જામનગર તા.20
જામનગરની ગુરુ ગોવિંદસિંધજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ પાંચ તબીબોને કોવીડ-19ની આપત્કાલીન મેડીકલ સેવાના ભાગ રૂપે અમદાવાદ ફરજ સોંપવામાં આવી છે. પ્રથમ ટુકડીના જ અમદાવાદ ગયેલ તબીબો પૈકી ચાર તબીબો કોરોનાગ્રસ્ત બન્યા બાદ તબીબોમાં રોષ ફેલાયો હતો અને રાજ્ય સરકાર દ્વારા હવે પછી ફરજ નહી સોપવામાં નહી આવે તેમ પણ ખાતરી આપવામાં આવી હતી. છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા વધુ બાર તબીબોના ઓર્ડર કાઢી અમદાવાદ રવાના કરવામાં આવતા અન્ય તબીબી આલમમાં ફરી રોષ પ્રબળ બન્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં અમદાવાદ બફર સ્ટેશન પુરવાર થયું છે. રાજ્યના મોટાભાગના કેશ પૈકી મહતમ દર્દીઓમાં અમદાવાદના દર્દીઓનો સમાવેશ થાય છે. એક્ટીવ કેશનું સતત પ્રમાણ વધતા અમદાવાદની સરકારી હોસ્પિટલ્સમાં તબીબોની ઘટ ઉભી થઇ હતી. જેને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી તબીબોને અમદાવાદની ફરજ સોપી હતી. જેમાં પ્રથમ વખત જામનગર ખાતેથી કોલેજ ફેકલ્ટીઝ સહીત 24 તબીબોને અમદાવાદ જવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સાપ્તાહિક ફરજ બજાવ્યા બાદ રીપોર્ટ કરવામાં આવતા 24 પૈકી ચાર તબીબો કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેને લઈને તબીબોમાં ફફડાટ ફેલાયો હતો. દરમિયાન વધુ તબીબોની એક ટુકડીને અમદાવાદની ફરજ સોંપવામાં આવતા હોસ્પિટલ-કોલેજના બબીબી વર્તુળમાં રોષ ફેલાઈ ગયો હતો. આ રોષ ખાળવા માટે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી હતી. તબીબોમાં રોષ ધીરે ધીરે પ્રબળ બનતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, જામનગરના જ કેબીનેટ મંત્રી આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તબીબોને ખાતરી આપી હવે પછી અમદાવાદ નહી મોકલાય, રાજ્ય સરકારની મૌખિક ખાતરી છતાં પણ રાજ્યના આરોગ્ય સચિવે ઉપરવટ જઈ જીજી હોસ્પીટલના વધુ બાર તબીબોને અમદાવાદની ફરજ સોપતા ઓર્ડર કાઢ્યા હતા. જેને લઈને જીજી હોસ્પીટલના તબીબોમાં ફરી રોષનું મોજું પ્રબળ બન્યું છે. જે તબીબોનો ઓર્ડર કરવામાં આવ્યો છે તે તબીબી ટુકડીને જામનગરથી રવાના પણ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં તબીબો ફરજને લઈને રસ્તા પર આવે તો નવાઈ નહી.
Comments
Post a Comment