જામનગર.તા.30
જામનગરની જીજી હોસ્પીટલમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓમાં આજે વધુ બે દર્દીની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં જામનગરમાં કોરોના વાયરસના કુલ 10 દર્દીને રજા આપવામાં આવી છે. જયારે હવે જીજી હોસ્પીટલના કોવીડ-19 વોર્ડમાં 7 દર્દી સારવાર હેઠળ છે.
જામનગરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. જામનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52 દર્દી નોંધાયા છે. જેમાં બે દર્દીના મોત થઇ ચુક્યા છે. જયારે અન્ય દર્દીઓને શહેરની જાણીતી સરકારી જીજી હોસ્પીટલમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ-19 વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં આજે બે દર્દીની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી.
જામનગરથી છેલ્લા ત્રણ દિવસથી સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. બે દિવસ અગાઉ જીજી હોસ્પીટલમાં કોરોના સંક્રમિત એક જ પરિવારના પાંચ સભ્યો સારવાર હેઠળ હતા. જેમની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. જયારે ગઈકાલે પણ ત્રણ દર્દીને રજા આપવામાં આવી હતી. ત્યારે કોવીડ-19 વોર્ડમાં સારવાર લઇ રહેલા વધુ બે દર્દીની તબિયતમાં સુધારો થતા આજે તેમને રજા આપવામાં આવી છે.
નોંધનીય છે કે, જામનગરની જીજી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની તબિયતમાં સુધારો થતા છેલ્લા ત્રણ દિવસમાં 10 દર્દીને રજા આપવામાં આવી છે. હાલ હવે માત્ર સાત દર્દી સારવાર હેઠળ છે. જેમને હોસ્પીટલના નિષ્ણાત તબીબો દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે.
Comments
Post a Comment