સરકારી કર્મચારીઓ પ્રથમ અને બીજો ડોઝ વેકસીનનો લીધો: હજુ બીજો ડોઝ લેવામાં 4076 કર્મચારીઓ બાકી
જામનગર તા.27:
જામનગર શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે જયારે સંક્રમણ વધતુ જાય છે તેવા સમયે મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા 22 કેન્દ્રો ઉપરથી સિનિયર સીટીઝન વેકસીન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 26 તારીખના રોજ એક જ દિવસમાં 60 વર્ષથી ઉપરની વયના 19044 લોકોને વેકસીન આપવામાં આવેલ હતું. જયારે 45થી 59 વચ્ચેની વયના 3741 લોકોને વેકસીન આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રથમ ડોઝ 9696 સરકારી કર્મચારીઓને વેકસીન આપવામાં આવેલ હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારીને અટકાવવા સરકારની સુચના મુજબ જે કોરોનાની પ્રતિકારક વેકસીનનો ડોઝ ફાળવવામાં આવેલ છે. જેમાંથી કોરોના વોરિયર્સને વેકસીન પ્રથમ ડોઝ અને બીજો ડોઝ આપવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. જેના ભાગેરૂપે જામનગર મહાનગરપાલિકાના વેકસીન સેન્ટર ઉપર સરકારી કર્મચારીઓ 6016, જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ 2417, પોલીસ કર્મચારીઓ 997, રેવન્યુ વિભાગના કર્મચારીઓ 192, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 74 કર્મચારીઓને પ્રથમ વેકસીનનો ડોઝ આપવામાં આવેલ છે. આમ પ્રથમ ડોઝ લેનાર કુલ 3680 કર્મચારીઓ થાય છે. જયારે બીજો ડોઝ લેવામાં સરકારી કર્મચારીઓ 3656, મહાનગરપાલિકાના 970, પોલીસ કર્મચારીઓ 781, રેવન્યુ વિભાગના કર્મચારીઓ 139 મળીને કુલ 1890 કર્મચારીઓએ વેકસીનનો ડોઝ લીધેલ છે. જયારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમામ કર્મચારીઓને બીજો ડોઝ આપવાનો બાકી છે. બીજો ડોઝ લેવા માટે સરકારી 2360 કર્મચારીઓ બાકી છે. મહાનગરપાલિકાના 1447 કર્મચારીઓ બાકી છે. પોલીસ કર્મચારીઓ 216 બાકી છે. જયારે રેવન્યુ વિભાગના 53 કર્મચારીઓ જ બાકી રહે છે. આમ જોઇએ તો કુલ 4076 કર્મચારીઓ બીજો ડોઝ લેવામાં બાકી રહ્યા હોવાનું જાણવા મળે છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના શહેરીજનો માટે જુદા-જુદા 22 જેટલા સ્થળો ઉપર કોરોના પ્રતિકારક વેકસીન કેન્દ્રો રસીકરણ માટે કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં જી.જી.હોસ્પિટલમાં બે કેન્દ્રો ઉપર 1757 લોકોને વેકસીન આપેલ છે. કામદાર અર્બન કેન્દ્ર ઉપર 2202, ગોમતીપુર કેન્દ્ર ઉપર 2296, બેડી બંદર કેન્દ્ર ઉપર 1411, પાનવાડા કેન્દ્ર ઉપર 1280, પાણાખાણ કેન્દ્ર ઉપર 697, ગુલાબનગર કેન્દ્ર ઉપર 917, બંદર કેન્દ્ર ઉપર 540, નીલકંઠ નગર કેન્દ્ર ઉપર 1402, વામ્બે કેન્દ્ર ઉપર 553, સુધરાઇના ડેલાના કેન્દ્ર ઉપર 716, વિશ્રામવાડી કેન્દ્ર ઉપર 1125, નવાગામ કેન્દ્ર ઉપર 1214, ઇએસઆઇ હોસ્પિટલ કેન્દ્ર ઉપર 683, આણદાબાવા ડાયાલીસીસ સેન્ટર ઉપર 543, જેસીસીસી કેન્દ્ર ઉપર 964, બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ કેન્દ્ર ઉપર 645, સ્પંદન કેન્દ્ર ઉપર 75 અને ફાયર સ્ટેશન કેન્દ્ર ઉપર 24 લોકો મળીને કુલ 19044 લોકોને વેકસીન આપવામાં આવી છે. જયારે આ તમામ કેન્દ્ર ઉપર 45 થી 59 વર્ષની વચ્ચેના 3741 લોકોને વેકસીન આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Comments
Post a Comment