Skip to main content

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યો કોરોના સામે જીત્યા જંગ

કોરોનાને મહાત આપતા પાંચેય દર્દીને અપાઇ રજા: હાલ જીજી હોસ્પીટલના કોવીડ-19 વોર્ડમાં 12 દર્દી સારવાર હેઠળ


જામનગર.તા.28 
જામનગરની જીજી હોસ્પીટલમાંથી આજે કોરોનાના વધુ પાંચ દર્દીને રજા આપવામાં આવી હતી. કોવીડ-19 વોર્ડમાં કુલ 17 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી આજે પાંચ દર્દીને રજા આપવામાં આવતા હવે કુલ 12 દર્દી સારવાર હેઠળ છે.
જામનગર શહેર અને જીલ્લામાં પણ કોરોનાં વાયરસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52 દર્દી નોંધાઈ ચુક્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટેના તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેવામાં જીજી હોસ્પીટલમાં કોરોના વાયરસના કુલ 17 દર્દીઓ સારવાર લઇ રહ્ય હતા. જીજી હોસ્પીટલની કોવીડ-19 વોર્ડમાં સારવાર લઇ રહેલા આ 17 દર્દીમાંથી પાંચ દર્દીઓએ કોરોના સામે જીત મેળવી છે. આ દર્દીઓની તબિયતમાં સુધારો થતા આજે આ તમામ પાંચ દર્દીને રજા આપવામાં આવી હતી.
આજે રજા આપવામાં આવેલા દર્દીઓમાં એક જ પરિવારના લોકો છે જેમાં સુનીલભાઈ ભટ્ટી, ભાવીશાબેન ભટ્ટી, ઇશિતા ભટ્ટી, હર્ષદ ભટ્ટી તેમજ ત્રણ વર્ષનો બાળક લક્ષ સુનીલભાઈ ભટ્ટીને રજા આપવામાં આવી છે. આજે રજા આપવામાં આવેલા પાંચેય દર્દીને આયુર્વેદ હોસ્પીટલમાં સાત દિવસ કોરોન્ટાઈન કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.