Skip to main content

જામનગરમાં બ્રેઇનડેડ યુવાનના અંગદાનથી ત્રણ વ્યક્તિને જીવતદાન મળ્યું

બ્રેઈનડેડ યુવાન ની બે કીડની અને લિવરનું દાન કરી ત્રણને અપાયું નવજીવન: અમદાવાદની હોસ્પિટલમાં ત્રણેય અંગો ડોનેટ કર્યા પછી યુવાનને મૃત જાહેર કરાતાં મૃતદેહ દેહને જામનગર લવાયો: જામનગરમાં નીકળેલી અંતિમયાત્રામાં  પરિવારજનો સાથે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા




જામનગર તા.19

જામનગર શહેરમાં અંગદાન અંગેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં રહેતા એક આશાસ્પદ યુવાનને કાલાવડ ધોરીમાર્ગ પર વાહન અકસ્માત નડયા પછી તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો, અને તેના માતા-પિતા તેમજ મંગેતર વગેરેની સહમતિથી યુવાનના એક લીવર તેમજ બે કિડની સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું છે. અને અમદાવાદની હોસ્પિટલમાં જ ત્રણ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દઈ ત્રણ વ્યક્તિઓને નવજીવન અપાયું છે. જે યુવાનને મૃત જાહેર કરાયા પછી તેનો મૃતદેહ આજે બપોરે જામનગર લાવવામાં આવ્યો હતો, અને તેની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે મૃતકના પરિવારજનો સહિતના બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. મૃતક ના પરિવારજનોના આ નિર્ણયને લઈને સર્વે જ્ઞાતિજનો તેમજ અગ્રણીઓએ આ અતિ મહત્ત્વના નિર્ણય ને વધાવી લીધો હતો.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાકમાર્કેટ નજીક ધનબાઈ ના ડેલા પાસે ચારણ ફળી માં રહેતો અને જુના રેલવે સ્ટેશન પાસે આવેલા એક પેટ્રોલપંપ માં થોડા સમય પહેલાં ફીલર તરીકે નોકરી કરતો લખન દિનેશભાઇ પરમાર નામનો 27 વર્ષનો ખવાસ જ્ઞાતિ નો યુવાન ગત 25મી ફેબ્રુઆરીના દિવસે પોતાના મામાના દીકરા કરણ ચૌહાણ (ઉ.વર્ષ. 23) સાથે રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં કાલાવડ ના નિકાવા નજીક આવેલા રાણા મામાના ધાર્મિક સ્થળે દર્શન કરવા માટે નીકળ્યો હતો, અને પોતે એકટીવા ચલાવતો હતો. અને કરણ ચૌહાણ પાછળ બેઠો હતો.

 જેઓનું એક્ટીવા સ્કુટર વિજરખી ડેમ ની ગોળાઈ નજીક પહોંચતાં માર્ગમાં ખાડો આવવાના કારણે અકસ્માતે એકટીવા ખાડામાં ખાબકયું હતું, અને આગલી બ્રેક લાગી જતાં પોતે સ્કૂટર પરથી ઊછળીને ઉંધામાથે જમીન પર પડ્યો હતો.

 જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેનું માથું ફાટ્યું ન હતું, પરંતુ હેડ ઈન્જરી ના કારણે હેમરેજ થવાથી માથામાં લોહીના ગઠ્ઠા બની ગયા હતા. જ્યારે પાછળ બેઠેલા કરણ ચૌહાણ ને સામાન્ય ઈજા થઈ હતી. આ બનાવ પછી 108ની ટીમ ને જાણ કરાતાં સવા દસેક વાગ્યાના અરસામાં 108 ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં લખન ની હાલત ધીમે ધીમે બગડતી જતી હતી.

 તેને તાત્કાલિક અસરથી હાયર સેન્ટરમાં લઇ જવા માટેનું કહેતા સૌપ્રથમ જામનગરના ખાનગી ન્યુરોસર્જન પાસે જવાનું વિચાર્યું હતું.જયાં પહોંચ્યા ત્યારે યુવાનની હાલત અતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ અથવા તો અમદાવાદ જવાનું કહેવામાં આવ્યું હતું. જેથી લખન પરમારને એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ 25મીની મોડી રાત્રે રાજકોટ લઇ જવાયો હતો.

 જ્યાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન ના ખર્ચ અંગે ચર્ચા કરતાં દસ લાખથી પણ વધુ ખર્ચ થાય તેમ હોવાથી આખરે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. અને પરિવારજનો લખન પરમારને ઈજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ લઈ ગયા હતા. અને ત્યાં 26મીએ વહેલી સવારે છ વાગ્યે પહોંચી ગયા હતા. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ હતી.

 જ્યાં બપોર પછી તેના પર સર્જરી કરવામાં આવી હતી, અને ઓપરેશન પણ લાંબો સમય સુધી ચાલ્યું હતું. 27 તારીખે સર્જરીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ તે ભાનમાં આવ્યો ન હતો. અને ધીમે ધીમે તેનું મગજ કામ કરતું બંધ થયું હતું.

 આખરે 16મી માર્ચ ના દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલની તબીબોની ટીમ દ્વારા તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો, અને પરિવારજનોને તેની માહિતી આપી હતી.

 આ વેળાએ તેના માતા-પિતા દિનેશભાઈ દેવજી ભાઈ પરમાર (ઉમર વર્ષ 55) કે જેઓ એક બિલ્ડરની પેઢીને ત્યાં ખાનગી નોકરી કરે છે, તે ઉપરાંત માતા હર્ષિદાબેન દિનેશભાઇ પરમાર જે બંને સતત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે રહ્યા હતા. તેઓને જાણ કરવામાં આવી હતી.

 આ ઉપરાંત લખન પરમાર કે જેનું એક વર્ષ પહેલા જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી તેની જ જ્ઞાતિની હેમાલી સોઢા સાથે સગપણ થઈ ગયું હતું. જે જામનગરમાં ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ ની સેવા આપે છે. તે પણ અકસ્માતના બનાવ ના દિવસથી જ લખન પરમાર ની સારવારમાં ખડેપગે રહી હતી.

 આખરે તબીબોની ટીમ દ્વારા ગઈકાલે તેઓને અંગદાન અંગેની માહિતી આપવામાં આવતા કઠણ હૃદયે માતા પિતા અને મંગેતર ત્રણેયએ અંગદાન માટે ની સંમતિ આપી હતી. અને તેની બે કિડની અને એક લીવર નું દાન કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  તેનું હાર્ટ ઉપયોગમાં લઇ શકાય તેવી પરિસ્થિતિ ન હતી, તેથી ત્રણ અંગોનું દાન કરવા માટેનો નિર્ણય લેવાયા પછી 17મી તારીખે રાત્રિના બાર વાગ્યા પછી ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, અને સિવિલ હોસ્પિટલ ની ટીમ તેમજ કીડની સ્પેશ્યાલીસ્ટ તબીબોની ટીમ દ્વારા સાડા ચાર કલાકની જહેમત બાદ તેની બન્ને કિડની અને લીવર મેળવી લેવામાં આવ્યા હતા, અને સ્પેશિયલ બોક્સમાં મૂકીને કિડની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં જુદાજુદા ત્રણ વ્યક્તિઓને અંગોનું દાન કરીને નવજીવન આપવામાં આવ્યું હતું.

 ત્યાર પછી આજે ગુરુવારે સવારે 8.30 વાગ્યે તબીબોની ટીમ દ્વારા લખન પરમારને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. જેથી પરિવારજનો ભારે હૈયે મૃતદેહને શબવાહિની મારફતે જામનગર લઈ આવ્યા હતા, અને બપોરે ચાર વાગ્યે તેના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. જ્યાંથી સાંજે પાંચ વાગ્યે તેની અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ અન્ય સ્નેહીજનોને વગેરે હાજર રહ્યા હતા, અને મૃતક લખન પરમાર ને અંજલી આપી હતી.

 ઉપરાંત અંગદાન અંગેનો મહત્વનો નિર્ણય લેનારા તેના માતા-પિતા તેમજ મંગેતર ને પણ ભારે હૈયે અને અશ્રુ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.