શનિ, રવિ અને સોમવાર દરમિયાન કુલ 5359 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાયો હતો: શહેરમાં 71 અને ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા: 12 દર્દીઓએ દમ તોડ્યો
જામનગર તા.30
જામનગ શહેર-જિલ્લામાં હોળીના તહેવારના ત્રણ દિવસ દરમિયાન કોરોનાના 109 પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને 78 દર્દી સ્વસ્થ થયા હતાં.
શનિ-રવિ અને સોમવાર મિનિવેકેશન હતું. શનિવારે ચોથો શનિવાર હોવાથી સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બેંકોમાં રજા હતી. જ્યારે રવિવારની રૂટીન રજા હતી અને હોળી પર્વ હતું જ્યારે સોમવારે રંગપર્વ-ધૂળેટી નિમિતે જાહેર રજા હતી. કોરોનાના બીજા તબક્કામાં સંક્રમણ વધ્યું છે અને સતત વધી રહ્યું છે.
શનિવારે જામનગર શહેરમાં 1311 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 22 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 15 દર્દીઓ સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે કોરોનાના 747 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ પૈકી 15 કેસમાં વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. આ સામે શનિવારે પાંચ દર્દીઓ સ્વસ્થ થયા હતાં. શુક્રવારે 44 કેસ હતાં જેની સરખામણીએ શનિવારે ટેસ્ટીંગ વધ્યું હોવા છતાં કુલ 37 કેસ એટલે કે 7 કેસ ઓછા મળી આવ્યા હતાં. આમ શનિવારે જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 2058 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 37 પોઝીટીવ કેસ મળ્યા હતાં તો 20 દર્દીએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.
તા.28 માર્ચ રવિવાર (હોળી)ના દિવસે જામનગર શહેરમાં 1127 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 24 વ્યક્તિનો રિપોર્ટ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ સામે શહેરમાં કોરોના સંક્રમિત 16 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં.
રવિવારે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 626 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 15 વ્યક્તિનો કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો હતો તો 14 દર્દી સ્વસ્થ બની જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.
આમ રવિવારે જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 1753 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 39 વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું નોંધાયું હતું. જ્યારે કુલ 30 દર્દી સ્વસ્થ થયા હતાં.
ગઇકાલે ધૂળેટીની જાહેર રજા હોવાથી કોરોનાના ટેસ્ટ સ્વાભાવિક રીતે ઘટ્યા હતાં. જામનગર શહેરમાં 1083 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 25 વ્યક્તિ કોરોના પોઝીટીવ મળી આવી હતી. આ સામે 22 દર્દી સ્વસ્થ બન્યા હતાં. જેથી તેઓને ડિસ્ચાર્જ અપાયું હતું.
સોમવારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 455 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 8 લોકોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાહેર કરાયું હતું. જ્યારે તેની સામે 6 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં. શહેર અને ગ્રામ્યમાં મળીને સોમવારે કોરોનાના કુલ 1538 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી 33 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને 28 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં.
આમ ત્રણ દિવસ દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 5359 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 109 વ્યક્તિ કોરોના સંક્રમિત બની ચુકી હોવાનું નોંધાયું હતું. જ્યારે તેની સામે ત્રણ દિવસમાં કુલ 78 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં.
Comments
Post a Comment