દર બે કલાકે કોવિડ હોસ્પિટલમાં પાંચ દર્દીઓ મોતને ભેટે છે: એક ડઝન જેટલા દર્દીઓના રિર્પોટ નેગેટીવ પરંતુ અન્ય તકલીફને કારણે મૃત્યું પામ્યા: જિલ્લા બહારના મૃતકોની સંખ્યા આજે પણ 20 ટકાથી વધુ
જામનગર તા.16:
જામનગરની કોવિડ હોસ્પિટલમાં 24 કલાક દરમ્યાન વધુ 67 દર્દીઓના મૃત્યું નિપજયા છે. યમરાજાનો કાળમુખો પંજો કોવિડ હોસ્પિટલમાંથી હટવાનું નામ જ ન લેવા માંગતો હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. દર બે કલાકે પાંચ દર્દીઓ દમ તોડી રહ્યા છે. પરિણામે કોવિડ હોસ્પિટલથી સ્મશાનગૃહો સુધી એમ્બ્યુલન્સની દોડધામ સતત જોવા મળી રહી છે. 15 દિવસમાં પાંચસોથી વધુ દર્દીઓ મોતને ભેટયા છે. દર્દીઓથી કોવિડ હોસ્પિટલ ઉભરાઇ રહી છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ નવા આવી રહ્યા છે.
જામનગરમાં કોરોનાનું સંક્રમણ હજુ પણ ફૂલ સ્પીડે જ વધી રહ્યું છે. એક તરફ ઝડપથી કોરોના પોઝીટીવ દર્દીઓ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાની સારવાર માટે કે શંકાસ્પદ લક્ષણો દેખાતા સારવાર માટે જી.જી.કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી દરરોજ 50થી વધુ દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. જેને લીધે ચો-તરફ અરેરાટી અનુભાવઇ રહી છે. ડોકટરો અને નર્સીગ સ્ટાફ રાઉન્ડ ધી કલોક દર્દીઓની સારવાર કરી રહ્યા છે પરંતુ નશીબ ઓછો સાથ આપવા માંગતું હોય દર બે કલાકે પાંચ દર્દીના મૃત્યું થઇ રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં જામનગર શહેર-જિલ્લામાંથી કોરોનાના 309 કેસ નોંધાય છે તો સ્થાનિક ઉપરાંત બીજા જિલ્લાના મળીને વધુ 67 દર્દીઓએ ગઇકાલ બપોરના 12 થી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં દમ તોડી દિધા છે. જો કે આ પૈકી એક ડઝનથી વધુ દર્દીઓનો કોરોના રિર્પોટ નેગેટીવ આવ્યો હતો પરંતુ કફ કે શ્ર્વાસ લેવામાં તકલીફ તેમજ અન્ય બિમારી સબબ તેઓનું કોવિડ હોસ્પિટલમાં મૃત્યું નિપજયું હતું.
24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલ દર્દીમાં વિમલ પ્રવિણચંદ્ર દવે, મણીલાલ નારણભાઇ, જવીબેન મોહનભાઇ પરમાર, રમેશભાઇ બચુભાઇ પીપરીયા, થોભણ ગંગારામ પટેલ, કમલેશ મનજીભાઇ ખાણધર, હરીભાઇ જેઠાભાઇ રાઠોડ, હરજીવન લખુભાઇ પાટડીયા, હેમીબેન વેલજીભાઇ લીંબાસીયા, વિઠલભાઇ કાનજીભાઇ પરસાગીયા, મુકતાબેન જીવાભાઇ, હીરાબને મકવાણા, મહેન્દ્ર મણીશંકર ભટ્ટ, મીનાબેન પંકજભાઇ મણીયાર, સલીમ નશરઅલી લાલાણી, પરષોત્તમ સવજીભાઇ બોટીયા, ઘનશ્યામ પ્રેમશંકર જોષી, નરોત્તમ સવજી પીઠયા, વાલીબેન ભીમજીભાઇ, સુંદરબેન મારખીભાઇ ગોજીયા, ભરત વેદ, પ્રકાશભાઇ, પ્રવિણસિંહ રાઓલ, હસુમતીબેન ભટ્ટ, જીવરાજભાઇ રૂકડીયા, ધાનાભાઇ કંડોરીયા, મગનભાઇ પાડલીયા, અમૃતલાલ મોહનભાઇ, દક્ષાબેન મહેન્દ્રભાઇ, હસીનાબેન સૈફીભાઇ લાકડાવાલા, મોહનદાસ રામાવત, ગીતાબેન મારખીભાઇ ગોજીયા, મનહરદાસ કરશનદાસ રામાનુજ, હીરીબેન નાથાભાઇ ડાંગર, દેવશીભાઇ પરષોત્તમભાઇ અઘેરા, હરદાસભાઇ જુઠાભાઇ રાઠોડ, સુરેશભાઇ હરજીભાઇ, ધનીબેન અમરશીભાઇ પરમાર, નવલસિંહ વશરામસિંહ સોઢા, નસીમભાઇ કુરેશી, ભુપેન્દ્રભાઇ બાબુલાલ મહેતા, મગન મનજી પાડલીયા, ભુદરભાઇ વરમોરા, કાનજીભાઇ મુળજીભાઇ પરમાર, નાનજીભાઇ દેવકરણ બોકલીયા, કાન્તાબેન ત્રિભુવનદાસ કારીયા, પ્રવિણસિંહ રવુભા જાડેજા, નંદુબેન વાલજીભાઇ નકુમ, હરીશભાઇ મુળજીભાઇ ચાવડા, લક્ષમણભાઇ રૂપાભાઇ રાઠોડ, લાલજીભાઇ ત્રિભુવનદાસ તલસાણીયા, ઠાકરશીભાઇ હરિભાઇ જીવાણી, મધુબેન કાંતીલાલ ભટ્ટ, સવજીભાઇ મોહનભાઇ બાવરા, ચંદુલાલ જીવરાજ મહેતા, માકીબેન હમીરભાઇ મોઢવાડીયા, રમણભાઇ હરસુખભાઇ નાગડા, જરીનાબેન છોટાલાલ ખેરાજ, આબેદાબેન મોહમદભાઇ, રેખાબેન રમેશચંદ્ર ચૌહાણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એક ડઝનથી વધુ મૃતકોના રિર્પોટ કોરોના નેગેટીવ હતા પરંતુ તેઓના કોઇ બિમારી સબબ કોવિડ હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે.
Comments
Post a Comment