જામનગર તા.30
જામનગર માર્કેટીંગ યાર્ડમાં વિક્રમજનક કપાસના ભાવ રૂ. 2111 પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપાસના ભાવ આજે જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં બોલાતા ખેડૂતો અને વેપારીઓ માં ખુશી ફેલાય હતી.
સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર માર્કેટીંગ યાર્ડનું નામ ખેડૂતોને તેની જણસીઓના ઉંચા ભાવ મળવામાં મોખરે જઇ રહ્યું છે ત્યારે આજે હાપા યાર્ડ ખાતે કપાસનો વિક્રમજનક ભાવ નોંધાયો હતો.
એક મણ કપાસનો ભાવ રૂ.2111 ખેડૂતોને મળ્યા હતાં.જેથી વેપારીઓ અને જગતના તાતમા આનંદની લાગણી ફેલાઇ હતી.
જામનગર માર્કટિગ યાર્ડ હાપામા ગઈકાલે કપાસની આવક 4932 મણ ની રહી હતી.ત્યારે કપાસનો એક મણ નો ભાવ રૂ.1400થી રૂ. 1930 રહ્યો હતો.જે આજે ખૂલતી બજારે રૂ. 2111ની વિક્રમ સપાટી સુધી ઉચકાયો હતો. ત્યારે અન્ય જુદી જુદી જણસીઓના ભાવ જોઈએ તો અજમો રૂ.1855 થી રૂ.3105 જીરું રૂ 2100 થી રૂ 2985 તલી રૂ.1995 થી રૂ2170 રહ્યો હતો.આમ યાર્ડ ખાતે કુલ 19797 મણ જણસીની આવક નોંધાઇ હતી.ત્યારે યાર્ડના સેકેટરી હિતેષ પટેલ એ જણાવ્યું હતું કે કપાસના ભાવ આજે સીઝનમાં સૌથી ઉંચા એટલે કે રૂ 2111 નોંધાયો છે.
Comments
Post a Comment