ચોથા લોક ડાઉનમાં છૂટછાટ મળતા જામનગર સહીત અન્ય જીલ્લામાં પણ શરૂ કરાઈ એસટી: જામનગર એસટી વિભાગ દ્વારા તમામ પ્રકાની સાવચેતી સાથે શરૂ કરાઈ છે એસટી બસ: સપ્તાહ દરમ્યાન 898 ટ્રીપ થકી 17069 મુસાફરોએ લીધો એસટી બસનો લાભ
જામનગર.તા.26
જામનગરમાં લોક ડાઉન એસટી વિભાગને સારી એવી આવક થઇ છે. તા.20/6 થી 26/6 સુધીમાં જામનગર એસટી વિભાગને રૂ.607704ની આવક થઇ છે જયારે અત્યાર સુધીમાં 17069 મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે.
દેશમાં જનતા કર્ફ્યુંના દિવસથી જ રાજ્યની એસટી બસના પૈડા થંભી ગયા હતા. સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહી તેવા હેતુ સાથે તા.22મી માર્ચે જનતા કર્ફ્યું જાહેર કારવામાં આવ્યું હતું. જનતા કર્ફ્યું બાદ તબક્કાવાર ત્રણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન એસટી બસ સદંતર બંધ રાખવામાં આવી હતી. જ્યારે હવે ચોથા લોક ડાઉનમાં અંદાજે 58 દિવસ બાદ ફરી એકવાર લોક ડાઉનમાં છૂટછાટ મળતા એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં ચોથા લોક ડાઉનમાં એસટી બસ સેવા શરૂ કરવાની મંજુરી સરકારે આપ્યા બાદ ફરી એકવાર એસટી બસ દોડતી થઇ હતી. જામનગરમાં પ્રથમ જીલ્લામાં અને ત્યાર બાદ અન્ય જીલ્લામાં પણ એસટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં જામનગર, દ્વારકા, જુનાગઢ, રાજકોટ, મોરબી જીલ્લામાં પણ એસટી બસ શરૂ કરવામાં આવી છે. જેના કારણે એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જવા માંગતા મુસાફરોને પણ રાહત મળી છે. ખાનગી બસ બંધ હોવાનો લાભ એસટી વિભાગને મળી રહ્યો છે.
જામનગર એસટી વિભાગના ડીવીઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી. ડાંગરે જણાવ્યું હતું કે, જામનગર એસટી વિભાગ દ્વારા તમામ પ્રકારની સાવચેતી સાથે એસટી બસ શરૂ કરી છે. જેમાં એસટી બસમાં મુસાફરી કરવા આવતા તમામ મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. જયારે એસટી બસ સેનેટાઈઝ કરવામાં આવે છે. તેમજ માર્યાદિત મુસાફરો સાથે એસટી બસમાં સોશ્યલ ડીસટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જામનગરમાં એસટી વિભાગ દ્વારાતા.20/5 થી તા.26/5 સુધીમાં કુલ 898 ટ્રીપ લગાવવામાં આવી છે. જેમાં કુલ 17069 મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે. જયારે જામનગર એસટી વિભાગને કુલ રૂ.607704ની આવક થઇ છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે રાજ્યમાં જનતા કર્ફ્યું જાહેર કર્યું ત્યારથી જ એસટી બસના પૈડા થંભી ગયા હતા અને અંદાજે 58 દિવસ એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેતા એસટી વિભાગને કરોડો રૂપિયાની આવક ગુમાવી પડી હતી. તેવામાં હવે ચોથા લોક ડાઉનમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા હવે આંશિક રીતે એસટી બસ રાજ્યમાં દોડતી થતા એસટી વિભાગને ફરી ધીમી આવક શરૂ થઇ છે.

Comments
Post a Comment