જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત ચાલુ છે: પોઝીટીવ કેસની સંખ્યા અર્ધી સદી નજીક પહોંચી: હજારોની મેદનીવાળા મેળો યોજાય તો સ્થાનિક સંક્રમણ ફાટી નિકળવાની દહેશત: ગુરૂવારે મળનારી બેઠકમાં લોકમેળા મુદ્દે નિર્ણય લેવાવાની શકયતા
જામનગર તા.26:
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવના 49 કેસ નોંધાઇ ચુકયા છે અને હજુ નવા કેસ આવી રહ્યા છે ત્યારે આ વખતનો શ્રાવણી લોક મેળો જામનગર મહાનગરપાલિકા લોકહિતમાં રદ કરે તેવી શકયતા છે.
જામનગર શહેર અને જિલ્લામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોક મેળાનું 5 દિવસ માટે આયોજન થાય છે. મેળાના આયોજન માટે પ્રદર્શન મેદાન જિલ્લા તંત્ર પાસેથી મહાનગરપાલિકા મેળવે છે અને તેમાં પ્લોટીંગ પાડી ખાન-પાન, રમકડા અને રાઇડ માટે ધંધાર્થીઓને હરરાજીથી ભાડે આપે છે. આ ઉપરાંત નાગમતી નદીના પટમાં પણ મેળાના ધંધાર્થીઓને પ્લોટ ભાડે આપવામાં આવે છે. દર વર્ષે લાખો રૂપિયાની આવક જામનગર મહાનગરપાલિકા જન્માષ્ટમી-શ્રાવણી લોકમેળાથી મેળવતી હોય છે.
આજે હવે જેઠ મહિનો શરૂ થઇ ગયો છે. સામાન્ય રીતે મેળાની તૈયારીના ભાગરૂપે 20-25 દિવસ અગાઉ તજવીજ શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનો કોપ શ્રાવણી મેળાને ભરખી જાય તેવી પુરી શકયતા છે.
જામનગરમાં યોજાતા જન્માષ્ટમીના તહેવારના 4-5 દિવસના લોકમેળામાં શહેરના લોકો ઉપરાંત આસપાસના ગામડામાંથી પણ હજારો લોકો મેળો માણવા આવતા હોય છે. જો કે મેળાનો અર્થ જ થાય મહેરામણ. જયાં માનવ મહેરામણ ઉમરે એને જ મેળો કહેવાય. પરંતુ કોરોનાના સમયમાં માનવ મહેરામણ મોકાણ માટે નિમિત બને તે સ્વાભાવિક છે. લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે તંત્ર સતત સોશ્યલ ડિસ્ટન્સ (ઓછામાં ઓછુ એક મિટરનું) રાખવાનો અનુરોધ કરે છે. આથી મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું શકય બની શકે તેમ નથી.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો વિકરાળ પંજો હજુ પણ નવા કેસની સતત શોધમાં છે. ટ્રાવેલ્સ હિસ્ટ્રીની સાથોસાથ હવે સ્થાનિક સંક્રમણના કેસ પણ શરૂ થયા છે. હજુ એક-દોઢ માસમાં કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે તેવી શકયતા બહું નહિવત છે. આ સંજોગોમાં શ્રાવણી લોકમેળો લોકહિતમાં રદ કરવો પડે તેવી શકયતા વધુ છે અને તેમ કરવામાં આવે તો પણ કંઇ ખોટું નથી. કેમ કે માણસની તંદુરસ્તી કે જીંદગી જળવાશે તો મેળો તો આવતા વર્ષે પણ થઇ શકશે.

Comments
Post a Comment