું હતું કેહાલ ચાલી રહેલી મહામારી સામે લડવા મેડિકલ-ગ્રેડનો ઓક્સિજન પૂરો પાડવો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતાં અનેક કાર્યોમાંનું એક કાર્ય છે. રિલાયન્સ ફાઉન્ડેશને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથે મળીને દેશની પહેલી કોવિડ હોસ્પિટલ મુંબઈમાં શરૂ કરી હતી. 100 પથારીઓ ધરાવતી આ હોસ્પિટલ માત્ર બે અઠવાડિયામાં શરૂ કરવામાં આવી હતીજેની ક્ષમતા પાછળથી વધારીને 250 પથારીની કરવામાં આવી હતી. રિલાયન્સે મહારાષ્ટ્રના લોધીવલીમાં સંપૂર્ણ સગવડો સાથેની આઇસોલેશન સુવિધા તૈયાર કરી હતી જેને જિલ્લા વહીવટીતંત્રને સુપરત કરવામાં આવી હતી. આ ઉપરાંતરિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં સ્પંદન હોલિસ્ટિક મધર-એન્ડ-ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં કોવિડના શંકાસ્પદ દર્દીઓને ક્વોરન્ટાઇન કરવાની સુવિધા ઊભી કરવામાં સહાય કરી હતી.

રિલાયન્સે દિલ્હીમાં સરદાર પટેલ કોવિડ-19 કેર સેન્ટર ખાતે ડિજિટલ અને મેડિકલ સુવિધાઓ ઊભી કરવામાં સહાય કરી હતી. આ ઉપરાંતસર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે BMC સાથેના સહયોગમાં મુંબઈની એચબીટી ટ્રોમા હોસ્પિટલમાં 10 પથારીઓનું ખાસ ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કર્યું હતું.

 

પ્લાઝ્મા થેરાપીની અસરકારકતા ચકાસવા માટેની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવા માટેના મહારાષ્ટ્ર સ્થિત વિવિધ કેન્દ્રોમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પર ICMR દ્વારા સૌથી પહેલો ભરોસો મૂકવામાં આવ્યો હતો. ભારતના હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રિલાયન્સ દરરોજના એક લાખ પીપીઈ અને માસ્કનું પણ ઉત્પાદન કરે છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન ઇમરજન્સી સેવાઓ વિના વિઘ્ને કાર્યરત રહી શકે તે માટે રિલાયન્સે દેશના 18 રાજ્યોના 249 જિલ્લાઓમાં 14,000 એમ્બ્યુલન્સને 5.5 લાખ લીટર નિઃશુલ્ક ઇંધણ પૂરું પાડ્યું હતું. દેશમાં કોવિડ-19 માટેના ટેસ્ટિંગની ક્ષમતા ઝડપથી વધે એ માટે રિલાયન્સ લાઇફ સાયન્સ ટેસ્ટ કિટ્સ અને અન્ય સાધનો પૂરા પાડે છે. લોકડાઉન દરમિયાન વંચિતો અને ગરીબો માટે રિલાયન્સ ફાઉન્ડેશને મિશન અન્ન સેવાની શરૂઆત કરી હતીજે કોઈ કોર્પોરેટ ફાઉન્ડેશન દ્વારા ભોજન વિતરણ માટે શરૂ કરાયેલો સમગ્ર વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ હતો.

 

મિશન અન્ન સેવા હેઠળ 80થી વધુ જિલ્લા18 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 5.5 કરોડ ભોજન પહોંચાડવામાં આવ્યા હતા. રિલાયન્સે PM-CARES ફંડ સહિતના વિવિધ રાહત ફંડોમાં કુલ રૂ. 556 કરોડનું દાન આપ્યું હતું. આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મિશન કોવિડ સુરક્ષા પણ શરૂ કરવામાં આવ્યું હતુંજેમાં માસ્ક પહેરવાથી કોરોના વાઇરસ સામે બચી શકાય છે તેવો સંદેશો ફેલાવીને મોટાપાયે માસ્ક વિતરણ કરવામાં આવ્યાં હતાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે21 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રિલાયન્સ ફાઉન્ડેશને ફ્રન્ટલાઇન વર્કર્સ અને ગરીબ સમુદાયોમાં 67 લાખ માસ્કનું વિતરણ કર્યું હતું. રિલાયન્સ રિટેલ દ્વારા તેના 736 ગ્રોસરી સ્ટોર્સ થકી જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ નાગરિકોને હોમ ડિલિવરીની સુવિધા આપવાની સાથે સ્ટોર્સ ઉપરથી ટેકઅવે ઓર્ડર્સ આપીને ગ્રાહકો અને સ્ટાફની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કંપનીના ટેલિકોમ સાહસ જિયો દ્વારા 40 કરોડ દેશવાસીઓ અને હજારો સંસ્થાનોને અવિરત અને ભરોસાપાત્ર ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે.

Comments

Popular posts from this blog

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ