Skip to main content

હાપા માર્કેટીંગ યાર્ડ આવતી કાલથી ખેડુતો માટે ફરી ધમધમતું બનશે

કપાસ, તલ, મગ, તુવેર, અળદ, મઠ,મેથી, બાજરો સહિતની આવક શરૂ

જામનગર તા.25 :
જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ હાપા ખાતે શનિવારના રોજ ચણા, ઘઉં, ધાણા, મગની હરરાજીમાં ખેડુતો આવ્યા હતાં. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે, યાર્ડ ખાતે ધાણાની હરરાજી માટે 100 ખેડુતોને જેમાંથી 96 ખેડુતો પોતાના ધાણાના વેંચાણ માટે આવ્યા હતાં. યાર્ડ ખાતે ધાણાની આવક 2196 ગુણીની નોંધાઇ હતી. ધાણાનો ભાવ મણનો રૂા. 750 થી 1320 રહ્યો હતો.
સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની લોકડાઉનની ગાઇડ-લાઇનના અમલ વચ્ચે જામનગર માર્કેટીંગ યાર્ડ ધમધમી રહ્યું છે. એટલું જ નહીં ખેડુતોને પણ પોતાની જણસીનું વ્યાજબી ભાવ સંતોષકારક રીતે મળી રહ્યો છે. તેવા સમયે ખેડુતોનો માલ ખરીદવા માટે વેપારીઓ અને કમિશ્ન એજન્ટો પણ ખરીદી કરવા હરરાજીમાં આવી પહોંચે છે. યાર્ડ ખાતે દૈનિક 315 જેટલા ખેડુતો હરરાજીમાં પોતાનો ખેત માલ લઇને આવી પહોંચે છે.
યાર્ડ ખાતે ઘઉંની હરરાજી માટે 175 ખેડુતોને બોલાવવામાં આવે જેમાંથી 110 જેટલા ખેડુતો ઘઉં લઇને આવ્યા હતાં. યાર્ડ ખાતે ઘઉંની આવક 15640 મણ નોંધાઇ હતી. ઘઉંના મણનો ભાવ રૂા. 335 થી 365 વચ્ચે રહ્યો હતો.
યાર્ડ ખાતે મગની હરરાજી માટે 80 ખેડુતોને બોલાવવામાં આવેલ જેમાંથી માત્ર 40 ખેડુતો એટલે કે 50 ટકા ખેડુતો આવ્યા હતાં. યાર્ડમાં 540 મણ એટલે કે 442 ગુણી મગની આવક નોંધાઇ હતી. જયારે મગનો ભાવ મણનો રૂા. 1160 થી 1340 વચ્ચે રહ્યો હતો.
યાર્ડ ખાતે ચણાની હરરાજી માટે 100 ખેડુતોને જાણ કરવામાં આવેલ જેમાંથી માત્ર 69 ખેડુતો જ આવ્યા હતાં. ત્યારે ચણાની આવક 1996 ગુણીની નોંધાઇ હતી. જયારે ચણાનો ભાવ રૂા.772 થી 818 રહ્યો હતો.
જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ હાપા ખાતે સોમવારની ઇદની જાહેર રજા હોવાથી યાર્ડ બંધ રહ્યું હતું. મંગળવારના રોજ અજમા, ધાણા, લસણ, ઘઉં, કપાસ સહિતની આવક થનાર છે. યાર્ડ ખાતે સવારે 6-30 થી 10 વાગ્યા દરમ્યાન કપાસની આવક થશે. જયારે તલ, મગ, અળદ, બાજરો, તુવેર, મઠ, મેથી, ચોરી, મરચા, મગફળીની હરરાજી માટે આવકનો સમય રાત્રે 8 થી 12 વાગ્યા સુધી રહેશે. આમ જામનગર માર્કેટીંગ યાર્ડમાં હવે ખેડુતોને પોતાના ખેત ઉત્પાદન વેંચવા માટે ઓપન આવકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાતથી ખેડુતમાં આનંદની લાગણી ફેલાઇ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.