લોક ડાઉન દરમ્યાન ઘરની બહાર ન નીકળવાની છૂટ, સિનેમા બંધ હોવાના કારણે યુવાઓએ કર્યો ઇન્ટરનેટનો ભરપુર ઉપયોગ: ફિલ્મ ઉપરાંત હાલ વેબ સીરીઝનો યુવાઓમાં જબરો ક્રેઝ
જામનગર.તા.29
જામનગર સહીત સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકે તેવા હેતુથી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઉદ્યોગો, દુકાનો સહીત મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવામાં આવ્યા હતા. હાલ ચોથા લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે પરંતુ હજુ પણ મલ્ટીપ્લેક્સ, સિનેમા બંધ હોવાથી લોકો મનોરંજન માટે મોબાઇલ, કોમ્પ્યુટરમાં ઓનલાઈન ફિલ્મ જોઇને સમય પસાર કરી રહ્યા છે.
કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ જાણે કે અંદાજે 58 દિવસ સુધી થંભી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે સરકાર દ્વારા સમગ્ર દેશમાં માત્ર જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ સિવાયની તમામ, દુકાનો, ઓફિસો, ઉદ્યોગો, કારખાનાઓ, મોલ- મલ્ટીપ્લેક્સ, સિનેમા હોટેલ તમામ બંધ કરી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું. અંદાજે બે માસ સુધી લોક ડાઉન રહેતા લોકો પોતાન સમય પસાર કરવા મોટેભાગે મોબાઇલ, કોમ્પ્યુટરમાં વળગેલા જોવા મળતા હતા. તેમાં પણ યુવાનો મોબાઇલમાં ગેમ્સ રમીને તો વળી ઓનલાઇન ફિલ્મ જોઇને સમય પસાર કરતા અને મનોરંજન મેળવતા હતા.
લોક ડાઉન દરમ્યાન મલ્ટીપ્લેક્સ એટલે કે, સિનેમા, થીયેટર બંધ રહેતા ફિલ્મો રીલીઝ થવાની બંધ થઇ ગઈ. લોકોએ હવે ફિલ્મો થીયેટરમાં જોવા ન મળતા તેઓ મોબાઇલમાં ઓનલાઈન ફિલ્મો જોવા લાગ્યા. તો બીજી બાજુ વેબ સીરીઝનો જમાનો આવતા લોકોને પણ મનોરંજન મળવા લાગ્યું. આમ તો વેબ સીરીઝની લોક ડાઉન પહેલા જ શરૂઆત થઇ ગઈ હતી, પરંતુ લોકોએ તેનો બહોળો ઉપયોગ લોક ડાઉનમાં કર્યો.
ટેલીવિઝન-ફિલ્મોની સાથોસાથ આજકાલ વેબ સીરીઝનું માર્કેટ પણ ખાસ્સુ અપગ્રેડ થયું છે. ખુબ જ ટૂંકાગાળામાં વેબ સીરીઝના માર્કેટે સારી એવી સફળતા મેળવી છે. જ્યારે વેબ સિરીઝે પોતાનો એક અલગ જ વર્ગ ઉભો કર્યો છે. તેના કારણે વેબ સીરીઝી લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલના સમય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જાણે તાળા લાગી ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ ઈન્ટરનેટ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા લોકો ઘરબેઠા ફિલ્મોનો આનંદ માણી શકે છે. મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ દ્વારા આજે યુવાનો ઘરબેઠા પોતાની મનપસંદ ફિલ્મો જોઈ રહ્યા છે.
આજના સમયમાં વેબ સીરીઝનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોક ડાઉનમાં યુવાનો જુદી-જુદી વેબ સીરીઝ જોઇને પોતાનો સમય પસાર કરવાની સાથોસાથ મનોરંજન મેળવી રહ્યા છે. યુવાઓમાં સેક્રેડ ગેમ્સ, મિરઝાપુર, અસુર સહીત અનેક વેબ સીરીઝ લોકપ્રિય છે. વેબ સીરીઝમાં જુદા-જુદા ભાગમાં આવતી હોય લોકો તેની આતુરતાથી રાહ જોતા હોય.
મહત્વનું છે કે, લોક ડાઉનમાં જયારે જામનગર સંપૂર્ણ બંધ હતું. લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાની મનાઇ હતી ત્યારે યુવાઓ ઘરની બહાર ન નીકળી શકતા હોય, મેદાનમાં લોક પ્રિય એવી ક્રિકેટની રમત રમી શકતા ન હોય તો વળી મોલ, સિનેમા બંધ હોય મનોરંજન માટે ફિલ્મ પણ ન જોઈ શકતા હોય ત્યારે ઈન્ટરનેટના માધ્યમથી જામનગરના યુવાઓ મોબાઇલ અને કોમ્પ્યુટર, લેપટોપ થકી ઓનલાઇન ફિલ્મ, વેબ સીરીઝ જોઇને સમય પસાર કરતા હતા.

Comments
Post a Comment