જામનગર તા.26 :
જામનગર શહેરમાં લોકડાઉનને કારણે ઓટો રીક્ષાના માલિકો અને ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એકતા ઓટો રીક્ષા વેલ્ફર સોસાયટીના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ રીક્ષા ચાલકો સામે ખાસ પેકેજ જાહેર કરવા રાજય સરકાર સમક્ષ માંગ કરી છે.
જામનગર શહેરમાં શહેરીજનો માટે પરીવહન કરવા 7 થી 8 હજાર જેટલી રીક્ષાઓ દોડી રહી છે. લોકડાઉનના સમયે આ રીક્ષાઓ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવેલ હતો. જેના કારણે આ ઓટો રીક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ જે ઓટો રીક્ષા ચાલકોએ રીક્ષા ભાડા ઉપર ચલાવીને તેનું જીવન નિર્વાણ ચલાવતા હતાં તેઓની રોજગારી જ બબ્બે માસથી બંધ થઇ ગઇ છે. જેને કારણે તેઓ આર્થિક સંક્રામણમાં મોકાયા હોવાની ફરિયાદ ઓટો રીક્ષા ચાલકો કરી રહ્યા છે.
જામનગર શહેરમાં ઓટો રીક્ષાના ચાલકો અને માલિકો દ્વારા એકતા ઓટો રીક્ષા વેલફેર સોસાયટી નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થાના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ ઓટો રીક્ષાના ચાલકો અને તેના માલિકો હાલમાં આ લોકડાઉનને લઇને આર્થિક રીતે ખુબ જ નુકશાની વેઠી રહ્યા છે. એક તરફ જે ઓટો રીક્ષાના માલિકોએ લોન અથવા હપ્તેથી રીક્ષા લીધી હતી તેના હપ્તા કયાંથી ભરવા તેની મુંઝવણમાં મુકાયા છે. સાથે સાથે ઓટો રીક્ષા બંધ હોવાથી તેમની રોજગારી પણ બંધ થઇ ગઇ છે. સાથે સાથે આ રીક્ષા ચાલકો અભણ અને અજ્ઞાન હોવાથી કોઇ તેમનું હાથ પકડતું નથી. રાજય સરકાર દ્વારા જામનગરના ઓટો રીક્ષા ચાલકો માટે આર્થિક પગભર થવા કોઇ ખાસ પેકેજ આપવું જોઇએ. તેવી માંગ એસોસીએશનના પ્રમુખ દ્વારા કરાઇ છે.
લોકડાઉનના સમયે જ ઓટો રીક્ષાના ચાલકો માટે સહાય માટે થઇને અનેક લોકોએ જામનગરની આરટીઓ કચેરીમાં ફોર્મ ભરીને આપેલ હતાં. પરંતુ આ ફોર્મ અંગે પણ કોઇ કાર્યવાહી ન થતાં રીક્ષા ચાલકો માટેની રાહત અંગેની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. જામનગરના રીક્ષા ચાલક કહે છે કે, એક રૂપિયાની સહાય પણ અમોને મળેલ નથી. હાલમાં અમે અમારા કુટુંબ પરિવારજનો સાથે ખુબ જ ખરાબ દિવસો જીવનના જીવી રહ્યાં છીએ. હાલના સંજોગોમાં રીક્ષા ચાલુ કરાવવામાં આવી છે. પરંતુ જિલ્લામાંથી જામનગર શહેરમાં લોકોની અવર-જવર ખુબ જ ઓછી હોવાથી ઓટો રીક્ષા ચાલકોને મુસાફરો મળવા મુશ્કેલ બન્યા છે. જેથી ઓટો રીક્ષા ચાલકોને તો છુટછાટ મળ્યા પછી પણ ધંધો-રોજગારીમાં મુશ્કેલીમાં કોઇ રાહત મળી નથી. સામાન્ય રીક્ષાઓ ચાલુ થઇ છે. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સના કારણે મુસાફરો માત્ર બે જ બેસાડતા રીક્ષાના ધંધામાં આવકનું પ્રમાણ ઓછું રહે છે.
જામનગરના ઓટો રીક્ષા ચાલકોને લોકડાઉનના સમયથી બંધ થયેલી રીક્ષાઓ ફરી ક્યારે ચાલુ થશે અને જેનાથી ઓટો રીક્ષા ચાલકોને આર્થિક મુશ્કેલીમાં રાહત મળશે તેની રાહમાં અને રાહત પેકેજની રાહમાં રીક્ષા ચાલક બેઠો છે. સરકાર દ્વારા જામનગરના ઓટો રીક્ષા ચાલકોને દૈનિક ભથ્થુ લોકડાઉનના સમયનું ચુકવવામાં આવે તો થોડી આર્થિક રાહત મળે તેમ છે.
Comments
Post a Comment