જામનગર તા.20 :
જામનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જી.જી.હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતા 12 ડોકટરની ટીમ અમદાવાદ કોરોનાના દર્દીઓની સારવાર અર્થે ગયેલ હતી. તે પૈકી વધુ એક ડોકટરને કોરોના પોઝીટીવ પરીક્ષણ દરમ્યાન સામે આવ્યું હતું. જેને લઇને આ ડોકટરને જી.જી. હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે. જો કે, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઇએ જણાવ્યું હતું કે, રેસીડેન્ટ ડોકટરની તબીયત સારી છે હાલ સારવાર હેઠળ છે. આ ડોકટર અમદાવાદથી આવ્યા બાદ લાખાબાવળ કોરોન્ટાઇન સેન્ટરમાં કોરોન્ટાઇન થયેલ તે દરમ્યાન તેનો રીપોર્ટ કરવામાં આવતા આ ડોકટર કોરોન્ટાઇન પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવ્યો છે. જે ને લઇને આ ડોકટરને કોવિડ હોસ્પિટલમાં ડોકટરના નેજા હેઠળ હાલ સારવાર આપવામાં આવી રહી છે.
જો કે એ વાત પણ જાહેર થઇ છે કે, અમદાવાદ જે કોઇ રેસિડેન્ટ ડોકટરો કોરોનાની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જાય છે તે તમામ ડોકટરોનું જામનગર કોરોન્ટાઇન થયા બાદ મેડીકલ ચેકઅપ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આજે જયારે એક ડોકટરનું કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે ત્યારે અન્ય તબીબોનો પણ મેડીકલ રીપોર્ટ કોરોના અંગેનો કરવા માટે મેડિકલ ટીમ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.
Comments
Post a Comment