Skip to main content

Posts

Showing posts from March, 2021

જામનગરમાં ત્રણ દિવસમાં કોરોનાના 109 કેસ: 78 દર્દી સ્વસ્થ થયા

શનિ, રવિ અને સોમવાર દરમિયાન કુલ 5359 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાયો હતો: શહેરમાં 71 અને ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા: 12 દર્દીઓએ દમ તોડ્યો જામનગર તા.30 જામનગ શહેર-જિલ્લામાં હોળીના તહેવારના ત્રણ દિવસ દરમિયાન કોરોનાના 109 પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને 78 દર્દી સ્વસ્થ થયા હતાં.  શનિ-રવિ અને સોમવાર મિનિવેકેશન હતું. શનિવારે ચોથો શનિવાર હોવાથી સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બેંકોમાં રજા હતી. જ્યારે રવિવારની રૂટીન રજા હતી અને હોળી પર્વ હતું જ્યારે સોમવારે રંગપર્વ-ધૂળેટી નિમિતે જાહેર રજા હતી. કોરોનાના બીજા તબક્કામાં સંક્રમણ વધ્યું છે અને સતત વધી રહ્યું છે. શનિવારે જામનગર શહેરમાં 1311 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 22 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 15 દર્દીઓ સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે કોરોનાના 747 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ પૈકી 15 કેસમાં વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. આ સામે શનિવારે પાંચ દર્દીઓ સ્વસ્થ થયા હતાં. શુક્રવારે 44 કેસ હતાં જેની સરખામણીએ શનિવારે ટેસ્ટીંગ વધ્યું હોવા છતાં કુલ 37 કેસ એટલે કે 7 કેસ ઓછા મળી આવ

જામ્યુકોની સામાન્ય સમાભાં બજેટ રજૂ કરતાં ચેરમેન: વિપક્ષ દ્વારા તડાપીટ

જામનગર તા.30: જામનગર મહાનગરપાલિકાનું 2021-22 ના વર્ષનું બજેટ આજે મહાનગરપાલિકાની સમાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટીના  ચેરમેન મનીષ કટારીયાએ રજુ કર્યું હતું. ત્યારે વિરોધપક્ષએ આ બજેટને આંકડાની માયાજાળ ગણાવ્યું હતું. શાશક પક્ષને વિરોધપક્ષ દ્રારા રાજકીય રીતે બજેટ બેઠકમાં ધેરવાનો પ્રયાસ થયો હતો. ગતવર્ષે જે બજેટમાં જોગવાઈ કરેલ હતી તે વિકાસના કામો પણ હજુ દીવા સ્વપ્ન સમાન રહ્યાનો આક્ષેપ  વિપક્ષે કર્યો હતો. જો કે મેયરએ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું.  કોરોનાની મહામારી વચ્ચે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે સોશ્યલ ડીન્સન્ટન્ટ  સાથે  ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી. સામાન્યસભામાં  સ્ટેન્ડિંગ કમિટીમાં મજુર કરાવવામાં આવેલ મહાનગરપાલિકાનું 2021-2022 ના  વર્ષનું  બજેટ  સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા એ રજુ કરતા જણાવ્યું હતું કે આ બજેટમાં સાત રસ્તા સર્કલથી સુભાષબ્રીજ સુધીના ઓવરબ્રિજ સહીત અનેક  નવા વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નવા કોઈ કરબોજ નાખવામાં આવેલ નથી. આમ છતાં જામનગરનો વિકાસ કરવા માટે થઇને  મહાનગરપાલિકા આવકને વધારવાબાકી નીકળતી વસુલાતને વેગવટી કરશે.

કોરોનાની હોળીએ રંગોત્સવનો રંગ ફિક્કો પાડ્યો

જામનગર તા.30 જામનગરમાં કોરોનાની મહામારી અને તંત્ર દ્વારા ફરમાવાયેલા પ્રતિબંધને લીધે રંગપર્વ ધૂળેટીની ઉજવણી ફિક્કી બની ગઇ હતી અને શેરી-ગલ્લી પુરતી તેમજ ખાસ કરીને બાળકો પુરતી સિમિત બની ગઇ હતી. કોરોનાના સંક્રમણની બીજી વેગીલી લહેરને લીધે લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. દરરોજના સરકારી દવાખાના-હોસ્પિટલમાં જ 20 થી 25 કેસ નોંધાઇ રહ્યાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલો-લેબમાં થતાં પરિક્ષણની માહિતી બહાર આવતી નથી. આમ સ્થિતિ સાવ સામાન્ય ન હોય લોકોમાં આ વખતે ખાસ કરીને ધૂળેટી મનાવવા અંગે ઉત્સાહ ઓછો જણાતો હતો. આ ઉપરાંત સરકારે હોળીની પરંપરાગત-ધાર્મિક ઉજવણીની છૂટ આપી હતી પરંતુ ધૂળેટી મનાવવા એટલે કે રંગોથી રમવા ઉપર મનાઇ ફરમાવી હતી. આથી પોલીસ સાથે બિનજરૂરી વિવાદ ટાળવા લોકોએ સ્વેચ્છાએ રંગોથી રમવાનું માંડી વાળ્યું હતું. પરિણામે ધૂળેટીની ઉજવણી ફિક્કી બની ગઇ હતી અને બાળકો પુરતી સિમિત રહી હતી. 3 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકોએ તેમજ કેટલેક અંશે યુવાનોએ પોતાના શેરી-મહોલ્લામાં જ રહીને રંગોત્સવ મનાવ્યો હતો. પરિણામે શહેરના મુખ્ય માર્ગો ઉપર રમનારા-ઘેરૈયાઓની પાંખી હાજરી દેખાઇ હતી. અન્યથા દર વર્ષે એટલો રંગ માર્ગો ઉપર ઉડત

જામનગરમાં કોરોનાને કોરાણે મુકી હોળી પર્વની શ્રધ્ધાભેર ઉજવણી

જામનગર તા.30: જામનગરમાં રવિવારે કોરોનાના કહેરની ચિંતા કર્યા વગર લોકોએ સાદાઇથી છતા હોશભેર હોલિકા દહનના કાર્યક્રમના આયોજનની પરંપરા જાળવી રાખી હતી. જામનગરમાં પણ સરકારની સુમના પછી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે. સરકારે મર્યાદિત સંખ્યામાં અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે હોળી પર્વની ઉજવણીની છુટ આપી હતી. જયારે ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ મુકયો હતો. કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ ખોટી ચિંતામાં આવ્યા વગર જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકોએ હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી. અધર્મ ઉપર ધર્મની જીતના પ્રતિક સમાન હોળી પર્વનું ધાર્મિક મહત્વ ઘણું છે. હિરણ્ય કશ્યપના શાસનમાં કોઇ ભકતને ભગવાનની પુજા-ભકિત કરવાની મનાઇ હતી. પરંતુ બાળભકત પ્રહલાદ ભગવાનની ભકિત બંધ કરવા તૈયાર ન થતા આખરે હિરણ્ય કશ્યપે તેની બહેનને ફાગણ સુદ પૂનમની રાત્રે ભકત પ્રહલાદને મારી નાંખવાનું કામ આપ્યું હતું. હોલિકાને વરદાન હતું કે તે જે ચુંદડી ઓઢે છે તે ચુંદડી જયાં સુધી તેની માથે રહે ત્યાં સુધી તેને અગ્નિ બાળી ન શકે. આથી ગામના ચોકમાં છાણા-લાકડા ખડકી દેવામાં આવ્યા અને તેની ઉપર હોલિકા વરદાનવાળી ચુંદડી ઓઢીને ભકત પ્રહલાદ

જામનગરમાં હિટવેવ જેવો માહોલ: તાપમાનનો પારો ઉંચકાઇને 39 ડિગ્રીએ પહોંચ્યો

જામનગર તા.27: જામનગરમાં તાપમાનમાં એકાએક સીધો બે ડિગ્રીનો વધારો થતા મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું હતું. જેને લઇને આકરો તાપ અનુભવાઇ રહ્યો છે. આમ જોઇએ તો હોળીના પર્વ સાથે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થશે. જામનગરમાં આ અઠવાડિયામાં ઠંડીમાં ધીમે-ધીમે ઘટાડા સાથે શિયાળાની વિદાય હોળીના પર્વ ઉપર જ થઇ જાય તેવુ વાતાવરણ સર્જાયુ છે. સાથે સાથે સુર્યના તાપે આકરો મિજાજ ધીમે-ધીમે બતાવવાનું શરૂ કરી દેતા ઉનાળાનું આગમન શરૂ થઇ જશે. જો કે, મહત્તમ તાપમાનનો પારો પણ 24 કલાકમાં જ 2 ડિગ્રીના વધારા સાથે 39 ડિગ્રીએ પહોંચ્યો છે. મૌસમમાં સૌથી ગરમ દિવસ 39 ડિગ્રી સાથે આજથી શરૂ થઇ ગયો હોય તેવુ લાગે છે. લઘુત્તમ તાપમાનનો પારો પણ 19 ડિગ્રીએ પહોંચ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું છે. જયારે પવનની ઝડપ ઘટીને 4.9 પ્રતિ કિલોમીટર નોંધાઇ છે. જામનગરમાં ઉનાળાના આગમન જેવો તાપ અને ગરમી જેવુ વાતાવરણ સવારથી જ શરૂ થઇ જાય છે અને મધ્યાહન સમયે તો સુર્યનો તાપ અને ત્રિવ ગરમી સાથે વિશેષ તાપનો અનુભવ રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે.  પવનની ગતિમાં ઘટાડો થયો છે. ધીમે-ધીમે શહેરીજનો ઉનાળાની લુ જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું

જામનગરમાં આવતીકાલના હોળી પર્વની ઉજવણી માટે થનગનાટ

જામનગર તા.27 જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આવતીકાલે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ઠેર-ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે આવતીકાલે સાંજે 7 થી 10 દરમિયાન હોળી પ્રવટાવવાનું શ્રેષ્ઠ મુહૂર્ત હોવાનું જામનગરના ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય દ્વારા જણાવાયું છે અને રાત્રે 12:18 વાગ્યે હોળાષ્ટક પૂર્ણ થશે. આવતીકાલે હોલિકા દહન યોજાયા બાદ સોમવારે લોકો ધૂળેટી પર્વનું કોરોનાકાળ વચ્ચે સાદગીપૂર્વક ઉજવણી કરશે. જામનગરમાં આવતીકાલે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવશે. ભોઇ સમસ્ત જ્ઞાતિ દ્વારા પણ 65 વર્ષથી હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીને કારણે સમાજની પરંપરા જળવાઇ રહે અને સાદગીપૂર્વક ઉજવણી થાય તે રીતે હોલિકાદહનની ઉજવણી કરવામાં આવશે. સમાજમાં મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવા તેમજ જામનગરની ધર્મપ્રેમી જનતાને આ વર્ષે હોલિકા મહોત્સવમાં ન જોડાવા ભોય સમાજ દ્વારા અનુરોધ કરાયો છે. ભોય સમાજ દ્વારા આ વખતે સાદગીપૂર્વક પરંપરા સાથે ઉજવણી કરવામાં આવ

જામનગરમાં 22785 લોકોએ કોરોના પ્રતિકારક વેકસીન લીધી

સરકારી કર્મચારીઓ પ્રથમ અને બીજો ડોઝ વેકસીનનો લીધો: હજુ બીજો ડોઝ લેવામાં 4076 કર્મચારીઓ બાકી જામનગર તા.27: જામનગર શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે જયારે સંક્રમણ વધતુ જાય છે તેવા સમયે મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા 22 કેન્દ્રો ઉપરથી સિનિયર સીટીઝન વેકસીન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 26 તારીખના રોજ એક જ દિવસમાં 60 વર્ષથી ઉપરની વયના 19044 લોકોને વેકસીન આપવામાં આવેલ હતું. જયારે 45થી 59 વચ્ચેની વયના 3741 લોકોને વેકસીન આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રથમ ડોઝ 9696 સરકારી કર્મચારીઓને વેકસીન આપવામાં આવેલ હતી.  જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારીને અટકાવવા સરકારની સુચના મુજબ જે કોરોનાની પ્રતિકારક વેકસીનનો ડોઝ ફાળવવામાં આવેલ છે. જેમાંથી કોરોના વોરિયર્સને વેકસીન પ્રથમ ડોઝ અને બીજો ડોઝ આપવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. જેના ભાગેરૂપે જામનગર મહાનગરપાલિકાના વેકસીન સેન્ટર ઉપર સરકારી કર્મચારીઓ 6016, જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ 2417, પોલીસ કર્મચારીઓ 997, રેવન્યુ વિભાગના કર્મચારીઓ 192, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 74 કર્મચારીઓને પ્રથમ વેકસીનનો ડોઝ આપવામાં આવેલ છે. આમ પ્રથમ ડોઝ લેનાર કુ

જામનગરમાં ત્રણ દિવસમાં પોણા કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઇ

ત્રીજા દિવસે 109 કનેકશનોમાંથી રૂા.24.37 લાખની વીજ ચોરી ઝડપી પાડી જામનગર તા.27: જામનગર શહેરમાં પીજીવી સીએલના જુદા-જુદા સબ ડિવિઝનોમાં ત્રણ દિવસમાં વીજ ચેકીંગ દરમ્યાન પોણા કરોડની વીજ ચોરી ઝડપાઇ છે અને 356 વીજ ચોરીના કેસો પકડવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં ગુજરાત ઉર્જા વિદ્યુત નિગમ દ્વારા વીજ ચેકીં હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના દરબારગઢ, સાત રસ્તા, ખંભાળિયા ગેઇટ, જીઆઇડીસી સબ ડિવિઝન હસ્તકના વિસ્તારમાં 45 વીજ ટીમ દ્વારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 760 કનેકશનોનું વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગની કાર્યવાહી દરમ્યાન 109 કનેકશનોમાં વીજ ચોરી ઝડપાઇ હતી. વીજ ચેકીંગની ટીમ દ્વારા વીજ ચેકીંગ દરમ્યાન રૂા.24.37 લાખની વીજ ચોરી ઝડપી પાડેલ હતી. આમ જામનગર શહેરમાં ત્રણ દિવસ દરમ્યાન કુલ 6,285 વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 356 વીજ કનેકશનોમાં વીજ ચોરી ઝડપાઇ હતી. જેથી આ વીજ ચેકીંગ ટીમે કુલ રૂા.76.96 લાખની વીજ ચોરી ઝડપી પાડેલ હતી.

જામનગરમાં બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરાશે

કોરોના સંક્રમણને પગલે પદાધિકારીઓ દ્વારા સમીક્ષા યોજી સંબંધિત વિભાગને સુચના અપાઇ જામનગર તા.22 જામનગરમાં કૂદકે ને ભૂસકે વધતા જતા કોરોના કેસને અટકાવવા તંત્ર ઊંધા માથે થયું છે. જેને પગલે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે તાકીદની મિટીંગ યોજી બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવા સંબંધિત તંત્રને સુચના આપવામાં આવી હતી. જામનગરના મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાના અધિકારી તેમજ ડે.કમિશ્નરની હાજરીમાં એક તાકીદની મિટીંગનું યોજાઇ હતી. જેમાં જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 60(સાંઈઠ) વર્ષથી ઉપરની ઉંમરના 12449 તથા 45 થી 59 વર્ષ સુધીના 2022 લોકોએ વેકસીનેશન કરાવેલ છે. દરેક ચુંટાયેલ સભ્ય સિનિયર સિટીઝનને કાઉન્સીલીંગ કરી વેકસીનેશન સુરક્ષીત છે, તે અંગે લોકોને વધુ જાગૃત કરે તેવી સુચના અપાઇ હતી. વધુમાં જાહેર સ્થળોએ લોકો સોશ્યલ ડીસ્ટેન્સનું પાલન કરે તે માટે લોકોના પણ જરૂરી સહકાર માંગવા, અને બિન જરૂરી લોકોમાં કાઈ ભય ન ફેલાય અને લોકોનું આરોગ્ય વધુ સારી રીતે જળવાય તે રીતે કામ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવેલ.આ ઉપરાંત રેલ્વેસ્ટેશન તેમજ એરપોર્ટ પર બહારથી આવતા લોકોનું સ્ક્રોનીગ કરવ

જામનગરમાં ખજૂર, પતાસા, ધાણીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો

જામનગર તા.22 જામનગરમાં હોળી ના પર્વ ને લઇ ખજૂર, પતાસા,ધાણી દારિયાનું વિશેષ મહત્વ બની રહ્યું છે ત્યારે હોળીના પર્વ ઉપર ખજૂર  પતાશાના ભાવમાં 20 થી 25 ટકાનો ભાવ વધારો થયો છે  આમ હોળીને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યાનું વેપારીઓ જણાવી રહયા છે. જામનગરમાં હોળીના પર્વ ઉપર ખુબ મોટા પ્રમાણમાં લોકો ખજૂરની ખરીદી કરતા હોય છે. ત્યારે ખજૂરના વેપારીઓને આ વર્ષે હોળીના પર્વ ઉપર કેવું વેચાણ છે ખજૂરના ભાવ અંગે પૂછતાં તેઓ જણાવ્યું હતું કે  ગત વર્ષ કરતા ખજૂરના ભાવમાં 20 થી 25 ટકા જેટલો વધારો થયો છે. આ વર્ષે કોરોનાને કારણે વિદેશી ખજૂરની આયાતમાં ઘટાડો નોંધાતા માર્કેટમાં ખજૂરની માંગ ઉપર મોંઘવારીની અસર દેખાઈ રહી છે,  ખજૂરના ભાવ  રૂ 80 થી 120  સુધીના બજારમાં છે, જો કે સારા પ્રકારના ખજૂરના  ભાવમાં 40 ટકા જેટલો વધારો  થયો છે. તેવી જ રીતે  હોળીના પર્વ ખજૂરની જેમ જ ખાંડના પતાસાનું મહત્વ છે, ધાર્મિક રીતે જે બાળક ની પ્રથમ હોળી હોઈ તેવા બાળકને  પતાસાનો પહેરાવીને હોળીની પ્રદિક્ષણા કરવામાં આવે છે, ત્યારે પતાસાનીના ભાવમાં પણ 25થી 30નો વધારો થયો છે. એક તરફ માંગમાં પણ ધટાડો થતો હોઈ તેવા ભાવમાં વધારો વેચાણ ઉપર સીધી અસર કરશે. આ

જી.જી. હોસ્પિટલમાં 6 હજારથી વધુ લોકોને રસી અપાઈ

જામનગર તા.22 સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં 6,500 લોકોને રસી આપવામાં આવી છે.જેમાં ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થલાઈન વર્કર્સ, સિનિયર સિટિઝન, અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ 6 હજારથી વધુ લોકોમાં 2 હજારથી વધુ હેલ્થકેર વર્કર્સ અને 2569થી વધુ ફ્રંટલાઈન વર્કર્સને આવરી લેવામાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજ દિન સુધી (20 માર્ચ, 2021) 2011 હેલ્થકેર વર્કર્સ (આરોગ્યકર્મી)ઓને અને 2569 ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત 1900થી વધુ સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ રસીકરણ ઝુંબેશમાં 45 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેના પણ કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોને પણ રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેમને પણ રસી આપવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસની સંખ્યા વધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદની બેઠક યોજી રસીકરણની ઝુંબેશ વધુ વેગવાન બનાવવાની સૂચના આપી હતી, જેના પગલે સરકારી હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી છે. જામનગરની જી.જી. હો

જામનગરમાં બ્રેઇનડેડ યુવાનના અંગદાનથી ત્રણ વ્યક્તિને જીવતદાન મળ્યું

બ્રેઈનડેડ યુવાન ની બે કીડની અને લિવરનું દાન કરી ત્રણને અપાયું નવજીવન: અમદાવાદની હોસ્પિટલમાં ત્રણેય અંગો ડોનેટ કર્યા પછી યુવાનને મૃત જાહેર કરાતાં મૃતદેહ દેહને જામનગર લવાયો: જામનગરમાં નીકળેલી અંતિમયાત્રામાં  પરિવારજનો સાથે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા જામનગર તા.19 જામનગર શહેરમાં અંગદાન અંગેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં રહેતા એક આશાસ્પદ યુવાનને કાલાવડ ધોરીમાર્ગ પર વાહન અકસ્માત નડયા પછી તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો, અને તેના માતા-પિતા તેમજ મંગેતર વગેરેની સહમતિથી યુવાનના એક લીવર તેમજ બે કિડની સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું છે. અને અમદાવાદની હોસ્પિટલમાં જ ત્રણ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દઈ ત્રણ વ્યક્તિઓને નવજીવન અપાયું છે. જે યુવાનને મૃત જાહેર કરાયા પછી તેનો મૃતદેહ આજે બપોરે જામનગર લાવવામાં આવ્યો હતો, અને તેની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે મૃતકના પરિવારજનો સહિતના બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. મૃતક ના પરિવારજનોના આ નિર્ણયને લઈને સર્વે જ્ઞાતિજનો તેમજ અગ્રણીઓએ આ અતિ મહત્ત્વના નિર્ણય ને વધાવી લીધો હતો.  આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાકમાર્

રણજીતનગરમાં ડીમોલીશન વખતે દુકાનદારે ફિનાઇલ પીતા દોડધામ મચી

હાઉસીંગ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાની મદદથી હાથ ધરાયેલા ડીમોલીશનની કાર્યવાહી અટકાવવા એક દુકાનદારે ફિનાઇલ પી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો: પોલીસે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી જામનગર તા.19 જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની ભાડે આપેલ દુકાનોના ભાડા અને ગેરકાયદેસર બાંધકામ અંગે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ એ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને સાથે રાખીને હાથ ધરેલ હતું. આ દીમોલેશનની કાર્યવાહી સામે એક ભાડૂતે ઝેરી દ્વાપી આત્મહત્યાની કોશિષ કરતા પોલીસે ત્રણની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા પ્રથમવાર ડીમોલેશનની પ્રક્રિયા ગેરકાયદેસર બાંધકામો કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.  જામનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રણજીતનગર વિસ્તારમાં જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફીસ ભૂતકાળમાં આવેલ હતી તે ઓફિસની નીચે ચાર દુકાનો આવેલ છે. આ દુકાનોના ભાડૂત ભાડાની રકમ ચુકવતા ન હતા. તેમજ  ગેરકાયદેસર  રીતે દુકાનો કબજો રાખેલ હોય આજે રાજકોટથી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીનો કાફલો આવી પહોચ્યો હતો. ગોડાઉન તેમજ દુકાનો ખાલી કરવા ભાડૂતોને સુચના  નોટીસ પણ આપી હતીપરંતુ ભાડૂતોએ નોટિસોની પણ કોઈ દરકાર ન કરી

જામનગર શહેરમાં એક વૃધ્ધ સહિત ત્રણ નરાધમોએ તરૂણી પર ગેંગરેપ આચર્યો

11માં ધોરણમાં અભ્યાસ કરતી તરૂણી બહેનપણીના ઘરે પહોંચે તે પૂર્વે નરાધમોએ અપહરણ કરી જુદી-જુદી જગ્યાએ લઇ જઇ આચર્યો બળાત્કાર: આરોપીઓ સુધી પહોંચવા પોલીસની તજવીજ: સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાયું જામનગર તા.19: જામનગરમાં ચોક્કસ વિસ્તારમાંથી 11માં ધોરણમાં ભણતી તરૂણીનું અપહરણ કરી બે નારાધમ યુવાનો તેમજ એક વૃદ્ધે ગેંગરેપ આચરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે ત્રણેય નરાધમો સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે. પોતાની વાસના સંતોષી ત્રણેય શખ્સોએ તરછોડી દેતા નિર્દોષ તરૂણી ઘરે પહોંચતા આ ઘટના બહાર આવી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે અપહરણ, બળાત્કારની ફરિયાદ નોંધી ત્રણેયના સગડ મેળવવા જુદી-જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. જામનગરમાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. સાત માસ પૂર્વે મયુરનગર વિસ્તારમાં એક તરૂણી પર ગેંગરેપની ઘટનાએ સમગ્ર રાજયનું ધ્યાન જામનગર તરફ દોરયું હતું ત્યાં વધુ એક બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવની સત્તાવાર વિગતો મુજબ ગત તા.16મી ના રોજ શહેરના ચોક્કસ વિસ્તારમાંથી 11માં ભણતી સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. પોતાની બહેનપણીને અસાઇમેન્ટ આપવા ગયેલી તરૂણીનું બે શખ્સો દ્વારા અપહરણ ક

જામનગર નજીક અજાણ્યા પ્રૌઢની કરપીણ હત્યા નીપજાવી સળગાવી અજાણ્યા આરોપી ફરાર

માથામાં બોથડ પદાર્થના ઘા ફટકારી ઢીમ ઢાળી દેવાયું: અન્ય જગ્યાએ હત્યા નીપજાવી, સળગાવી દઈ ફેંકી  દેવાયા: મૃતક કોણ? અજાણ્યા શખ્સો કોણ? પોલીસ તપાસનો ધમધમાટ જામનગર તા.18 જામનગર નજીકના પીપળી ગામે રેલ્વે સ્ટેશનવાળી સીમમાં બાવળની  જાળીઓમાં સળગેલી હાલતમાં એક પ્રૌઢનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. અજાણ્યા સખ્સોએ એ પ્રૌઢની હત્યા નીપજાવી હોવાનું પીએમ રીપોર્ટમાં સામે આવતા પોલીસે અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધી મૃતકની  ઓળખ અને આરોપીઓ સુધી પહોચવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જીલ્લામાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી ગામે ગઈ કાલે બપોરે રેલ્વેસ્ટેસન વાળી સીમ બાવળ ની ઝાડીમાં સળગેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 50 થી 60 વર્ષની ઉમર ધરાવતા પ્રૌઢના  મૃતદેહને પોલીસે કબજે કરી જામનગરની જીજી હોસ્પિટલ ખસેડી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતકની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું  હતું. જેને લઈને લાલપુર પોલીસ દફતરના પીએસઆઈ ડી.એસ.વાઢેરએ અજાણ્યા સખ્સો સામે અજાણ્યા પ્રૌઢની હત્યા નીપજાવવા સબબ ફરિયાદ નોંધી હતી. જેમાં કોઈ અજાણ્યા સખ્સોએ મૃતકના માથાન

જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને લંડનથી દબોચી લેવાયો

વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણ સહિત અનેક જમીન કૌભાંડ અને ખંડણીના આરોપો છે જયેશ પટેલની સામે: રાજદ્વારી કાર્યવાહી બાદ જયેશ પટેલને જામનગર લઇ આવવામાં આવશે: જા કે જામનગર પોલીસ પાસે જયેશ પટેલ પકડાયાના કોઇ મેસેજ નહી: પોલીસે હાથ ધરેલ સ્પેશ્યલ ઓપરેશનમાં મળી મોટી સફળતા: વકિલ જોષીની હત્યામાં સંડોવાયેલા ત્રણેય ભાડુતી શખ્સોને પણ કલકત્તાથી દબોચી લેવાયા: મુસ્લીમ વિસ્તારમાં વેશ પલ્ટો કરી પોલીસે ત્રણેય આરોપીઓ પર મારી તરાપ: જામનગર લઇ આવવા કાર્યવાહી જામનગર તા.17: જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને લંડનથી પકડી પાડયો હોવાના બિનસત્તાવાર સમાચારના પગલે ફરી વખત જામનગર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બન્ને દેશ વચ્ચેની રાજદ્વારી પ્રક્રિયા બાદ જયેશ પટેલને ભારત લઇ આવવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે તો બીજી તરફ જામનગર પોલીસે કુખ્યાત જયેશ પટેલ પકડાયા અંગેની વાતની જાણકારી ન હોવાનું કહ્યું છે. પરંતુ સુત્રોનું માનવામાં આવે તો જયેશ પટેલને દબોચી લેવામાં આવ્યો છે. જયારે ત્રણ વર્ષ પૂર્વેના વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા ભાડુતી શખ્સોને પણ જામનગર પોલીસે કલકત્તાથી દબોચી લઇ જામનગર લઇ આવવા તજવીજ હાથ ધરી છે. જામનગરના

જામનગરનું જાઝરમાન સર્કલ: સોનાની થાળીમાં લોઢાની મેખ

મહાનગરપાલિકાના સતત આંખ મિંચામણાથી પોલીસને રેઢુ પડ: જપ્ત કરેલ વાહનો-રેકડી ખડકીને દરબારગઢ સર્કલને ભંગારવાડામાં ફેરવી દેતી સીટી એ ડિવિઝન પોલીસ જામનગર તા.16: જામનગરની શાન સમા ગાંધી ચોક (દરબારગઢ સર્કલ)ને મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના પાયે ભંગારવાડામાં ફેરવાઇ ગયેલ છે. જામનગર શહેરના સ્થાપક રજવાડા સમયમાં રાજાનો દરબાર (કચેરી)જે સ્થળે ભરાતો હતો તે સ્થળ દરબાગઢ તરીકે ઓળખાતુ હતું અને આજે પણ ઓળખાય છે. આ દરબારગઢ કે જે-તે જામનગર મહાનગરપાલિકાએ ગાંધીચોક નામ આપ્યું છે. પરંતુ લોકો તેને દરબારગઢ તરીકે જ ઓળખે છે તે સ્થળે ચોકમાં જામનગર વચ્ચે લોખંડની ગ્રીલવાળું સર્કલ બ્યુટી ફિકેશન તરીકે વિકસાવ્યું હતું. આ સર્કલની અંદર પૂર્વ રાજવી દિગ્વિજય સિંહજીની પ્રતિમા મુકવામાં આવી હતી. પરંતુ આ સકલની જાળવણીમાં મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું હતું. તળાવ પરિસરનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયું ત્યારે છ વર્ષ પહેલા દરબારગઢ સર્કલની વચ્ચે રાખાયેલી પ્રતિમાને ત્યાંથી હટાવી રણમલ તળાવ પરિસરમાં બનેલા લેઝર-શો વાળા સ્થળ પાસે મુકવામાં આવી છે. આટલો લાંબો સમય થવા છતા પ્રતિમા જયાં ઉભી હતી તેનો આર.સી.સી.થી બનાવેલ બેઝ ખાંભીની જેમ ભોંકાર

જામનગરના રિક્ષા ચાલકના પુત્રએ કુસ્તીમાં નેપાળમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

જામનગર તા.16 જામનગરમાં નાનપણથી સ્પોટ્સમાં રૂચિ રાખનાર રિક્ષા ચાલક રમેશ પરમારના સાવ સામાન્ય એવા ગરીબ પરિવારમાં થી આવતા સંજય પરમારે કુસ્તી અને યોગ માં ધ્યાન આપવાનું શરુ કર્યું હતું અને તાજેતર માં રાજકોટ ખાતે નેશનલ સપોટ્સ નું આયોજન થયેલ હતું જેમાં ગોલ્ડ મેડલ મેળવી નેપાળ ખાતે યોજાયેલ એસોસિયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોટ્સ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ માં ભાગ લેવાનું સદભાગ્ય સાપડેલ હતું, ત્યારે નેપાળ જવાના અંદાજિત 30 હજારના ખર્ચ ના પણ શાશા હતા ત્યારે જામનગર ના સાંસદ પૂનમ માડમ,હિતેશ ભાનુશાલી,સમન પવાર,કરશન ધેયાળા અને પરિવારનો સહયોગ મળતા અંતે તે અને જામનગર ના અન્ય ચાર યુવાનો અને બે યુવતી ઓ નેપાળ પહોચિયા હતા જેમાં કુસ્તીમાં 57સલમાં સંજય પરમારે ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરેલ હતું તેવીજ રીતે 70સલમાં સોઢા અનિરુદ્ધ સિંહ ને ગોલ્ડ અને યોગ માં જાડેજા ગાયત્રીબા અમરસિંહને ગોલ્ડ મેડલ મળેલ હતો,ભારત માંથી એકસો લોકોને નેપાળ ના પોખરા ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ અને સફળતા મેળવે હતી. સંજય પરમાર હાલ ગરીબ બસ્તી માં રહેતા 50 બાળકોને અભ્યાસ કરાવે છે ઉપરાંત દીકરીઓ ને સેલ્ફ ડિફેન્સ ની વિના મૂલ્યે

ગોકુલનગરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની મોકાણ: મહિલા કોર્પોરેટરના ઘરને ઘેરાવ કરતું ટોળું

પંદરેક દિવસથી પાણીની સમસ્યાથી કંટાળેલા લોકોએ દુષિત પાણીના મુદ્દે કર્યો હલ્લાબોલ: ભૂગર્ભ ગટરના ધીમીગતિએ ચાલતા કામથી પણ લોકોને હાલાકી જામનગર તા.16 જામનગર વોર્ડ નં.8માં આવતા ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી દુષિત પિવાના પાણીની તકલીફ હોવાથી ત્રાસેલા લોકોએ આજે આ વોર્ડના નવનિર્વાચિત મહિલા કોર્પોરેટરના ઘરને ઘેરાવ કરી રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત મંથર ગતિએ ચાલતા ભૂગર્ભ ગટરના કામ અંગે પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. જામનગરના અનેક વિસ્તારોમાં પિવાના પાણીની લાઇન સાથે ચેડા થતાં તેમાં ગટરના પાણી ભળી જતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગઇકાલે વોર્ડ નં.12, વોર્ડ નં.6ના વિપક્ષી કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં લોકોને પાઇપલાઇન વાટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી ઘણું દુષિત હોવાની પુરાવા સહિતની ફરિયાદો કમિશનર સમક્ષ કરી હતી. દુષિત પાણીના સેમ્પલો પણ રજૂ કર્યા હતાં. આથી કમિશનર સતિષ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયાએ આ દુષિત પાણીના નમુના લેબોરેટરીમાં મોકલી દીધા હોવાનું જણાવ્યું હતું. આ પહેલાં પ્રથમ સામાન્ય સભામાં જ વોર્ડ નં.4ના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ નવાગામ ઘેડ વિસ્તારમાં

મહાનગરપાલિકાના ઇતિહાસમાં શાસક જૂથના નેતા તરીકે કુસુમબેન પંડયાએ કાર્યભાર સંભાળ્યો

શહેરીજનોને શુધ્ધ પીવાનું પાણી આપવાનો લક્ષ્યાંક વ્યકત કર્યો: મહાનગરપાલિકા અને કોર્પોરેટરો વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવી જામનગર તા.16: જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા તરીકે નવનિયુકત થયેલા પ્રથમ મહિલા નેતા કુસુમબેન પંડયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના પ્રાથમિક આવશ્યક સેવાઓ જેવી કે પાણી, લાઇટ, સફાઇ જેવા કાર્યને પ્રાદ્યનીય આપી નિયમિત્ત રીતે મહાનગરપાલિકામાં હાજરી સાથે લોકોના પ્રશ્ર્નને સાંભળીને ઉકેલ માટે તત્પર રહીશ. મહાનગરપાલિકાના શાસક જૂથમા મહિલાના નેતા તરીકે પદભાર સંભાળતા કુસુમબેન પંડયાએ જણાવ્યુ હતું કે, મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરોને સાથે રાખી વિકાસના કાર્યોને વેગ આપીશ. એક મહિલા તરીકે મારૂ પહેલુ કાર્ય શહેરીજનોને નિયમિત શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે લક્ષ્યાંક છે. મને જયારે ભારતીય જનતા પક્ષ દ્વારા મારામાં વિશ્ર્વાસ મુકી જે પદભાર શાસક જૂથના નેતા તરીકેની જવાબદારી મહાનગરપાલિકામાં સોંપેલ છે. તેને હું એળે નહી જવા દઉ. મારા કોર્પોરેટર કાળના વિસ્તારના પ્રશ્ર્નોથી અને કોર્પોરેટરોની સમસ્યાથી હું વાકેફ છું. ત્યારે શાસક જૂથના નેતા તરીકે પાંચયે પદાધિકારીઓ અને વિરોધપક્ષ તેમજ વ