જામનગર તા.22
જામનગરમાં હોળી ના પર્વ ને લઇ ખજૂર, પતાસા,ધાણી દારિયાનું વિશેષ મહત્વ બની રહ્યું છે ત્યારે હોળીના પર્વ ઉપર ખજૂર પતાશાના ભાવમાં 20 થી 25 ટકાનો ભાવ વધારો થયો છે આમ હોળીને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યાનું વેપારીઓ જણાવી રહયા છે.
જામનગરમાં હોળીના પર્વ ઉપર ખુબ મોટા પ્રમાણમાં લોકો ખજૂરની ખરીદી કરતા હોય છે. ત્યારે ખજૂરના વેપારીઓને આ વર્ષે હોળીના પર્વ ઉપર કેવું વેચાણ છે ખજૂરના ભાવ અંગે પૂછતાં તેઓ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા ખજૂરના ભાવમાં 20 થી 25 ટકા જેટલો વધારો થયો છે. આ વર્ષે કોરોનાને કારણે વિદેશી ખજૂરની આયાતમાં ઘટાડો નોંધાતા માર્કેટમાં ખજૂરની માંગ ઉપર મોંઘવારીની અસર દેખાઈ રહી છે, ખજૂરના ભાવ રૂ 80 થી 120 સુધીના બજારમાં છે, જો કે સારા પ્રકારના ખજૂરના ભાવમાં 40 ટકા જેટલો વધારો થયો છે. તેવી જ રીતે હોળીના પર્વ ખજૂરની જેમ જ ખાંડના પતાસાનું મહત્વ છે, ધાર્મિક રીતે જે બાળક ની પ્રથમ હોળી હોઈ તેવા બાળકને પતાસાનો પહેરાવીને હોળીની પ્રદિક્ષણા કરવામાં આવે છે, ત્યારે પતાસાનીના ભાવમાં પણ 25થી 30નો વધારો થયો છે. એક તરફ માંગમાં પણ ધટાડો થતો હોઈ તેવા ભાવમાં વધારો વેચાણ ઉપર સીધી અસર કરશે. આ ઉપરાંત હોળી ઉપર ધાણી દાળિયા પણ ધાર્મિક રીતે મહત્વના છે હોળીની પ્રદિક્ષણા સાથે પધરાવવાની પરપરા રહી છે જો કે દાળિયાના ભાવ કિલોના રૂ 80 થી 100 પહોંચ્યા છે તો ધાણી ના ભાવ તો રૂ 100ને આંબી ગયાનું વેપારીએ જણાવ્યું હતું. આમ હોળીના પર્વ ઉપર ખજૂર, દાળિયા કે પતાસા સહિતના વેચાણ ઉપર મોંઘાવારીની અસર પડશે તે નક્કી છે. હાલ તો કોરોના મહામારીને કારણે જે ખરીદી દર વર્ષે હોઈ છે તે બજાર માં નથી, વેપારીઓ ત્યાંસુધીનું કહે છે કે ભાવ માં વધારો અને બજારમાં મંદીનું વાતાવરણ વચ્ચે હોળીનો તહેવાર આવ્યો છે. આમ હોળીના પર્વને પણ ફિક્કી પાડી દીધી છે, જો કે વેપારીઓ હજુ પણ વેચાણનો આશાવાદ સેવી રહયા છે.
Comments
Post a Comment