જામનગર.તા.30
કોરોના વાયરસના કહેર વચ્ચે આગામી તા.4 અને 5મી જુને દ્વારકાના દરિયાકાંઠે એક વાવાઝોડું અથડાશે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે આ વાવાઝોડું તેજ ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તકેદારીના ભાગરૂપે જામનગરના બંદરે 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
એક બાજુ સમગ્ર દેશમાં જ્યાં કોરોના વાયરસે મહામારી ફેલાવી છે ત્યાં બીજી બાજુ લોકો કુદરતનો માર પણ સહન કરી રહ્યા છે. ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ત્યારે ગુજરાતના માથે આગામી તા.4 અને 5મી જુને વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડું દ્વારકાના દરિયાકાંઠે અથડાય તેવી સંભાવના છે.
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વર્ષી રહ્યો છે તો બીજી કુદરત પણ જાણે રિસાય હોય તેમ લાગુ રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનને કારણે એક વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું તા.4 અને 5 મીએ દ્વારકા, ઓખા અને આસપાસના વિસ્તારોને ધમરોળશે. હાલ વાવાઝોડાને પગલે જામનગરના બંદર ઉઅપર એક નંબરનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે.
Comments
Post a Comment