Skip to main content

Posts

Showing posts from May, 2020

વાવાઝોડાના પગલે જામનગરના બંદર ઉપર અપાયું એક નંબરનું સિગ્નલ

જામનગર.તા.30 કોરોના વાયરસના કહેર વચ્ચે આગામી તા.4 અને 5મી જુને દ્વારકાના દરિયાકાંઠે એક વાવાઝોડું અથડાશે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે આ વાવાઝોડું તેજ ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તકેદારીના ભાગરૂપે જામનગરના બંદરે 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. એક બાજુ સમગ્ર દેશમાં જ્યાં કોરોના વાયરસે મહામારી ફેલાવી છે ત્યાં બીજી બાજુ લોકો કુદરતનો માર પણ સહન કરી રહ્યા છે. ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ત્યારે ગુજરાતના માથે આગામી તા.4 અને 5મી જુને વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડું દ્વારકાના દરિયાકાંઠે અથડાય તેવી સંભાવના છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વર્ષી રહ્યો છે તો બીજી કુદરત પણ જાણે રિસાય હોય તેમ લાગુ રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનને કારણે એક વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું તા.4 અને 5 મીએ દ્વારકા, ઓખા અને આસપાસના વિસ્તારોને ધમરોળશે. હાલ વાવાઝોડાને પગલે જામનગરના બંદર ઉઅપર એક નંબરનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે.

જામનગરની જીજી હોસ્પીટલમાંથી આજે વધુ બે કોરોના સંક્રમિત દર્દીને અપાઈ રજા

જામનગર.તા.30                                                                      જામનગરની જીજી હોસ્પીટલમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓમાં આજે વધુ બે દર્દીની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં જામનગરમાં કોરોના વાયરસના કુલ 10  દર્દીને રજા આપવામાં આવી છે. જયારે હવે જીજી હોસ્પીટલના કોવીડ-19 વોર્ડમાં 7 દર્દી સારવાર હેઠળ છે. જામનગરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. જામનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52 દર્દી નોંધાયા છે. જેમાં બે દર્દીના મોત થઇ ચુક્યા છે. જયારે અન્ય દર્દીઓને શહેરની જાણીતી સરકારી જીજી હોસ્પીટલમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ-19 વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી  હતી. તેવામાં આજે બે દર્દીની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. જામનગરથી છેલ્લા ત્રણ દિવસથી સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. બે દિવસ અગાઉ જીજી હોસ્પીટલમાં કોરોના સંક્રમિત એક જ પરિવારના પાંચ સભ્યો  સારવાર હેઠળ હતા. જેમની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. જયારે ગઈકાલે પણ ત્રણ દર્દીને રજા આપવામાં આવી હતી. ત્યા

મુંબઇથી આવેલા જામનગરના પુરૂષ અને મહિલાનો રિપોર્ટ પોઝીટીવ

બે કેસ વધતા જામનગર જિલ્લાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 53 થઇ: આજે સાંજે બે દર્દીઓને રજા અપાય તે પહેલાં સવારે બે નવા દર્દી જી.જી.હોસ્પિટલમાં દાખલ થયા: જામનગર જિલ્લામાં કોરોનાને પછડાટ આપનાર દર્દીઓનું પ્રમાણ 79.24 ટકા જામનગર તા.30 જામનગર જિલ્લામાં આજે ફરી કોરોનાએ ફૂંફાડો મારતા વધુ બે કેસ પોઝીટીવ આવ્યા છે. મુંબઇથી આવેલા બે પ્રવાસીઓને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇન કરાયા હતાં. ગઇકાલે તેમના સેમ્પલ લઇ જી.જી.હોસ્પિટલની કોરોના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આજે સવારે આ બન્ને પ્રવાસી નાગરિકોનો રિપોર્ટ પોઝીટીવ આવતા જામનગર જિલ્લાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 53 થઇ છે. જ્યારે જી.જી.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જામનગર જિલ્લામાં તા.પ એપ્રિલથી કોરોનાની એન્ટ્રી થઇ હતી. દરેડના શ્રમિક પરિવારના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. કમનસીબે કોરોનાનું આ પ્રથમ દર્દી બે દિવસમાં મોતને ભેટ્યું હતું. આ પછી સતત 25 દિવસ સુધી જામનગર જિલ્લામાં કોરોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. આ પછી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેસ આવવાનું શરૂ થયું હતું. અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈ

મુંબઈથી ફ્લાઈટમાં આવેલ નાગરિકોએ પોતાની ઉપસ્થિતિની નોંધ કરાવવવા એસપીની ટકોર

જામનગર તા. 29 જામનગરમાં બહારના રાજયોમાંથી ફ્લાઈટ મારફતે આવતા નાગરિકોએ પોતાની હાજરી અંગે પોલીસ દફતર અને આરોગ્ય તંત્રનો સંપર્ક કરે એમ જીલ્લા પોલીસ વડાએ સુચનાં આપી છે. અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. અમુક સખ્સો પોતાની હાજરી છુપાવતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હોવાનું સામે આવતા એસપીએ સુચના આપી છે. જામનગરમાં કોરોના વાયરસ સંક્રમિત થતો અટકાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં જે દર્દીઓ સામે આવ્યા છે જેમાના મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જેને લઈને જામનગરમાં લોકલ સંક્રમણ અટકે તે હેતુથી આરોગ્ય અને પોલીસે ક્વોરેન્ટાઈન કાર્યવાહીને વધુ મહત્વ આપ્યું છે છતાં પણ બહારથી આવતા નાગરિકો પોતાની ઓળખ છુપાવી શહેરમાં આવી જતા હોવાની વિગતો સામે આવી છે જેમાં મુબઈથી ફ્લાઈટ વાટે રાજકોટ આવી જામનગરમાં આવી જતા નાગરિકો વિશેષ છે એવી બાબતો સામે આવતા પોલીસ વડાએ ચેતવણી આપી નાગરીકોને સામે આવવા અપીલ કરી છે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. 

રિલાયન્સે ચીનથી ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પીપીઈ કિટ તૈયાર કરી

દરરોજ 1 લાખ પીપીઈ કિટ તૈયાર થઈ રહી છે: 10,000 લોકોને રોજગારી આપે છે: અનેકગણી સસ્તી કોરોના ટેસ્ટિંગ કિટ વિકસિત કરી: ટેસ્ટિંગ સ્વેબ ચીનથી 10 ગણી સસ્તી પડે છે જામનગર તા.29 કોરોનાવાયરસ સમયગાળા દરમિયાન વિવિધ મોરચા પર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ  કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત છે. કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં દરરોજ 1 લાખ પીપીઈ કિટ બનાવવામાં આવે છે. એક તરફ, ચીનથી આયાત થતી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ  કિટની કિંમત કિટદીઠ રૂ. 2000 થાય છે. તો બીજી તરફ, રિલાયન્સની કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ રૂ. 650માં પીપીઆઈ કિટ બનાવે છે. પીપીઈ કિટ ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપરાંત પોલીસ અને સફાઈ કામદારો જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાવાયરસના ઇન્ફેક્શનથી બચાવે છે. દરરોજ એક લાખથી વધારે પીપીઈ કિટ બનાવવા માટે રિલાયન્સે પોતાના વિવિધ ઉત્પાદન કેન્દ્રોને આ કામમાં લગાવ્યાં છે. જામનગરમાં સ્થિત દેશની સૌથી મોટી રિફાઇનરીએ એવા પેટ્રોકેમિકલ્સનું મોટા પાયે

પાર્ક કોલોનીની એચ.ડી.એફ.સી.બેંકમાં આગના છમકલાથી નાશભાગ

જામનગર તા.29: જામનગરમાં પટેલકોલોની રોડ ઉપર પાર્ક કોલોનીમાં આવેલ એચ.ડી.એફ.સી.બેંકની અંદર આજે સવારે આગનું છમકલું થતા ભારે નાશભાગ મચી ગઇ હતી. જામનગરમાં પટેલકોલોની રોડ ઉપર સેન્ટઆન્સ સ્કુલની સામેના ભાગે પાર્ક કોલોનીમાં એચ.ડી.એફ.સી.બેંકની શાખા જોગર્સ પાર્ક નજીક આવેલી છે. આ બેંકમાં આજે સવારે 10:30 કલાકે અચાનક બીજે માળે આવેલ યાંત્રિક કેબિનમાં રહેલું સ્ટેબીલાઇઝરમાં અચાનક આગની જ્વાળા પ્રગટી હતી. આગ લાગતા જ બેંકની અંદર રહેલા કર્મચારીઓ અને ગ્રાહકોમાં નાશભાગ મચી ગઇ હતી. આ ઉપરાંત ત્યાંથી પસાર થતા લોકોનું પણ ટોળુ ભેગું થઇ ગયું હતું. આગ અંગે ફાયર બ્રિગેડ શાખાએ જાણ થતા વોટર ફાયર યુનિટ સાથે સ્ટાફ દોડી ગયો હતો અને આગ ઓલવી નાંખી હતી. આગને લીધે કોઇ મોટું નુકશાન થયું નહી હોવાનું જાણવા મળે છે. 

જામનગરના યુવાઓ લોકડાઉનમાં બન્યા ઓનલાઇન ફિલ્મ, વેબ સીરીઝ જોવાના ક્રેઝી

લોક ડાઉન દરમ્યાન ઘરની બહાર ન નીકળવાની છૂટ, સિનેમા બંધ હોવાના કારણે યુવાઓએ કર્યો ઇન્ટરનેટનો ભરપુર ઉપયોગ: ફિલ્મ ઉપરાંત હાલ વેબ સીરીઝનો યુવાઓમાં જબરો ક્રેઝ જામનગર.તા.29 જામનગર સહીત સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકે તેવા હેતુથી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઉદ્યોગો, દુકાનો સહીત મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવામાં આવ્યા હતા. હાલ ચોથા લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે પરંતુ હજુ પણ મલ્ટીપ્લેક્સ, સિનેમા બંધ હોવાથી લોકો મનોરંજન માટે મોબાઇલ, કોમ્પ્યુટરમાં ઓનલાઈન ફિલ્મ જોઇને સમય પસાર કરી રહ્યા છે. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ જાણે કે અંદાજે 58 દિવસ સુધી થંભી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે સરકાર દ્વારા સમગ્ર દેશમાં માત્ર જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ સિવાયની તમામ, દુકાનો, ઓફિસો, ઉદ્યોગો, કારખાનાઓ, મોલ- મલ્ટીપ્લેક્સ, સિનેમા હોટેલ તમામ બંધ કરી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું. અંદાજે બે માસ સુધી લોક ડાઉન રહેતા લોકો પોતાન સમય પસાર કરવા મોટેભાગે મોબાઇલ, કોમ્પ્યુટરમાં વળગેલા જોવા મળતા હતા. તેમાં પણ યુવાનો મોબાઇલમાં ગેમ્સ રમીને તો

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યો કોરોના સામે જીત્યા જંગ

કોરોનાને મહાત આપતા પાંચેય દર્દીને અપાઇ રજા: હાલ જીજી હોસ્પીટલના કોવીડ-19 વોર્ડમાં 12 દર્દી સારવાર હેઠળ જામનગર.તા.28  જામનગરની જીજી હોસ્પીટલમાંથી આજે કોરોનાના વધુ પાંચ દર્દીને રજા આપવામાં આવી હતી. કોવીડ-19 વોર્ડમાં કુલ 17 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી આજે પાંચ દર્દીને રજા આપવામાં આવતા હવે કુલ 12 દર્દી સારવાર હેઠળ છે. જામનગર શહેર અને જીલ્લામાં પણ કોરોનાં વાયરસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52 દર્દી નોંધાઈ ચુક્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટેના તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેવામાં જીજી હોસ્પીટલમાં કોરોના વાયરસના કુલ 17 દર્દીઓ સારવાર લઇ રહ્ય હતા. જીજી હોસ્પીટલની કોવીડ-19 વોર્ડમાં સારવાર લઇ રહેલા આ 17 દર્દીમાંથી પાંચ દર્દીઓએ કોરોના સામે જીત મેળવી છે. આ દર્દીઓની તબિયતમાં સુધારો થતા આજે આ તમામ પાંચ દર્દીને રજા આપવામાં આવી હતી. આજે રજા આપવામાં આવેલા દર્દીઓમાં એક જ પરિવારના લોકો છે જેમાં સુનીલભાઈ ભટ્ટી, ભાવીશાબેન ભટ્ટી, ઇશિતા ભટ્ટી, હર્ષદ ભટ્ટી તેમજ ત્રણ વર્ષનો બાળક લક્ષ સુનીલભાઈ ભટ્ટીને રજા આપવામાં આ

કોરોનાને મ્હાત આપી પત્રકાર જગત રાવલે કરી ઘર વાપસી

જામનગર તા.28: સાંજ સમાચારના જામનગર ખાતેના પત્રકાર જગતભાઇ રાવલે કોરોનાને મ્હાત આપી આજે ઘર વાપસી કરી હતી. આજે સવારે સાંજ સમાચાર-જામનગર ઓફિસની ટીમે તેઓને તંદુરસ્ત-નિરોગી જીવન માટે સરપ્રાઇઝ શુભકામના પાઠવી હતી. જામનગર સાંજ સમાચારની પત્રકાર ટીમના સદસ્ય જગતભાઇ રાવલને તેમના પત્નીની મેડીકલ ઇમરજન્સી (મણકાની ગાદીના ઓપરેશન)માટે અમદાવાદ જવું પડયું હતું. કમનશીબે અમદાવાદથી પરત ફર્યા પછીના ત્રણ દિવસ બાદ તેમનો કોરોના અંગેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી તેમને સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી પત્રકાર જગતભાઇ રાવલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ સ્વસ્તી ઇન હોટલમાં એક સપ્તાહ કવોરેન્ટાઇનમાં રહ્યા હતા. આજે તેઓ સવારે 11 વાગ્યા બાદ હોટલેથી ઘરે જવા રવાના થયા હતા. તેઓ ઘરવાપાસી કરે તે પહેલા સવારે 9 વાગ્યે જામનગર સાંજ સમાચાર ઓફિસની ટીમ તેઓને સરપ્રાઇઝ શુભેચ્છા આપવા હોટલ પહોંચી હતી. ટીમના સાથીદારોને જોઇ જગતભાઇ પણ ભાવવિભોર થઇ ગયા હતા. જગતભાઇને ફૂલહાર અને ચોકલેટ આપી શુભકામના પાઠવાઇ હતી. કોરોના વોરિયર્સ જગત રાવલ આજે સવારે ઘરે પહોંચતા

જામનગરમાં ફુડ શાખા દ્વારા આરોગ્યને હાનિકારક કેરીના 580 કિલો જથ્થાનો નાશ કરાયો

જામનગર તા.28 : જામનગર મહાનગરપાલિકાની ફ્રુડ શાખા દ્વારા હાલના કોરોના વાયરસની મહામારીની સ્થિતિને ધ્યાને લઇ સઘન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે દરમ્યાન સાત કેરીઓના વેપારીઓના ગોડાઉન ઉપર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન અખાદ્ય આરોગ્યને હાનિકારક કેરીનો 580 કિલો જથ્થાનો નાશ કરાયો હતો અને દુધ, મીઠાઇ અને ફરસાણની 30 પેઢીઓ પર તપાસ હાથ ધરી સરકારની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાણવવા સેનીટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવા ફુડ સેફટી ઓફીસરે તાકીદ કરી હતી. કોરોના વાયરસ સંદર્ભે જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોનું લોકોને હાનિકારક વેંચાણ ન થાય તે માટે મહાનગરપાલિકાના કમિશ્ર્નર સતીષ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 3 દિવસથી આરોગ્યની ફુડ વિભાગની ટીમ સઘન ઝુંબેશ ચલાવી રહી છે. આ ફુડ વિભાગની ટીમ દ્વારા હાપા માર્કેટીંગ યાર્ડ અફજલ નુરમામદની દુકાનમાંથી 30 કિલો સડેલ અખાદ્ય મોસંબીનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરેલ છે. આ ઉપરાંત દાડમ અને કેરી વાળા ચિરાગભાઇની પેઢી ઉપર દરોડો પાડી 50 કિલો સડેલા દાડમનો જથ્થાનો નાશ કર્યો હતો અને સમીરભાઇના કેરીના ગોડાઉન ઉપર તેમજ કેશુભાઇના કેરીના ગોડાઉન ઉપર ફુડ શાખાની ટીમ ત્રાટકી હતી અને 150 કિ

જામનગર મહાનગરપાલિકાની ટેક્સ કલેક્શન વેનનું નગરભ્રમણ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી નવા અને જૂના કરવેરાની વસુલાતને વેગ આપવાના ઉદ્દેશથી ટેક્સ કલેક્શન વેનનું નગરભ્રમણ શરૂ કરવામાં આવ્યું છે. દરરોજ સવાર-સાંજ 3-3 કલાક નિયત થયેલા જુદા-જુદા વિસ્તારમાં રિક્વરી સ્ટાફ સાથે આ વેન ઉભી રહેશે. જેથી કરીને લોકોને વેરો ભરવા મહાનગરપાલિકાની કચેરી કે સીવીક સેન્ટર સુધી ધક્કો ખાવાની જરૂર નહીં પડે. એક માસ સુધી આ વેન જુદા-જુદા વિસ્તારમાં જઇ કરદાતા પાસેથી વેરો વસુલશે અને સ્થળ ઉપર જ રસીદ (પહોંચ) આપશે. આજે ડીકેવી સર્કલ નજીક ક્રોસ રોડ કોમ્પ્લેક્ષ પાસેથી આ સુવિધાનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે આ વેન પહોંચતા જ કરદાતાઓનું વેરો ભરવા આગમન શરૂ થયું હતું. 

જામનગર એસટી વિભાગને એક સપ્તાહમાં થઇ રૂ.6 લાખથી વધુની આવક

ચોથા લોક ડાઉનમાં છૂટછાટ મળતા જામનગર સહીત અન્ય જીલ્લામાં પણ શરૂ કરાઈ એસટી: જામનગર એસટી વિભાગ દ્વારા તમામ પ્રકાની સાવચેતી સાથે શરૂ કરાઈ છે એસટી બસ: સપ્તાહ દરમ્યાન 898 ટ્રીપ થકી 17069 મુસાફરોએ લીધો એસટી બસનો લાભ જામનગર.તા.26 જામનગરમાં લોક ડાઉન એસટી વિભાગને સારી એવી આવક થઇ છે. તા.20/6 થી 26/6 સુધીમાં જામનગર એસટી વિભાગને રૂ.607704ની આવક થઇ છે જયારે અત્યાર સુધીમાં 17069 મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે. દેશમાં જનતા કર્ફ્યુંના દિવસથી જ રાજ્યની એસટી બસના પૈડા થંભી ગયા હતા. સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહી તેવા હેતુ સાથે તા.22મી માર્ચે જનતા કર્ફ્યું જાહેર કારવામાં આવ્યું હતું. જનતા કર્ફ્યું બાદ તબક્કાવાર ત્રણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન એસટી બસ સદંતર બંધ રાખવામાં આવી હતી. જ્યારે હવે ચોથા લોક ડાઉનમાં અંદાજે 58 દિવસ બાદ ફરી એકવાર લોક ડાઉનમાં છૂટછાટ મળતા એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ચોથા લોક ડાઉનમાં એસટી બસ સેવા શરૂ કરવાની મંજુરી સરકારે આપ્યા બાદ ફરી એકવાર એસટી બસ દોડતી થઇ હતી. જામનગરમાં પ્રથમ જીલ્લામાં અને ત્યાર બાદ અન્ય જીલ્લામાં પણ એસટી બસ સેવા શ

જામનગર જિલ્લામાં એક જ દિવસમાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ

જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગત તા. ૨૧મીના રોજ કાલાવડ ખાતે અમદાવાદથી એક પરિવાર આવ્યો હતો. હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવેલ આ પરિવારના દંપતીના નમૂનાઓ ગઈ કાલે પોજીટીવ આવ્યા હતા, જેને લઈને બંનેને ગઈ કાલે સાંજે જ કાલાવડથી જામનગર ખાતેની કોવીડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. દરમિયાન ગઈ કાલે રાત્રે લાલપુરથી લેવામાં આવેલ એક મહિલાનો નમુનો સવારે પરીક્ષણમાં પોજીટીવ આવતા તેણીને જામનગરની કોવીડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ મહિલા તાજેતરમાં મુંબઈથી લાલપુરના પીપરટોળા ગામે વાડી વિસ્તારમાં આવી હતી અને હોમક્વોરેન્તાઈન હેઠળ રાખવામાં આવી હતી. દરમિયાન આજે બપોર બાદ થયેલ નમૂનાઓના પરીક્ષણમાં કાલાવડના બે બાળકો પોજીટીવ આવતા ચોવીસ કલાકમાં આકડો પાંચ પર પહોચ્યો છે. કાલાવડનું જે દંપતી ગઈ કાલે પોજીટીવ આવ્યું હતું તે દંપતીના આઠ વર્ષના પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી કોરોના પોજીટીવ જાહેર થયા છે. આ પરિવાર અમદાવાદથી આવ્યા બાદ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ હતો જ્યાં કોરોનાના લક્ષણ સામે આવતા તબ્બકાવાર ચારેયના નમૂનાઓનું પરીક

જામનગરના ઓટો રીક્ષા ચાલકો લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયા

જામનગર તા.26 : જામનગર શહેરમાં લોકડાઉનને કારણે ઓટો રીક્ષાના માલિકો અને ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એકતા ઓટો રીક્ષા વેલ્ફર સોસાયટીના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ રીક્ષા ચાલકો સામે ખાસ પેકેજ જાહેર કરવા રાજય સરકાર સમક્ષ માંગ કરી છે. જામનગર શહેરમાં શહેરીજનો માટે પરીવહન કરવા 7 થી 8 હજાર જેટલી રીક્ષાઓ દોડી રહી છે. લોકડાઉનના સમયે આ રીક્ષાઓ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવેલ હતો. જેના કારણે આ ઓટો રીક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ જે ઓટો રીક્ષા ચાલકોએ રીક્ષા ભાડા ઉપર ચલાવીને તેનું જીવન નિર્વાણ ચલાવતા હતાં તેઓની રોજગારી જ બબ્બે માસથી બંધ થઇ ગઇ છે. જેને કારણે તેઓ આર્થિક સંક્રામણમાં મોકાયા હોવાની ફરિયાદ ઓટો રીક્ષા ચાલકો કરી રહ્યા છે. જામનગર શહેરમાં ઓટો રીક્ષાના ચાલકો અને માલિકો દ્વારા એકતા ઓટો રીક્ષા વેલફેર સોસાયટી નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થાના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ ઓટો રીક્ષાના ચાલકો અને તેના માલિકો હાલમાં આ લોકડાઉનને લઇને આર્થિક રીતે ખુબ જ નુકશાની વેઠી રહ્યા છે. એક તરફ જે ઓટો રીક્ષાના માલિકોએ લોન અથવા હપ્તેથી રીક્ષા લીધી હતી તેના હપ્તા કયાંથી ભરવા તેની મુંઝવણમાં મુકાયા છ

જામનગરમાં જન્માષ્ટમીનો મેળો રદ થવાની શકયતા

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત ચાલુ છે: પોઝીટીવ કેસની સંખ્યા અર્ધી સદી નજીક પહોંચી: હજારોની મેદનીવાળા મેળો યોજાય તો સ્થાનિક સંક્રમણ ફાટી નિકળવાની દહેશત: ગુરૂવારે મળનારી બેઠકમાં લોકમેળા મુદ્દે નિર્ણય લેવાવાની શકયતા જામનગર તા.26: જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવના 49 કેસ નોંધાઇ ચુકયા છે અને હજુ નવા કેસ આવી રહ્યા છે ત્યારે આ વખતનો શ્રાવણી લોક મેળો જામનગર મહાનગરપાલિકા લોકહિતમાં રદ કરે તેવી શકયતા છે. જામનગર શહેર અને જિલ્લામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોક મેળાનું 5 દિવસ માટે આયોજન થાય છે. મેળાના આયોજન માટે પ્રદર્શન મેદાન જિલ્લા તંત્ર પાસેથી મહાનગરપાલિકા મેળવે છે અને તેમાં પ્લોટીંગ પાડી  ખાન-પાન, રમકડા અને રાઇડ માટે ધંધાર્થીઓને હરરાજીથી ભાડે આપે છે. આ ઉપરાંત નાગમતી નદીના પટમાં પણ મેળાના ધંધાર્થીઓને પ્લોટ ભાડે આપવામાં આવે છે. દર વર્ષે લાખો રૂપિયાની આવક જામનગર મહાનગરપાલિકા જન્માષ્ટમી-શ્રાવણી લોકમેળાથી મેળવતી હોય છે. આજે હવે જેઠ મહિનો શરૂ થઇ ગયો છે. સામાન્ય રીતે મેળાની તૈયારીના ભાગરૂપે 20-25 દિવસ અગાઉ તજવીજ શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનો કોપ શ્રા

જામનગર જિલ્લામાં કોરોનાની અર્ધી સદી: જી.જી.હોસ્પિટલમાં 15 દર્દી દાખલ

કાલાવડના અમદાવાદથી આવી હોમ કવોરેન્ટાઇન થયેલા દંપતિના રિપોર્ટ પોઝીટીવ: આજે લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વાડી વિસ્તારમાં રહેતી મહિલાનો રિપોર્ટ પોઝીટીવ: ત્રણેય દર્દીને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા: પીપરટોડાની મહિલા મુંબઇથી આવ્યા બાદ થઇ હતી હોમ કવોરેન્ટાઇન: ગઇકાલે આવેલા 70 માંથી 69 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ: આજે જામનગરના 8, પોરબંદરના 38, દ્વારકાના 63 અને મોરબીના 52 સેમ્પલ આવ્યા જામનગર તા. 26 : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આજે કોરોનાનો એક કેસ નોંધાતા જામનગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની અડધી સદી પુરી થઇ છે. ગઇકાલે કાલાવડમાં એક દંપતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ત્રણેય દર્દીને જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. જામનગર જિલ્લામાં લોકડાઉન શરૂ થયા બાદ 5 મી એિ5્રલે કોરોનાની એન્ટ્રી થઇ હતી. દરેડ ગામે રહેતા ઉત્તર પ્રદેશના વતની એવા શ્રમિક પરિવારના 14 માસના બાળકનો આ પ્રથમ કોરોના પોઝીટીવ કેસ હતો જે બે દિવસમાં જ મૃત્યું પામતા કોરોનાથી પ્રથમ મોતનો આ કિસ્સો હતો. આ પછી 25 દિવસ સુધી એક પણ કેસ નોંધાયો ન હતો પરંતુ તે પછી અન્ય જિલ્લા અને રાજયમાં ફસાયેલા લોકોનું આગમન શરૂ થતાં જામનગર જિલ્લામાં કોરોનાના કે

બંગાળ પછી હવે શું ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો?

ગાંધીનગર: ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતાછે. ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે. ( ફાઈલ ફોટો છે )

મુંબઇથી આવેલા વધુ એક પ્રવાસીનો રિપોર્ટ પોઝીટીવ

મુંબઇથી આવ્યા બાદ સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇનમાં હોવાથી લોકલ સંક્રમણ અટક્યું: જામનગર જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક વધીને 47 થયો: 80 ટકાથી વધુ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી જવાબદાર જામનગર તા. 25 : જામનગરમાં બે દિવસ બાદ કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. મુંબઇથી આવેલા આઘેડ કોરોના સંક્રમીત હોવાનું રિપોર્ટમાં જાહેર થયું છે. જો કે, તેઓને સીધા સમરસ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરાયા હોય શહેરમાં પ્રવેશ કર્યો ન હોવાથી તંત્ર અને શહેરીજનોએ રાહત અનુભવી છે. શહેરના અન્ય 69 અને દેવભૂમિ દ્વારકા સહીત અન્ય જિલ્લાના 95 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. લોકડાઉન-4 માં મહતમ છૂટછાટથી અન્ય શહેરોમાં કોરોનાના પોઝીટીવ કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે જામનગરમાં છેલ્લાં બે દિવસમાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. શનિવારે જામનગરના 70  શંકાસ્પદ દર્દીના રિપોર્ટ પેન્ડીંગ રહ્યા હતાં. જે રવિવારે સવારે આવતા 1 દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતા આધેડ મુંબઇથી આવ્યા હોય તેને સીધા સમરસ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી શહેરમાં પ્રવેશ

જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ રદ્દ ટ્રેનની ટિકીટના રિફંડ ચુકવવાનું આજથી શરૂ

જામનગર તા.25 કોરોના સંક્રમણને લઈને દેશમાં રેલ્વે સહિતની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જો કે લોકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરી મોટાભાગની સેવાઓ રાબેતા મુજબ કરી છે. કેન્દ્ર સરકાર પણ હવે મોટાભાગની જાહેર સેવાઓ શરુ કરવા જઈ રહી હોવાનાં સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારની સૌથી મોટી પરિવહન રેલ્વે સેવાને હરી જંડી આપવા જઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે. પશ્ચિમ રેલ્વે દ્વારા આવતી કાલથી સૌરાષ્ટ્રના મોટા ભાગના રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે એમ રાજકોટ શાખાના પીઆરઓ વિવેક તિવારીએ એક પ્રેસબ્રીફમાં જણાવ્યું છે. કોરોના સંક્રમણને કારણે 22 માર્ચથી 30 જુન સુધી રેલ્વે પરિવહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જે મુસાફરોએ  આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે ટીકીટ બુક કરાવી હતી તે પેસેન્જરો પુરા રુપીયા સાથે રીફંડ ચુકવવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર ખોટી ભીડ ન થાય તે માટે વિભાગ દ્વારા અગાઉથી જ સપ્તાહ સુધીના મુસાફરોને બોલાવી વિતરણ વ્યવસ્થા ઉભી કરી છે. જામનગર સહિત હાલારના ઓખા, દ્વારકા ભક્તિનગર, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશન પરથી રીજર્વેશન કાઉન્ટર ખુલ્લા મુકવામાં

હાપા માર્કેટીંગ યાર્ડ આવતી કાલથી ખેડુતો માટે ફરી ધમધમતું બનશે

કપાસ, તલ, મગ, તુવેર, અળદ, મઠ,મેથી, બાજરો સહિતની આવક શરૂ જામનગર તા.25 : જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ હાપા ખાતે શનિવારના રોજ ચણા, ઘઉં, ધાણા, મગની હરરાજીમાં ખેડુતો આવ્યા હતાં. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે, યાર્ડ ખાતે ધાણાની હરરાજી માટે 100 ખેડુતોને જેમાંથી 96 ખેડુતો પોતાના ધાણાના વેંચાણ માટે આવ્યા હતાં. યાર્ડ ખાતે ધાણાની આવક 2196 ગુણીની નોંધાઇ હતી. ધાણાનો ભાવ મણનો રૂા. 750 થી 1320 રહ્યો હતો. સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની લોકડાઉનની ગાઇડ-લાઇનના અમલ વચ્ચે જામનગર માર્કેટીંગ યાર્ડ ધમધમી રહ્યું છે. એટલું જ નહીં ખેડુતોને પણ પોતાની જણસીનું વ્યાજબી ભાવ સંતોષકારક રીતે મળી રહ્યો છે. તેવા સમયે ખેડુતોનો માલ ખરીદવા માટે વેપારીઓ અને કમિશ્ન એજન્ટો પણ ખરીદી કરવા હરરાજીમાં આવી પહોંચે છે. યાર્ડ ખાતે દૈનિક 315 જેટલા ખેડુતો હરરાજીમાં પોતાનો ખેત માલ લઇને આવી પહોંચે છે. યાર્ડ ખાતે ઘઉંની હરરાજી માટે 175 ખેડુતોને બોલાવવામાં આવે જેમાંથી 110 જેટલા ખેડુતો ઘઉં લઇને આવ્યા હતાં. યાર્ડ ખાતે ઘઉંની આવક 15640 મણ નોંધાઇ હતી. ઘઉંના મણનો ભાવ રૂા. 335 થી 365 વચ્ચે રહ્યો હતો. યાર્ડ ખાતે મ

કિશાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પરના પોલીસ દમન અંગે પગલા ભરવા માંગણી

જામનગર તા.25 જામનગરના કોંગ્રેસ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી કિશાન કોંગ્રેસના અધ્યક્ષને સરકારના ઇશારે રાજકોટમાં પોલીસ દ્વારા માર મરાયાની ઘટનાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા કલેકટરને કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, વિરોધપક્ષ નેતા અલતાફભાઈ ખફી તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા દ્વારા આવેદન આપી રજુઆત કરી કે વૈશ્વિક કોરોના મહામારીમાં 55 દિવસના લોકડાઉનના પરિણામે તમામ ધંધા-રોજગાર બંધ છે. સામાન્ય-મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મોઘી વિજળી, સિંચાઈના મોંઘા પાણી સહિતના કારણે દિવસેને દિવસે ખેતી અને ખેતપેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટીતંત્ર જાગૃત થાય તે હેતુસર લોકત્રાંતિક રીતે ડુંગળી સહિતની ખેતપેદાશો પીએમ કેર ફંડ માં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા અને

જિયો પ્લેટફોર્મમાં કેકેઆરનું રૂ. 11,367 કરોડનું રોકાણ

આ રોકાણ જિયોના ભારત માટે ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના વિઝનને વેગ આપશે :  જિયો પ્લેટફોર્મ્સે ગયા મહિનામાં દુનિયાનાં અગ્રણી ટેકનોલોજી રોકાણકારો પાસેથી રૂ. 78 , 562 કરોડનું રોકાણ મેળવ્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( “ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ” ) અને ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ ( “ જિયો પ્લેટફોર્મ્સ ” )માં ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ કરવા માટે જાણીતી વિશ્વની અગ્રણી કંપની કેકેઆર રૂ. 11 , 367 કરોડનું રોકાણ કરશે. આ કેકેઆરનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે અને જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકો હિસ્સો મેળવશે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 કરોડ થયું છે અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 5.16 લાખ કરોડ થયું છે. ગયા મહિના દરમિયાન અગ્રણી ટેકનોલોજી રોકાણકારો ફેસબુક ,  સિલ્વર લેક ,  વિસ્ટા ,  જનરલ એટલાન્ટિક અને કેકેઆરએ જિયો પ્લેટફોર્મ્સમાં કુલ રૂ. 78 , 562 કરોડનું રોકાણ કર્યું છે.   રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે ,  જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિ

જખૌ નજીક ક્રિક વિસ્તારમાંથી મળી આવ્યું 24 લાખનું ચરસ

જખૌ : સૌરાષ્ટ્ર કચ્છનો દરિયા કિનારો કેફી દ્રવ્યો અને સોના - ચાંદીની દાણચોરી માટે ખરડાયેલો છે ત્યાં કચ્છના જખૌ નજીક ક્રિક વિસ્તારમાંથી લાખો રૂપિયાનો ચરસનો જથ્થો મળી આવ્યો છે . દાવો કરવામાં આવી રહ્યો છે કે પશ્ચિમ કચ્છ પોલીસ જયારે ક્રિક   વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શેખરણ પીર ટાપુ વિસ્તાર માંથી 24 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે . ચરસના જુદા જુદા પ્રમાણમાં ભરીને પેક કરવામાં આવેલ 16 પેકેટ તરતી હાલતમાં મળી આવ્યા છે . હાલ પોલીસની જુદી જુદી ટુકડીઓ ક્રિક વિસ્તારમાં ઉતારી દેવામાં આવી છે અને વધુ જથ્થો હોવાની આશંકા સાથે કિનારાના વિસ્તરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે . ( તસ્વીર પ્રતીકાત્મક છે )

જામનગરમાં બીજા દિવસે પણ બીડી-તમાકું ખરીદવા લોકોની પડાપડી

જામનગર તા.20 :  જામનગરમાં લોકડાઉન-4માં મળેલી છુટછાટ પછી આજે બીજા દિવસે પણ બજારમાં લોકોની ભીડ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી હતી. એટલું જ નહીં ખાસ આ દુકાનો પર તો ખરીદી કરવા માટે લોકોની કતારો લાંબી લાગી હતી. લોકો દુકાનો પર ભીડમાં સોશ્યલ ડિસ્ટન્સનું પણ ભાન ભુલી ગયા હતાં.  જામનગરમાં આજે બીજા દિવસે સવારમાં આઠ વાગ્યા પહેલાં જ એટલે કે, માર્કેટમાં દુકાનો ખુલે તે પહેલાં જ લોકોની ખરીદી કરવા માટે થઇને લાંબી કતારો લાગી ગઇ હતી. જેમાં ખાસ કરીને તમાકુ અને પાનની દુકાનો પર લોકોની વધુ ભીડ જોવા મળતી હતી. રસ્તા ઉપર તો ટોળા ઉમટ્યા હતાં. માત્ર પાન-તમાકુની દુકાનો પર જ નહીં પરંતુ ફરસાણ, પ્રોવિઝન સ્ટોર્સ સહિતની દુકાનો પર લોકોની ભીડ લાગી હતી. જો કે, અન્ય દુકાનો પર પાંખી હાજરી લોકોની રહી હતી. આ ભીડમાં લોકો સરકારના સોશ્યલ ડિસ્ટન્સનું ભાન પણ ભુલ્યા હતાં. એટલું જ નહીં અનેક લોકોના મોં પર માસ્ક પણ બાંધેલા ન હોય તેવું નજરે પડ્તું હતું. જામનગરમાં મહાનગરપાલિકાના કમિશ્ર્નર દ્વારા જાહેરનામું જે બજાર અંગેનું બહાર પાડેલ છે. તે મુજબ એકી-બેકીનો અમલ કરાવવા માટે અને તે પ્રમાણે વેપારીઓ દ્વારા દુકાનો ખોલવામાં આવે તે જરૂરી હો

અમદાવાદ ગયેલા જામનગરના મેડીકલ કોલેજના ડોકટરને કોરોના પોઝીટીવ

જામનગર તા.20 : જામનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જી.જી.હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતા 12 ડોકટરની ટીમ અમદાવાદ કોરોનાના દર્દીઓની સારવાર અર્થે ગયેલ હતી. તે પૈકી વધુ એક ડોકટરને કોરોના પોઝીટીવ પરીક્ષણ દરમ્યાન સામે આવ્યું હતું. જેને લઇને આ ડોકટરને જી.જી. હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે. જો કે, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઇએ જણાવ્યું હતું કે, રેસીડેન્ટ ડોકટરની તબીયત સારી છે હાલ સારવાર હેઠળ છે. આ ડોકટર અમદાવાદથી આવ્યા બાદ લાખાબાવળ કોરોન્ટાઇન સેન્ટરમાં કોરોન્ટાઇન થયેલ તે દરમ્યાન તેનો રીપોર્ટ કરવામાં આવતા આ ડોકટર કોરોન્ટાઇન પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવ્યો છે. જે ને લઇને આ ડોકટરને કોવિડ હોસ્પિટલમાં ડોકટરના નેજા હેઠળ હાલ સારવાર આપવામાં આવી રહી છે.  જો કે એ વાત પણ જાહેર થઇ છે કે, અમદાવાદ જે કોઇ રેસિડેન્ટ ડોકટરો કોરોનાની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જાય છે તે તમામ ડોકટરોનું જામનગર કોરોન્ટાઇન થયા બાદ મેડીકલ ચેકઅપ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આજે જયારે એક ડોકટરનું કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે ત્યારે અન્ય તબીબોનો પણ મેડીકલ રીપોર્ટ કોરોના અંગેનો કરવા મ

જામનગરમાં આવતીકાલથી લોકડાઉન ત્રણના નિયમો મુજબ ગ્રેઈન માર્કેટ ખુલશે

રીટેઇલર અને છૂટક ગ્રાહકો ઉમટી પડતા જીલ્લા પોલીસ વડાએ અગાઉની પાસ સીસ્ટમ અમલમાં મૂકી: આવતી કાલથી જૂની સીસ્ટમ મુજબ વ્યાપાર જામનગર તા.20 જામનગરમાં લોકડાઉન ચારના શરૂઆતી તબક્કામાં ગ્રેઇન માર્કેટમાં સતત બીજા દિવસે ગ્રાહકોની લાઈનો લાગી જતા આંતરિક વ્યવસ્થાના છોતરા ઉડી ગયા હતા. સામજિક અંતરના લીરેલીરા ઉડતા પોલીસે આવતીકાલથી લોકડાઉન ત્રણ મુબજની ખરીદ પ્રકિયા અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમિત થતો અટકાવવા સરકાર દ્વારા જામનગર સહિત દેશભરમાં ત્રણ-ત્રણ લોકડાઉનના તબક્કાઓની અમલવારી કરી હતી. લાંબો સમયગાળો લોકડાઉન ચાલતા સરકાર દ્વારા થોડી છૂટછાટ સાથે રાજ્યમાં ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. જામનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન નક્કી કરે હળવા નિયંત્રણો સામે ચોથા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. ચોથા તબક્કામાં મોટા ભાગના વ્યવસાય ખોલી દેવામાં આવ્યા છે. જામનગરમાં આ જ સીસ્ટમ અમલમાં મુકાઈ છે. બજાર ખુલી જતા પ્રથમ દિવસે જ શહેરની હાર્દ સમી ગ્રેઇન માર્કેટમાં ગ્રાહકોનો તોતિંગ ઘસારો થતા અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. પાન-મસાલાની હોલસેલ પેઢીઓ બહાર છૂટક ધંધાર્થીઓ સાથે ગ્રાહકોએ ખરીદી માટે લાઈન

જામનગરની જી.જી.હોસ્પિટલના વધુ બાર તબીબોને અમદાવાદ ફરજ માટે મોકલાયા

જામનગર તા.20 જામનગરની ગુરુ ગોવિંદસિંધજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ પાંચ તબીબોને કોવીડ-19ની આપત્કાલીન મેડીકલ સેવાના ભાગ રૂપે અમદાવાદ ફરજ સોંપવામાં આવી છે. પ્રથમ ટુકડીના જ અમદાવાદ ગયેલ તબીબો પૈકી ચાર તબીબો કોરોનાગ્રસ્ત બન્યા બાદ તબીબોમાં રોષ ફેલાયો હતો અને રાજ્ય સરકાર દ્વારા હવે પછી ફરજ નહી સોપવામાં નહી આવે તેમ પણ ખાતરી આપવામાં આવી હતી. છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા વધુ બાર તબીબોના ઓર્ડર કાઢી અમદાવાદ રવાના કરવામાં આવતા અન્ય તબીબી આલમમાં ફરી રોષ પ્રબળ બન્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં અમદાવાદ બફર સ્ટેશન પુરવાર થયું છે. રાજ્યના મોટાભાગના કેશ પૈકી મહતમ દર્દીઓમાં અમદાવાદના દર્દીઓનો સમાવેશ થાય છે. એક્ટીવ કેશનું સતત પ્રમાણ વધતા અમદાવાદની સરકારી હોસ્પિટલ્સમાં તબીબોની ઘટ ઉભી થઇ હતી. જેને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી તબીબોને અમદાવાદની ફરજ સોપી હતી. જેમાં પ્રથમ વખત જામનગર ખાતેથી કોલેજ ફેકલ્ટીઝ સહીત 24 તબીબોને અમદાવાદ જવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સાપ્તાહિક ફરજ બજાવ્યા બાદ રીપોર્ટ કરવામાં આવતા 24 પૈકી ચાર તબીબો કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેને લઈને તબી

જામનગરથી 1600 શ્રમિકો સાથેની વધુ 1 ટ્રેન દાનાપુર જવા રવાના

જામનગરથી દાનાપુર માટે આજે સવારે 11 વાગ્યે વધુ એક શ્રમિક સ્પેશ્યલ ટ્રેન રવાના થઇ હતી. આ ઉપરાંત આજે રાત્રે બાંકા (બિહાર) માટે વધુ એક શ્રમિક ટ્રેન રવાના થનાર છે. આજે 30 બસો મારફત શ્રમિકોને તેના વિસ્તારથી રેલવે સ્ટેશને લઇ જવામાં આવ્યા હતાં. થર્મલ સ્કેનીંગ વડે તમામ મુસાફરોની આરોગ્ય તપાસણી કરાઇ હતી. દરેક માફરને પાણીની બોટલ અને ફુડ પેકેટ આપવામાં આવ્યા હતાં. દરેકને તેના કોચમાં અને બુક થયેલ સીટ ઉપર ટિકીટ ચેકિંગ થયેલ સીટ ઉપર ટિકીટ ચેકિંગ સ્ટાફ માર્ગદર્શન આપી બેસાડ્યા હતાં. 1600 થી શ્રમિકો સાથેની આ ટ્રેન સવારે 11 વાગ્યે દાનાપુર જવા રવાના થઇ હતી.