Skip to main content

જામનગરનું જાઝરમાન સર્કલ: સોનાની થાળીમાં લોઢાની મેખ

મહાનગરપાલિકાના સતત આંખ મિંચામણાથી પોલીસને રેઢુ પડ: જપ્ત કરેલ વાહનો-રેકડી ખડકીને દરબારગઢ સર્કલને ભંગારવાડામાં ફેરવી દેતી સીટી એ ડિવિઝન પોલીસ




જામનગર તા.16:

જામનગરની શાન સમા ગાંધી ચોક (દરબારગઢ સર્કલ)ને મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના પાયે ભંગારવાડામાં ફેરવાઇ ગયેલ છે.

જામનગર શહેરના સ્થાપક રજવાડા સમયમાં રાજાનો દરબાર (કચેરી)જે સ્થળે ભરાતો હતો તે સ્થળ દરબાગઢ તરીકે ઓળખાતુ હતું અને આજે પણ ઓળખાય છે.

આ દરબારગઢ કે જે-તે જામનગર મહાનગરપાલિકાએ ગાંધીચોક નામ આપ્યું છે. પરંતુ લોકો તેને દરબારગઢ તરીકે જ ઓળખે છે તે સ્થળે ચોકમાં જામનગર વચ્ચે લોખંડની ગ્રીલવાળું સર્કલ બ્યુટી ફિકેશન તરીકે વિકસાવ્યું હતું. આ સર્કલની અંદર પૂર્વ રાજવી દિગ્વિજય સિંહજીની પ્રતિમા મુકવામાં આવી હતી. પરંતુ આ સકલની જાળવણીમાં મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું હતું. તળાવ પરિસરનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયું ત્યારે છ વર્ષ પહેલા દરબારગઢ સર્કલની વચ્ચે રાખાયેલી પ્રતિમાને ત્યાંથી હટાવી રણમલ તળાવ પરિસરમાં બનેલા લેઝર-શો વાળા સ્થળ પાસે મુકવામાં આવી છે.

આટલો લાંબો સમય થવા છતા પ્રતિમા જયાં ઉભી હતી તેનો આર.સી.સી.થી બનાવેલ બેઝ ખાંભીની જેમ ભોંકાર ભાસે છે તેને દૂર કરવાની તસ્દી પણ જામનગર મહાનગરપાલિકાનું બેદરકાર તંત્ર લેતુ નથી. આ સર્કલ વિસ્તારમાં જ સીટી એ ડિવિઝન પોલીસ મથક છે અને તે પોલીસ મથક હેઠળ આવતી આ વિસ્તારની દરબારગઢ ચોકી પણ આવેલ છે. પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમનના ભંગ બદલ તેમજ અન્ય ગુન્હા સબબ જપ્ત કરેલ સ્કુટર, સાયકલ, બાઇક અને રેકડી સહિતનો જથ્થો આ સર્કલની અંદર ખડકી દઇ લાખોના ખર્ચે બનાવેલ સર્કલ બ્યુટી ફિકેશન ઉપર બેદરકારીરૂપી કાલીમાનું લીપણ કર્યુ છે અને આ શહેરની શાન સમા સર્કલને ભંગારવાડામાં ફેરવી નાંખ્યું છે. પોલીસની આ તુંડમિજાજી કાર્યવાહી સામે મહાનગરપાલિકાના તંત્રે લેશમાત્ર વિરોધ ન કરતા આ સર્કલ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું લાગી રહ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.