ત્રીજા દિવસે 109 કનેકશનોમાંથી રૂા.24.37 લાખની વીજ ચોરી ઝડપી પાડી
જામનગર તા.27:
જામનગર શહેરમાં પીજીવી સીએલના જુદા-જુદા સબ ડિવિઝનોમાં ત્રણ દિવસમાં વીજ ચેકીંગ દરમ્યાન પોણા કરોડની વીજ ચોરી ઝડપાઇ છે અને 356 વીજ ચોરીના કેસો પકડવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં ગુજરાત ઉર્જા વિદ્યુત નિગમ દ્વારા વીજ ચેકીં હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના દરબારગઢ, સાત રસ્તા, ખંભાળિયા ગેઇટ, જીઆઇડીસી સબ ડિવિઝન હસ્તકના વિસ્તારમાં 45 વીજ ટીમ દ્વારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 760 કનેકશનોનું વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગની કાર્યવાહી દરમ્યાન 109 કનેકશનોમાં વીજ ચોરી ઝડપાઇ હતી. વીજ ચેકીંગની ટીમ દ્વારા વીજ ચેકીંગ દરમ્યાન રૂા.24.37 લાખની વીજ ચોરી ઝડપી પાડેલ હતી. આમ જામનગર શહેરમાં ત્રણ દિવસ દરમ્યાન કુલ 6,285 વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 356 વીજ કનેકશનોમાં વીજ ચોરી ઝડપાઇ હતી. જેથી આ વીજ ચેકીંગ ટીમે કુલ રૂા.76.96 લાખની વીજ ચોરી ઝડપી પાડેલ હતી.
Comments
Post a Comment