બે કેસ વધતા જામનગર જિલ્લાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 53 થઇ: આજે સાંજે બે દર્દીઓને રજા અપાય તે પહેલાં સવારે બે નવા દર્દી જી.જી.હોસ્પિટલમાં દાખલ થયા: જામનગર જિલ્લામાં કોરોનાને પછડાટ આપનાર દર્દીઓનું પ્રમાણ 79.24 ટકા
જામનગર તા.30
જામનગર જિલ્લામાં આજે ફરી કોરોનાએ ફૂંફાડો મારતા વધુ બે કેસ પોઝીટીવ આવ્યા છે. મુંબઇથી આવેલા બે પ્રવાસીઓને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇન કરાયા હતાં. ગઇકાલે તેમના સેમ્પલ લઇ જી.જી.હોસ્પિટલની કોરોના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આજે સવારે આ બન્ને પ્રવાસી નાગરિકોનો રિપોર્ટ પોઝીટીવ આવતા જામનગર જિલ્લાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 53 થઇ છે. જ્યારે જી.જી.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
જામનગર જિલ્લામાં તા.પ એપ્રિલથી કોરોનાની એન્ટ્રી થઇ હતી. દરેડના શ્રમિક પરિવારના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. કમનસીબે કોરોનાનું આ પ્રથમ દર્દી બે દિવસમાં મોતને ભેટ્યું હતું. આ પછી સતત 25 દિવસ સુધી જામનગર જિલ્લામાં કોરોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. આ પછી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેસ આવવાનું શરૂ થયું હતું.
અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ આજે જણાવ્યા અનુસાર જી.જી.હોસ્પિટલની કોરોના લેબોરેટરીમાં ગઇકાલે બીજા બેચમાં કુલ 54 સેમ્પલ પરિક્ષણ અર્થે આવ્યા હતાં. આ તમામ સેમ્પલ જામનગર જિલ્લાના હતાં. આ પૈકી 52 ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં જ્યારે બે સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં. આથી જામનગર જિલ્લાના કોરોના પોઝીટીવનો કુલ આંક વધીને 53 થયો છે. જે-જે શંકાસ્પદ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવે તેને સારવાર માટે ગુરૂ ગોવિંદસિંહ કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. આથી જે બે દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેઓને પણ જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જે બે દર્દીના રિપોર્ટ આજે સવારે પોઝીટીવ જાહેર થયા છે તે બન્ને દર્દીઓ મૂળ જામનગર પંથકના જ છે પરંતુ મુંબઇથી આવ્યા હોવાથી તેઓને ઠેબા ગામ નજીકની સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇન કરાયા હતાં અને હવે તેઓને હોસ્પિટલ ખસેડાયા છે.
જામનગર જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 53 દર્દીઓને જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ પૈકી આજ દિવસ સુધીમાં 42 દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા થવાને કારણે રજા આપવામાં આવી છે. જ્યારે બે દર્દીના મૃત્યુ નિપજ્યાં હતાં. આજે સવારની સ્થિતિએ જી.જી.હોસ્પિટલ ખાતે હવે 9 દર્દીઓ સારવાર હેઠળ છે. આ પૈકી વધુ બે દર્દીને બપોર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર છે. આથી આજે સાંજે હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા ઘટીને 7 થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
આજે જે બે પોઝીટીવ કેસ જાહેર થયાં છે તે બન્ને જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાં રહે છે અને પુરૂષ દર્દીની ઉંમર 27 વર્ષ તથા મહિલા દર્દીની ઉંમર 20 વર્ષની છે. આ બન્ને મુંબઇથી આવ્યા હતાં. જામનગર જિલ્લામાં કોરોનાના 53 દર્દીમાંથી સાજા થયેલ દર્દીઓની ટકાવારી 79.24 ટકા જેટલી નોંધાઇ છે.

Comments
Post a Comment