Skip to main content

રાજ્યના સૌ પ્રથમ એવા ઓમિક્રોન વેરિયન્ટના દર્દીની 17 દિવસ બાદ ઘરવાપસી

રાજ્યની સાથોસાથ જામનગરના પણ પ્રથમ કેસ ગણાતા ઝીમ્બાબ્વેથી આવેલા 72 વર્ષિય વૃધ્ધનો ઓમિક્રોન માટેનો રિપોર્ટ બે વખત પોઝીટીવ આવ્યા બાદ ત્રીજી વખત નેગેટીવ આવ્યો: આ દર્દી ઉપરાંત તેના પત્ની અને સાળાના પણ ઓમિક્રોન રિપોર્ટ નેગેટીવ આવતાં ત્રણેયને હોસ્પિટલમાંથી રજા અપાઇ: તકેદારી રૂપે ત્રણેય દર્દીઓને સાત થી દશ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની અપાઇ સુચના: ડેન્ટલ હોસ્પિટલમાં શરૂ કરાયેલા ઓમીક્રોન વેરિએન્ટમાં ત્રણેય દર્દીઓને રજા આપી દેવાતાં સમગ્ર વોર્ડ ખાલી: ક્ધટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર થયેલો રહેણાંક વિસ્તાર પણ મુક્ત કરાયો: ઓમિક્રોન વેરિયન્ટના દર્દીમાં કોઇ વિશેષ લક્ષણ જણાયા ન હોવા છતાં રિપોર્ટ આવ્યો હતો પોઝીટીવ: હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન કે વેન્ટીલેટર જેવી કોઇ જરૂરિયાત પડી ન હતી અને રૂમ એર ઉપર જ રહ્યાં હતાં

જામનગર તા.17

જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ જીમ્બાબ્વે નો પ્રવાસ કરીને જામનગર આવ્યા પછી તેઓ ઓમીક્રોન વેરિયન્ટના પ્રથમ દર્દી બન્યા હોવા નો રિપોર્ટ આવ્યો હતો, અને ત્યાર પછી દર્દીના પત્ની અને સાળા નવા ઓમીક્રોન વેરિયન્ટ ના શિકાર બન્યા હોવાથી ત્રણેયને સારવાર માટે ડેન્ટલ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની સધન સારવાર પછી ત્રણેયના કોવિડ આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી સમગ્ર તંત્રએ હાશકારો અનુભવ્યો છે, અને ત્રણેયને રજા આપી દેવામાં આવી હોવાનું જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગના નોડલ અધિકારી ડો.ચેટરજીએ જણાવ્યું હતું.

 જામનગર શહેરના અને રાજ્યના સૌ પ્રથમ એવા 72 વર્ષીય દર્દી કે જેઓ ઓમીક્રોન વેરિયન્ટના સમગ્ર રાજ્યના સૌ પ્રથમ દર્દી જાહેર થયા હતા. ત્યાર પછી પરિવારના સભ્યોના કોવિડ ટેસ્ટ દરમિયાન તેમના 65 વર્ષીય પત્ની અને બાવન વર્ષીય સાળા નવા ઓમીક્રોન વેરિયન્ટના શિકાર બન્યા હતા, અને ત્રણેયને ડેન્ટલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં શરૂ કરાયેલા નવા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયને જી.જી.હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા સધન સારવાર આપવામાં આવી હતી, અને પખવાડિયાની સારવાર પછી અંતે ત્રણેય દર્દીઓના આરટીપીસીઆર રી-સેમ્પલ કરાયા હતા, અને પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી આખરે ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગના નોડલ અધિકારી ડો.ચેટરજીએ જણાવ્યું હતું અને આ ત્રણેય દર્દીઓને સાતથી દશ દિવસ સુધી હોમ આઇસોલેટેડ રહેવાની સુચના પણ આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે કોરોના જેવા જ લક્ષણો ધરાવતા આ દર્દીઓની સારવાર માટે સરકારની ઓમિક્રોન સંબંધિત તકેદારી લેવાની સુચના મુજબ આપવામાં આવી હતી. જો કે આ ત્રણમાંથી એકપણ દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ ન હતી અને રૂમ એર ઉપર જ રહ્યાં હતાં.

નવો શરૂ કરાયેલો ઓમિક્રોન વોર્ડ ત્રણેય દર્દીને રજા અપાતા ખાલી થયો છે. જોકે હોસ્પિટલના તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ અવિરત ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પણ મોરકંડા રોડ પર સેટેલાઈટ સોસાયટી વિસ્તાર કે જ્યાં ક્ધટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો, જે હવે સામાન્ય કરી દેવાયો છે. જામનગરના ત્રણેય નવા વાયરસ ઓમીક્રોન વેરિએન્ટના દર્દીઓ કોરોના મુક્ત થયા હોવાથી જામનગર વાસીઓએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.