Skip to main content

મુંબઇથી આવેલા વધુ એક પ્રવાસીનો રિપોર્ટ પોઝીટીવ

મુંબઇથી આવ્યા બાદ સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇનમાં હોવાથી લોકલ સંક્રમણ અટક્યું: જામનગર જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક વધીને 47 થયો: 80 ટકાથી વધુ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી જવાબદાર

જામનગર તા. 25 :
જામનગરમાં બે દિવસ બાદ કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. મુંબઇથી આવેલા આઘેડ કોરોના સંક્રમીત હોવાનું રિપોર્ટમાં જાહેર થયું છે. જો કે, તેઓને સીધા સમરસ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરાયા હોય શહેરમાં પ્રવેશ કર્યો ન હોવાથી તંત્ર અને શહેરીજનોએ રાહત અનુભવી છે. શહેરના અન્ય 69 અને દેવભૂમિ દ્વારકા સહીત અન્ય જિલ્લાના 95 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. લોકડાઉન-4 માં મહતમ છૂટછાટથી અન્ય શહેરોમાં કોરોનાના પોઝીટીવ કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે જામનગરમાં છેલ્લાં બે દિવસમાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો.
શનિવારે જામનગરના 70  શંકાસ્પદ દર્દીના રિપોર્ટ પેન્ડીંગ રહ્યા હતાં. જે રવિવારે સવારે આવતા 1 દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતા આધેડ મુંબઇથી આવ્યા હોય તેને સીધા સમરસ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી શહેરમાં પ્રવેશ્યા ન હોય તંત્ર અને શહેરીજનોએ રાહત અનુવભી છે. જયારે અન્ય 69 શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. જયારે રવિવારે સવારે દેવભૂમી દ્વારકાના 36 અને મોરબીના 59 દર્દીના સેમ્પલ જી.જી.હોસ્પિટલમાં ચકાસણી અર્થે આવ્યા હતાં. જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. બીજી બેચમાં જામનગરના 31 અને પોરબંદર જિલ્લાના 38 સેમ્પલ ચકાસણી અર્થે આવ્યા હતાં. જે 69 રિપોર્ટ બાકી રહ્યા છે. હાલ જી.જી.હોસ્પિટલમાં 12 કોરોના પોઝીટીવ દર્દી સારવારમાં છે.
જામનગર શહેર-જિલ્લામાં બહારથી આવતા લોકોને જુદા જુદા કેન્દ્રમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. 24 મેની સ્થિતિએ જામનગરની સમરસ હોસ્ટેલમાં 101, ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા કેન્દ્રમાં 8596 અને ખાનગી કેન્દ્રમાં 75 મળી કુલ 8752 લોકો ક્વોરેન્ટાઇનમાં હોવાનું નોંધાયું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...