જામનગર સહિત જિલ્લાભરમાં રાત પડતા જ સન્નાટો પ્રસરી જાય છે. કારણ છે કોરોનાનો કહેર, કોરોનાનું સંક્રમણ થાળવા માટે રાજય સરકાર દ્વારા મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રી કફર્યુ જાહેર કર્યો છે. જેમાં જામનગરમાં પણ પોલીસ દ્વારા રાત્રી બંદબોસ્ત કડક બનાવવામાં આવ્યો છે. છેલ્લા 12 દિવસથી પોલીસ કફર્યુની અમલવારી કરી રહી છે. ગઇકાલે ચુસ્ત બંદોબસ્ત જાળવવા માટે જુદા-જુદા ટ્રાફિક પોઇન્ટ પર આવતા-જતા વાહનો રોકવા માટે બેરીકેટ રાખી રાતભર કફર્યુનું પાલન કરાવ્યું હતું.
ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.
Comments
Post a Comment