કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓના મોતનું પ્રમાણ છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ ઘટ્યું છતાં સ્થિતિ ચિંતાજનક
જામનગર તા 17
જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા એક સપ્તાહ થી સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ માં પણ જબરો ઉછાળો આવ્યો છે, અને દિન પ્રતિદિન કેસ નો આંકડો વધતો જાય છે. ઉપરાંત મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે. કોરોનાની સારવાર દરમિયાન દર 30 મિનિટે 1 વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન સરકારી જી.જી હોસ્પિટલ માં વધુ 45 દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ નિપજયા છે.જેથી સમગ્ર જિલ્લામાં કોરોનાનું બિહામણું રૂપ જોવા મળ્યું છે. ઉપરાંત કોરોના ના કેસોમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેસનો આંકડો 314 નો થયો છે, અને જામનગર જિલ્લામાં સતત સાતમા દિવસે 300 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલું જ માત્ર નહીં જામનગર શહેરમાં કોરોનાનાં કેસ આંકડો 192 નો થયો છે, તેમજ ગ્રામ્ય માં પણ સતત સદી થી ઉપર રહ્યો છે, અને 122 પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે.
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 309 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જામનગર શહેરના 127 દર્દીઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારના 99 દર્દીઓ સહિત કુલ 220 દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન 2,390 લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 1,930 સહિત સમગ્ર જિલ્લામાં 4,320 લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ 45 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક 1,694 નો થયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 192 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 10,244 નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 122 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો 4,096 નો થયો છે અને સમગ્ર જિલ્લામાં 14,568 લોકો કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 127 અને ગ્રામ્યના 99 મળી 220 દર્દીઓને રજા આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રિના 12 થી સવારના 6 દરમિયાન માત્ર છ કલાકમાં 20 દર્દીઓએ અનંતની વાટ પકડી હતી. છેલ્લા 24 કલાકમાં મૃત્યું પામેલા 45 દર્દીઓ પૈકી 15 દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટીવ હતાં. જ્યારે પાંચ દર્દીઓ કોરોના સંક્રમિત હોવાના શંકાના દાયરામાં હતાં. જેનો રિપોર્ટ હજુ આવ્યો ન હતો.
Comments
Post a Comment