જામનગર તા.30:
જામનગર મહાનગરપાલિકાનું 2021-22 ના વર્ષનું બજેટ આજે મહાનગરપાલિકાની સમાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ રજુ કર્યું હતું. ત્યારે વિરોધપક્ષએ આ બજેટને આંકડાની માયાજાળ ગણાવ્યું હતું. શાશક પક્ષને વિરોધપક્ષ દ્રારા રાજકીય રીતે બજેટ બેઠકમાં ધેરવાનો પ્રયાસ થયો હતો. ગતવર્ષે જે બજેટમાં જોગવાઈ કરેલ હતી તે વિકાસના કામો પણ હજુ દીવા સ્વપ્ન સમાન રહ્યાનો આક્ષેપ વિપક્ષે કર્યો હતો. જો કે મેયરએ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું.
કોરોનાની મહામારી વચ્ચે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે સોશ્યલ ડીન્સન્ટન્ટ સાથે ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી. સામાન્યસભામાં સ્ટેન્ડિંગ કમિટીમાં મજુર કરાવવામાં આવેલ મહાનગરપાલિકાનું 2021-2022 ના વર્ષનું બજેટ સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા એ રજુ કરતા જણાવ્યું હતું કે આ બજેટમાં સાત રસ્તા સર્કલથી સુભાષબ્રીજ સુધીના ઓવરબ્રિજ સહીત અનેક નવા વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નવા કોઈ કરબોજ નાખવામાં આવેલ નથી. આમ છતાં જામનગરનો વિકાસ કરવા માટે થઇને મહાનગરપાલિકા આવકને વધારવાબાકી નીકળતી વસુલાતને વેગવટી કરશે.
બજેટ બેઠકમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા અસ્લમ ખિલજી સહિતના વિપક્ષના કોર્પોરેટરોએ બજેટ બેઠકમાં રાજકીય રીતે શાસકપક્ષ ઉપર ભારે પડેલ હતો. વિરોધપક્ષના કોર્પોરેટરોએ બજેટને આંકડાની માયાજાણ ગણાવ્યું હતું અને ગત વર્ષે જે કામોને બજેટમાં રજુ કરવામાં આવેલ હતા તે કામો પણ હજુ બાકી છે તેવો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત જે કામો 2021-22 ના બજેટમાં સૂચવેલ છે કે શહેરીજનોને દીવા સ્વપ્ન સમાન ગણાવ્યા હતા. શહેરીજનો ઉપર દેવું વધ્યું છે. મહાનગરપાલિકાના શાસક પક્ષ આર્થિક બાબતમાં નિષ્ફળ ગઈ છે. મહાનગરપાલિકા હસ્તકની જમીનો વહેચી રહી છે. નવા આર્થીક કોઈ આવકના ઉભા કરી શકેલ નથી. વિરોધપક્ષ ણા કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષો ભાજપનું શાસન હોવા છતાં શહેરીજનોને દેનિક પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકયું નથી. ત્યાં નવા વિકાસના કામોની બજેટના પેઇઝ ઉપર રહે છે.
મેયર બીનાબેન કોઠારીએ બજેટને વિકાસલક્ષી ગણાવીને વિરોધપક્ષના તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કરવામાં આવતા વિકાસના કામોને લીધે ભાજપને શહેરીજનોએ જીત આપી સતાનો મેંન્ડેડ આપ્યો છે.
જો કે મહાનગરપાલિકામાં વિરોધપક્ષનું સંખ્યાબળ ઓછુ હોવા છતાં રાજકીય રીતે બજેટ બેઠકમાં શાસકપક્ષને રાજકીય રીતે આક્રમક બન્યું હતું. જો કે શાસકપક્ષએ પણ વિરોધપક્ષને જવાબ આપ્યા હતા.
બજેટ બેઠકમાં ભાજપના શાસકપક્ષના રાજકીય રીતે અનુભવી બોલકળા કોર્પોરેટરોની ખામી નજરે પડતી હતી. લાંબા સમય થી પ્રથમ બેઠક ઉપર નજરે પડતા કોર્પોરેટરોના બદલે નવા ચુટાયેલા કોર્પોરેટરો જોવા મળતા હતા.આ બજેટ બેઠકમાં શાસકપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે રાજકીય રીતે વાકયુદ્ધ છેડાયું હતું. આમ છતાં ભાજપના પીઢ અનુભવી કોર્પોરેટરોની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.તેજ રીતે વિરોધપક્ષમાં પાસે તો ગત ટર્મ કરતા પણ ઓછુ સંખ્યાબળથી શાસકપક્ષ ગેલમાં હતો.
Comments
Post a Comment