જામનગર તા.25
કોરોના સંક્રમણને લઈને દેશમાં રેલ્વે સહિતની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જો કે લોકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરી મોટાભાગની સેવાઓ રાબેતા મુજબ કરી છે. કેન્દ્ર સરકાર પણ હવે મોટાભાગની જાહેર સેવાઓ શરુ કરવા જઈ રહી હોવાનાં સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારની સૌથી મોટી પરિવહન રેલ્વે સેવાને હરી જંડી આપવા જઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા આવતી કાલથી સૌરાષ્ટ્રના મોટા ભાગના રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે એમ રાજકોટ શાખાના પીઆરઓ વિવેક તિવારીએ એક પ્રેસબ્રીફમાં જણાવ્યું છે. કોરોના સંક્રમણને કારણે 22 માર્ચથી 30 જુન સુધી રેલ્વે પરિવહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જે મુસાફરોએ આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે ટીકીટ બુક કરાવી હતી તે પેસેન્જરો પુરા રુપીયા સાથે રીફંડ ચુકવવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર ખોટી ભીડ ન થાય તે માટે વિભાગ દ્વારા અગાઉથી જ સપ્તાહ સુધીના મુસાફરોને બોલાવી વિતરણ વ્યવસ્થા ઉભી કરી છે.
જામનગર સહિત હાલારના ઓખા, દ્વારકા ભક્તિનગર, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશન પરથી રીજર્વેશન કાઉન્ટર ખુલ્લા મુકવામાં આવશે, આ સાથે જ અગાઉના જે બુકિંગ થઇ ગયા છે તેના પર રીફંડ સેવા પણ આવતી કાલથી જ શરૂ થઇ રહી છે. જેમાં તા. 22/3/2020 થી 31/3/2020 સુધી જે પેસેન્જરોએ રીજર્વેશન કરાવ્યું છે તેઓના માટે તા. 25/5/2020થી 31/5/2020 સુધી અને તા. 1/4/2020થી 14/4/2020 સુધીના ગાળામાં મુસાફરી કરવા માંગતા હતા તે મુસાફરોને માટે 1/6/2020 થી 6/6/2020 સુધી રીફંડ ચુક્કવામાં આવશે. જયારે તા. 15/4/2020 થી 30/4/2020 માટે તા.7/6/2020થી 13/6/2020 તેમજ તા. 1/5/2020થી 15/5/2020 માટે તા. 14/6/2020થી 20/6/2020 સુધી અને તા. 16/5/2020થી 30/5/2020 સુધીની મુસાફરી માટે જે પેસેન્જરોએ બુકિંગ કરાવ્યું હતું તેને માટે તા. 21/6/2020 થી 27/6/2020 સુધી રીફંડ મળશે. તેમજ તા. 1/6/2020થી 30/6/2020 સુધી જે પેસેન્જરોએ એડવાંસ બુકિંગ કરાવ્યું છે તેઓના માટે તા. 30/6થી તા. 31/6 સુધી રીફંડ ચુકવવામાં આવશે. જો કોઈ પણ કારણસર કોઈ મુસાફર આ સમય અવધિમાં રીફંડ લેવા ન આવી શકે તો તેઓના માટે આગામી છ મહિના સુધી ( જે તારીખનું બુકિંગ હતું તે તારીખથી છ મહિના સુધી) સમય અવધી નક્કી કરવામાં આવી છે એમ રેલ્વે દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે.
જે રીતે રેવલે દ્વારા જુન માસ સુધીનું એડવાન્સ બુકિંગ રદ કર્યું છે તે પરથી સંકેત આપ્યો છે કે આગામી જુલાઈ સુધી રેલ્વે પરિવહન સેવા નહી શરુ થાય. પરંતુ સતાવાર રીતે રેલ્વે દ્વારા સંપૂર્ણ સેવા ક્યારે શરુ થશે એવું જાહેર કર્યું નથી.
Comments
Post a Comment