Skip to main content

જામનગર જિલ્લામાં કોરોનાની અર્ધી સદી: જી.જી.હોસ્પિટલમાં 15 દર્દી દાખલ

કાલાવડના અમદાવાદથી આવી હોમ કવોરેન્ટાઇન થયેલા દંપતિના રિપોર્ટ પોઝીટીવ: આજે લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વાડી વિસ્તારમાં રહેતી મહિલાનો રિપોર્ટ પોઝીટીવ: ત્રણેય દર્દીને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા: પીપરટોડાની મહિલા મુંબઇથી આવ્યા બાદ થઇ હતી હોમ કવોરેન્ટાઇન: ગઇકાલે આવેલા 70 માંથી 69 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ: આજે જામનગરના 8, પોરબંદરના 38, દ્વારકાના 63 અને મોરબીના 52 સેમ્પલ આવ્યા


જામનગર તા. 26 :
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આજે કોરોનાનો એક કેસ નોંધાતા જામનગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની અડધી સદી પુરી થઇ છે. ગઇકાલે કાલાવડમાં એક દંપતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ત્રણેય દર્દીને જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે.
જામનગર જિલ્લામાં લોકડાઉન શરૂ થયા બાદ 5 મી એિ5્રલે કોરોનાની એન્ટ્રી થઇ હતી. દરેડ ગામે રહેતા ઉત્તર પ્રદેશના વતની એવા શ્રમિક પરિવારના 14 માસના બાળકનો આ પ્રથમ કોરોના પોઝીટીવ કેસ હતો જે બે દિવસમાં જ મૃત્યું પામતા કોરોનાથી પ્રથમ મોતનો આ કિસ્સો હતો.
આ પછી 25 દિવસ સુધી એક પણ કેસ નોંધાયો ન હતો પરંતુ તે પછી અન્ય જિલ્લા અને રાજયમાં ફસાયેલા લોકોનું આગમન શરૂ થતાં જામનગર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધવી શરૂ થઇ ગઇ હતી.
પ્રથમ કેસ નોંધાયા પછી આજે 50 દિવસમાં કોરોનાના વધુ 49 કેસ નોંધાયા છે જેથી જામનગર જિલ્લામાં કોરોના કોરોના પોઝીટીવ કેસની અર્ધી સદી પુરી થઇ છે.
અમદાવાદથી 21 મે ના રોજ આવેલા કાલાવડની શિતલા કોલોનીમાં રહેતું એક યુવાન દંપતિ (પતિ-પત્ની) હોમ કવોરેન્ટાઇન થયું હતું. આ પછી તેઓની તબિયત થોડી નરમ લાગતા તેની તપાસ કરાતા બંનેનો રિપોર્ટ ગઇકાલે પોઝીટીવ આવ્યો હતો. આથી આ દંપતિને સઘન સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ પછી ગઇકાલે સાંજે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતેની કોરોના લેબોરેટરીમાં આવેલા 70 સેમ્પલો પૈકી 69 ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા જયારે એક રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું આજે બપોરે જાહેર કરવામાં આવ્યું છે. આ મહિલાને પણ આજે સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આજે પોઝીટીવ રિપોર્ટ આવેલ દર્દી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વાડી વિસ્તારમાં રહેતી હતી. તેણી મુંબઇથી આવ્યા બાદ હોમ કવોરેન્ટાઇન થઇ હતી. આ જામનગર જિલ્લાનો 50 મો કેસ જી.જી.હોસ્પિટલ ખાતેની  કોરોના લેબોરેટરીમાં આજે સવારે વધુ 161 શંકાસ્પદ દર્દીના સેમ્પલ આવ્યા હતાં જેનો રિપોર્ટ હવે આવશે. આ સેમ્પલોમાં જામનગર જિલ્લાના 8, પોરબંદર જિલ્લાના 38, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 63 અને મોરબી જિલ્લાના 52 શંકાસ્પદ સેમ્પલનો સમાવેશ થાય છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...