Skip to main content

જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને લંડનથી દબોચી લેવાયો

વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણ સહિત અનેક જમીન કૌભાંડ અને ખંડણીના આરોપો છે જયેશ પટેલની સામે: રાજદ્વારી કાર્યવાહી બાદ જયેશ પટેલને જામનગર લઇ આવવામાં આવશે: જા કે જામનગર પોલીસ પાસે જયેશ પટેલ પકડાયાના કોઇ મેસેજ નહી: પોલીસે હાથ ધરેલ સ્પેશ્યલ ઓપરેશનમાં મળી મોટી સફળતા: વકિલ જોષીની હત્યામાં સંડોવાયેલા ત્રણેય ભાડુતી શખ્સોને પણ કલકત્તાથી દબોચી લેવાયા: મુસ્લીમ વિસ્તારમાં વેશ પલ્ટો કરી પોલીસે ત્રણેય આરોપીઓ પર મારી તરાપ: જામનગર લઇ આવવા કાર્યવાહી



જામનગર તા.17:

જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને લંડનથી પકડી પાડયો હોવાના બિનસત્તાવાર સમાચારના પગલે ફરી વખત જામનગર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બન્ને દેશ વચ્ચેની રાજદ્વારી પ્રક્રિયા બાદ જયેશ પટેલને ભારત લઇ આવવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે તો બીજી તરફ જામનગર પોલીસે કુખ્યાત જયેશ પટેલ પકડાયા અંગેની વાતની જાણકારી ન હોવાનું કહ્યું છે. પરંતુ સુત્રોનું માનવામાં આવે તો જયેશ પટેલને દબોચી લેવામાં આવ્યો છે. જયારે ત્રણ વર્ષ પૂર્વેના વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા ભાડુતી શખ્સોને પણ જામનગર પોલીસે કલકત્તાથી દબોચી લઇ જામનગર લઇ આવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલને દુબઇમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા વધુ એક વખત જયેશ પટેલ રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા બે દાયકામાં એક બાદ એક અનેક જમીન કૌભાંડ આચારી ચુકેલ જયેશ પટેલ વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણ બાદ બેફામ બન્યો હત અને ભુર્ગભમાં રહી ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક પણ વિસ્તાર્યુ હતું. માલેતુજાર વેપારીઓ બાદ સરકાર માટે પણ માથાનો દુ:ખાવો બની ગયેલ જયેશ પટેલને નાથવો જરૂરી બની સરકાર દ્વારા સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જયેશ પટેલને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને છેલ્લા ત્રણ માસના ગાળામાં પોલીસને મહત્વની સફળતાઓ પણ મળી છે ત્યારે  આજે લંડનથી જયેશ પટેલ પકડાય ગયો હોવાના સમાચાર વહેતા થતા જ ફરી વખત જામનગર ચર્ચામાં આવ્યું છે. સુત્રોનું માનવામાં આવે તો રાજદ્વારી પ્રક્રિયા બાદ બ્રિટનથી જયેશને ભારત લઇ આવવામાં આવશે અને આ પ્રક્રિયા હાથ પણ ધરી દેવામાં આવી છે. બીજી તરફ જામનગર પોલીસ પાસે જયેશ પટેલ પકડાયાની વાતને લઇને કોઇ વિગતો ન  હોવાનું સામે આવ્યું છે. એ.એસ.પી. પાંડેના જણાવ્યા અનુસાર હાલ કોઇ વિગતો નથી. 

બીજી તરફ જામનગરમાં અતિ ચકચારી વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણમાં ત્રણ વર્ષ બાદ જામનગર પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 2018ના એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ઇશારે ત્રણ ભાડુતી શખ્સોએ વકિલની કરપીણ હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હતા. આ પ્રકરણમાં આજ દિવસ સુધીમાં જયેશ પટેલના ડ્રાઇવરો સહિત 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ વર્ષ પૂર્વે હત્યા નિપજાવી રાજકોટના બે બંધુઓ સહિત ત્રણ શખ્સો પશ્ર્ચિમ બંગાળમાં લાંબો સમય રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓ કલકત્તામાં મુસ્લીમ એરીયામાં છુપાયા હોવાની હક્કિતને લઇને પોલીસ મુસ્લીમ પરીધાન ધારણ કરી ગઇકાલે ત્રણેય આરોપીઓને દબોચી લઇ પરત જામનગર આવવા રવાના થયા હતા. જામનગરમાં વિધિવત ધરપકડ કરી ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

જામનગર સહિત રાજયભરમાં ચકચાર જગાવનાર જામનગરના વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણમાં આખરે લાંબા સમય બાદ પોલીસને સફળતા મળી છે. ગત વર્ષ 2018ની 28મી એપ્રિલના રોજ જામનગરના ટ્રાફિકથી ધમધમતા એવા ટાઉન હોલ વિસ્તારમાં આવેલ જયોત ટાવરમાં આવેલી પોતાની ઓફિસમાંથી  સાંજના સમયે ઘર તરફ રવાના થયેલ વકિલ કિરીટ જોષી પર બિલ્ડીંગની સામે જ ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી ઉપરાઉપરી ઘા ફટકારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ વારદાતને અંજામ આપી ત્રણેય શખ્સો નાશી ગયા હતા.  દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા વકિલ કિરીટ જોષીને તુરંત જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં રસ્તામાં જ તેઓએ આ પ્રકરણમાં જમીન માફિયા જયેશ પટેલનો હાથ હોવાનું જણાવ્યું હતું ત્યાર બાદ વકિલ કિરીટ જોષીના શ્ર્વાસ થંભી જતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

જે-તે સમયે તત્કાલીન એસ.પી. પ્રદિપ શેજુલની આગેવાની નીચે એલ.સી.બી.ની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં બનાવના 10 દિવસ બાદ મુંબઇથી જયેશ પટેલના સંપર્કમાં રહેલા બે મહારાષ્ટ્રીયન શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ-રાજકોટ અને અન્ય સ્થળોએથી પોલીસે આ પ્રકરણમાં પરોક્ષ રીતે સંકળાયેલા જયેશ પટેલના સાગ્રીતો સહિત 9 શખ્સોની ધરપકડ કરી હતી. જો કે આ પ્રકરણમાં રાજસ્થાની આરોપી પોલીસની મહત્વની કળી બન્યો હતો.

જમીન માફિયા જયેશ પટેલે રાજકોટના હાર્દિક ઠકકર અને તેના ભાઇ દિલીપ ઠક્કર તેમજ જીજ્ઞેશ ઉર્ફે જયંત ગઢવીને સોપારી આપી વકિલ કિરીટ જોષીની હત્યા નિપજાવવા કાવતરૂ રચ્યું હતું. 20 એપ્રિલ-2018 પૂર્વે રાજસ્થાનની એક હોટલમાં રાજસ્થાની શખ્સ સહિત હત્યારાઓ અને જયેશ પટેલની અંતિમ મુલાકાત થઇ હતી અને હત્યાને અંજામ આપવાનો આખરી પ્લાન વિશેની ચર્ચાઓ થઇ હતી ત્યારબાદ રાજકોટના લોહાણા બંધુઓ અને ગઢવી શખ્સ બે દિવસ પૂર્વે જામનગરમાં આવી ગયા હતા અને રેકી પણ કરી હોવાનું જે-તે સમય બહાર આવ્યું હતું. ત્રણેય ભાડુતી હત્યારાઓએ રાજકોટના એક ગેરેજમાંથી મોટરસાયકલની ચોરી કરી જામનગર આવી આ હત્યાની વારદાતને અંજામ આપી રાત્રે જ ત્રિપલ સવારીમાં નાશી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. બીજી તરફ 20 એપ્રિલ બાદ જયેશ પટેલ પોતાના બોગસ પાસપોટનો ઉપયોગ કરી દુબઇ નાશી ગયો હોવાનું સામે આવ્યું હતું. જે-તે સમયે નાશી છુટેલા હત્યારાઓના સગડ મળી જતા પોલીસે છેક નેપાળ બોર્ડર સુધી તપાસ લંબાવી હતી પરંતુ પોલીસને હાથતાળી આપી આરોપીઓ અજ્ઞાત સ્થળે જવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2018થી અત્યાર સુધીમાં આ પ્રકરમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 

બીજી તરફ આ હત્યા પ્રકરણ બાદ જયેશ પટેલ વિદેશમાં રહી જામનગર સહિતના શહેરોમાં ખંડણીના નવા ગુન્હીત કૃત્ય તરફ વળ્યો હતો. ધાક-ધમકી આપી અનેક વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવી જયેશ ત્રણ વર્ષમાં જામનગર પોલીસ સહિત રાજય સરકાર માટે પણ ખતરો બની ગયો હતો. જેને લઇને રાજય સરકારે જયેશ પટેલને પકડી પાડવા માટે એસ.પી.સહિતની પોલીસની ટીમને જામનગરમાં ઉતારી હતી. છેલ્લા ત્રણ માસથી આ ટુકડી જયેશ પટેલના સામ્રરાજયને નેસ્તનાબુદ કરવા માટે મેદાને પડી છે અને જયેશ પટેલ અને તેના સાગ્રીતો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી પણ કરી છે.

આ તપાસ દરમ્યાન પોલીસને ચોક્કસ હક્કિત મળી હતી કે વકિલ કિરીટ જોષીની હત્યા નિપજાવી રાજકોટના લોહાણા બંધુ સહિતના ત્રણેય શખ્સો છેલ્લા લાંબા સમયથી કલકત્તાના ચોક્કસ વિસ્તારમાં આશ્રય લઇ રહ્યા છે. જેને લઇને જામનગર એલ.સી.બીના પીએસઆઇ આર.એ.ગોજીયા સહિતની ટુકડી કોલકત્તા પહોંચી અને ગઇકાલે ત્રણેય આરોપીઓને પકડી પાડયા હતા. આ આરોપીઓને લઇ પોલીસ જામનગર આવવા રવાના થઇ છે. જામનગર લઇ આવ્યા બાદ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.