જામનગરમાં નાનપણથી સ્પોટ્સમાં રૂચિ રાખનાર રિક્ષા ચાલક રમેશ પરમારના સાવ સામાન્ય એવા ગરીબ પરિવારમાં થી આવતા સંજય પરમારે કુસ્તી અને યોગ માં ધ્યાન આપવાનું શરુ કર્યું હતું અને તાજેતર માં રાજકોટ ખાતે નેશનલ સપોટ્સ નું આયોજન થયેલ હતું જેમાં ગોલ્ડ મેડલ મેળવી નેપાળ ખાતે યોજાયેલ એસોસિયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોટ્સ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ માં ભાગ લેવાનું સદભાગ્ય સાપડેલ હતું, ત્યારે નેપાળ જવાના અંદાજિત 30 હજારના ખર્ચ ના પણ શાશા હતા ત્યારે જામનગર ના સાંસદ પૂનમ માડમ,હિતેશ ભાનુશાલી,સમન પવાર,કરશન ધેયાળા અને પરિવારનો સહયોગ મળતા અંતે તે અને જામનગર ના અન્ય ચાર યુવાનો અને બે યુવતી ઓ નેપાળ પહોચિયા હતા જેમાં કુસ્તીમાં 57સલમાં સંજય પરમારે ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરેલ હતું તેવીજ રીતે 70સલમાં સોઢા અનિરુદ્ધ સિંહ ને ગોલ્ડ અને યોગ માં જાડેજા ગાયત્રીબા અમરસિંહને ગોલ્ડ મેડલ મળેલ હતો,ભારત માંથી એકસો લોકોને નેપાળ ના પોખરા ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ અને સફળતા મેળવે હતી.
સંજય પરમાર હાલ ગરીબ બસ્તી માં રહેતા 50 બાળકોને અભ્યાસ કરાવે છે ઉપરાંત દીકરીઓ ને સેલ્ફ ડિફેન્સ ની વિના મૂલ્યે તાલીમ આપે છે અને ગુજરાત સરકાર દ્વારા યોગ ના પણ માન્ય ટીચર તરીકે સેવા આપે છે,તેવીજ રીતે ગાયત્રી બા અને અનીરુધસિહ પણ વિવિધ સેવાઓ માં આપે છે અને હજુ પણ આગળ ઉપર ભારત માટે મેડલો મેળવવાની ખવાઈશ ધરાવે છે , ત્યારે હાલ તો જામનગરનું નામ પણ રોશન કરેલ હોય હજુ વધુ ને વધુ આગળ વધે તેવી સાંસદ પૂનમ માડમે પણ શુભ કામના આપી હતી.
Comments
Post a Comment