હાઉસીંગ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાની મદદથી હાથ ધરાયેલા ડીમોલીશનની કાર્યવાહી અટકાવવા એક દુકાનદારે ફિનાઇલ પી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો: પોલીસે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી
જામનગર તા.19
જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની ભાડે આપેલ દુકાનોના ભાડા અને ગેરકાયદેસર બાંધકામ અંગે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ એ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને સાથે રાખીને હાથ ધરેલ હતું. આ દીમોલેશનની કાર્યવાહી સામે એક ભાડૂતે ઝેરી દ્વાપી આત્મહત્યાની કોશિષ કરતા પોલીસે ત્રણની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા પ્રથમવાર ડીમોલેશનની પ્રક્રિયા ગેરકાયદેસર બાંધકામો કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.
જામનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રણજીતનગર વિસ્તારમાં જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફીસ ભૂતકાળમાં આવેલ હતી તે ઓફિસની નીચે ચાર દુકાનો આવેલ છે. આ દુકાનોના ભાડૂત ભાડાની રકમ ચુકવતા ન હતા. તેમજ ગેરકાયદેસર રીતે દુકાનો કબજો રાખેલ હોય આજે રાજકોટથી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીનો કાફલો આવી પહોચ્યો હતો. ગોડાઉન તેમજ દુકાનો ખાલી કરવા ભાડૂતોને સુચના નોટીસ પણ આપી હતીપરંતુ ભાડૂતોએ નોટિસોની પણ કોઈ દરકાર ન કરી હોવાનું જાણવા મળે છે. એવું પણ જાણવા મળે ચેક ગુજરાત હાઉસિંગ બોર્ડે જેને ભાડે દુકાનો આપેલ હતી તે ભાડૂતે પણ પેટા ભાડૂતને દુકાન ભાડે આપી હોવાનો ચોક્વ્નારો ખુલાસો થયો હતો. આજે ડીમોલેશનની કાર્યવાહી ને અટકાવવા એક ભાડૂતે આ કાર્યવાહી અટકાવવા પ્રયાસ કર્યો હતો
એક સમયે ભાડૂતો અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા. જો કે પોલીસ બંદોબસ્ત સાથે હોય પોલીસે પરિસ્થિતિને ધ્યાને લઈને ત્રણ વ્યક્તિની અટકાયત કરી હતી. જો કેપોલીસ કાર્યવાહીને લઇને ભાડૂત રાજુભાઈ ડી સોલંકી એ દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ત્રણેય આસામીઓની સામે અત્કાયેતી પગલા લઇલીધા હતા.
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ ડીમોલેશન માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની મદદમાં જોડાયું હતું. રણજીતનગર વિસ્તારમાં ગેરકાયદેસર અનેક દુકાનો રહેણાક મકાનોમાં પેસકદમી કરીને ખડકી દેવાઈ છે. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા બોર્ડની બંધ થયેલી ઓફિસ અને આ દુકાનો દુર કરી ત્યાં નવા બિલ્ડીંગ બનાવવાનું આયોજન હોવાનું જાણવા મળે છે. જો કે આજે એકાએક ગુજરાત હાઉસિંગ બોર્ડના દીમોલેશનની કાર્યવાહી હાથ ધરવી પડી હોવાનું ચર્ચા રહ્યું છે.
Comments
Post a Comment