જામનગર સહિત સમગ્ર રાજ્ય તથા દેશમાં કોરોના મહામારીએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. અને આ મહામારીમાં દરરોજ હજારો વ્યકિતઓ ઝપટે ચડે છે. આવી કપરી પરિસ્થિતિમાં જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા કોવિડ દર્દીને 108ના પાયલોટે તાત્કાલિક સારવાર આપતા બંધ પડેલ ધબકારા ફરીથી શરૂ થઇ ગયા હતા.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં દરરોજ 300 થી વધુ કોરોના પોઝિટીવ કેસો આવી રહ્યા છે. તેની સામે દરરોજ 120 થી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરે છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા 24 કલાક સતત કાર્યરત છે. તેવામાં શુક્રવારે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સાંજે 7:30 વાગ્યાના અરસામાં એક ખાનગી ઇકો વાહનમાં કોરોનાનું દર્દી આવ્યું હતું. જ્યાં વોર્ડના કોરિડોરમાં જ ઓક્સિજન ઓછું થતા દર્દીનું હ્યદય અચાનક બંધ થયું હતું. ત્યારે જ 108ના પાયલોટ ભરત સિસોદિયાએ તાત્કાલિક દર્દી પાસે જઇ દર્દીને સીપીઆર આપતા થોડી જ ક્ષણોમાં આ દર્દીનું હ્યદય ફરીથી ધબકતું થતાં પરિવારજનોમાં જીવમાં જીવ આવ્યો હતો. જેથી દર્દીના પરિવારજનોએ 108ના પાયલોટ ભરત સિસોદિયા તથા 108ની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
Comments
Post a Comment