રીટેઇલર અને છૂટક ગ્રાહકો ઉમટી પડતા જીલ્લા પોલીસ વડાએ અગાઉની પાસ સીસ્ટમ અમલમાં મૂકી: આવતી કાલથી જૂની સીસ્ટમ મુજબ વ્યાપાર
જામનગર તા.20
જામનગરમાં લોકડાઉન ચારના શરૂઆતી તબક્કામાં ગ્રેઇન માર્કેટમાં સતત બીજા દિવસે ગ્રાહકોની લાઈનો લાગી જતા આંતરિક વ્યવસ્થાના છોતરા ઉડી ગયા હતા. સામજિક અંતરના લીરેલીરા ઉડતા પોલીસે આવતીકાલથી લોકડાઉન ત્રણ મુબજની ખરીદ પ્રકિયા અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.
કોરોના સંક્રમિત થતો અટકાવવા સરકાર દ્વારા જામનગર સહિત દેશભરમાં ત્રણ-ત્રણ લોકડાઉનના તબક્કાઓની અમલવારી કરી હતી. લાંબો સમયગાળો લોકડાઉન ચાલતા સરકાર દ્વારા થોડી છૂટછાટ સાથે રાજ્યમાં ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. જામનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન નક્કી કરે હળવા નિયંત્રણો સામે ચોથા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. ચોથા તબક્કામાં મોટા ભાગના વ્યવસાય ખોલી દેવામાં આવ્યા છે. જામનગરમાં આ જ સીસ્ટમ અમલમાં મુકાઈ છે. બજાર ખુલી જતા પ્રથમ દિવસે જ શહેરની હાર્દ સમી ગ્રેઇન માર્કેટમાં ગ્રાહકોનો તોતિંગ ઘસારો થતા અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. પાન-મસાલાની હોલસેલ પેઢીઓ બહાર છૂટક ધંધાર્થીઓ સાથે ગ્રાહકોએ ખરીદી માટે લાઈનો લગાવી દેતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર ચાલી ગઈ હતી. લાંબી લાઈનોમાં સામાજિક અંતરના નિયમના ધજાગરા ઉડી જતા ગઈ કાલે વેપારીઓએ જ વેપાર અટકાવી દીધો હતો. આજે બીજા દિવસે પણ સવારે છ વાગ્યા થી ગ્રાહકોની લાઈનો લાગી જતા ફરી એ જ માહોલ સર્જાયો હતો. જેને લઈને જીલ્લા પોલીસવડા શરદ સિંઘલે ફરી એક વખત સીસ્ટમ સુધારવા માટે પ્રયાસ કરી લોક ડાઉન ત્રણમાં અપનાવવામાં આવેલને આવતી કાલથી ફરી લાગુ કરવા જણાવ્યું છે, જે મુજબ ગ્રેન માર્કેટમાં ફરી પાસ સીસ્ટમ અમલમાં મુકાશે, ત્રીજા લોકડાઉનમાં જે વેપારીઓને પાસ કાઢી આપવામાં આવ્યા હતા તે પાસ આધારિત જ સીસ્ટમ ચાલુ રહેશે. નવા ઉમેરાયેલ પાન મસાલાનો વ્યાપાર જે તે જથ્થાબંધ વેપારી માત્ર ઓર્ડર લઇ જે તે છૂટક વેપારીને પહોચતો કરશે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવું પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું છે. બીજી તરફ મોટરસાયકલમાં ડબલ સવારીની ભરમાર થઇ જતા તેઓએ ઉમેર્યું છે કે આજ પ્રમાણે નાગરિકોનો પ્રવાહ ચાલુ રહેશે તો આવતીકાલથી દ્વિચકરી વાહન ચાલકોના ડબલ સવારી વાહનો ડીટેઈન કરવામાં આવશે.
Comments
Post a Comment