Skip to main content

જામનગર શહેરમાં એક વૃધ્ધ સહિત ત્રણ નરાધમોએ તરૂણી પર ગેંગરેપ આચર્યો

11માં ધોરણમાં અભ્યાસ કરતી તરૂણી બહેનપણીના ઘરે પહોંચે તે પૂર્વે નરાધમોએ અપહરણ કરી જુદી-જુદી જગ્યાએ લઇ જઇ આચર્યો બળાત્કાર: આરોપીઓ સુધી પહોંચવા પોલીસની તજવીજ: સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાયું



જામનગર તા.19:

જામનગરમાં ચોક્કસ વિસ્તારમાંથી 11માં ધોરણમાં ભણતી તરૂણીનું અપહરણ કરી બે નારાધમ યુવાનો તેમજ એક વૃદ્ધે ગેંગરેપ આચરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે ત્રણેય નરાધમો સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે. પોતાની વાસના સંતોષી ત્રણેય શખ્સોએ તરછોડી દેતા નિર્દોષ તરૂણી ઘરે પહોંચતા આ ઘટના બહાર આવી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે અપહરણ, બળાત્કારની ફરિયાદ નોંધી ત્રણેયના સગડ મેળવવા જુદી-જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. સાત માસ પૂર્વે મયુરનગર વિસ્તારમાં એક તરૂણી પર ગેંગરેપની ઘટનાએ સમગ્ર રાજયનું ધ્યાન જામનગર તરફ દોરયું હતું ત્યાં વધુ એક બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવની સત્તાવાર વિગતો મુજબ ગત તા.16મી ના રોજ શહેરના ચોક્કસ વિસ્તારમાંથી 11માં ભણતી સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. પોતાની બહેનપણીને અસાઇમેન્ટ આપવા ગયેલી તરૂણીનું બે શખ્સો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. નારાધમ ચિરાગ નામના શખ્સે તેણીનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. તળાવની પાળથી સંગમબાગ ખાતે લઇ ગયેલા આ શખ્સે સાધના કોલોની પાસેના એક રહેણાંક મકાનમાં લઇ જઇ ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારની આ ઘટના બાદ આરોપીના મિત્ર ધર્મેશે પણ ઘટના સ્થળે આવી તેણીને પરાણે ઉઠાવી ગયો હતો અને અન્ય એક મકાનમાં લઇ જ દુષ્કર્મ આચર્યુ હતું. આ બન્ને શખ્સોએ રાત્રીના ત્રણેક વાગ્યા સુધી જુદા-જુદા સ્થળોએ તેણી પર બળાત્કાર આચર્યો હતો ત્યારબાદ એક વૃદ્ધે પણ તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરીક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.  આ બનાવ બાદ ત્રણેય નરાધમોએ તરૂણીને તડછોડી દેતા તેણી પોતાના ઘરે પહોંચી હતી. જયાં પરિવારના સદસ્યોને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેને લઇને પરિવારજનોએ તેને ધરપત આપી આ નરાધમોના જદ્યન્ય કૃત્યની સામે ન્યાય મેળવવા માટે સીટી બી ડિવિઝન પોલીસ દફતર પહોંચ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સો સામે આઇપીસી કલમ 376, 363, 365 મુજબ ફરિયાદ નોંધી આરોપીઓના સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ત્રણેય આરોપીઓની વાસનાનો ભોગ બનેલ તરૂણીનો કબ્જો સંભાળી પોલીસે મેડીકલ પરીક્ષણ કરાવવા તજવીજ કરી હતી. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.