જામનગર તા. 29
જામનગરમાં બહારના રાજયોમાંથી ફ્લાઈટ મારફતે આવતા નાગરિકોએ પોતાની હાજરી અંગે પોલીસ દફતર અને આરોગ્ય તંત્રનો સંપર્ક કરે એમ જીલ્લા પોલીસ વડાએ સુચનાં આપી છે. અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. અમુક સખ્સો પોતાની હાજરી છુપાવતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હોવાનું સામે આવતા એસપીએ સુચના આપી છે.
જામનગરમાં કોરોના વાયરસ સંક્રમિત થતો અટકાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં જે દર્દીઓ સામે આવ્યા છે જેમાના મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જેને લઈને જામનગરમાં લોકલ સંક્રમણ અટકે તે હેતુથી આરોગ્ય અને પોલીસે ક્વોરેન્ટાઈન કાર્યવાહીને વધુ મહત્વ આપ્યું છે છતાં પણ બહારથી આવતા નાગરિકો પોતાની ઓળખ છુપાવી શહેરમાં આવી જતા હોવાની વિગતો સામે આવી છે જેમાં મુબઈથી ફ્લાઈટ વાટે રાજકોટ આવી જામનગરમાં આવી જતા નાગરિકો વિશેષ છે એવી બાબતો સામે આવતા પોલીસ વડાએ ચેતવણી આપી નાગરીકોને સામે આવવા અપીલ કરી છે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
Comments
Post a Comment